દીપિકા-રણવિરનાં લગ્નનો વિરોધઃ આનંદ કારજ ખોટી રીતે થયુ કહીં ઈટાલીના શીખ નારાજ

News18 Gujarati
Updated: November 20, 2018, 7:39 AM IST
દીપિકા-રણવિરનાં લગ્નનો વિરોધઃ આનંદ કારજ ખોટી રીતે થયુ કહીં ઈટાલીના શીખ નારાજ
સિંધી વિધીથી લગ્ન સમયની તસવીર

શીખ સમાજનાં અગ્રણીએ કહ્યું કે, આ વિધિમાં અકાલ તખ્તના 'હુકુમનામા'નું પાલન કરવામાં આવ્યું નથી

  • Share this:
મુંબઇ: દીપિકા અને રણવિર સિંહે ઈટાલીમાં 14 તથા 15 નવેમ્બરના રોજ કોંકણી તથા સિંધી રિવાજથી લગ્ન કર્યાં હતાં. જોકે, સિંધી રીત-રિવાજથી કરવામાં આવેલા આનંદ કારજથી ઈટાલીની શીખ કમ્યુનિટી નારાજ થઈ છે. આનંદ કારજ તથી હિંદુ લગ્ન અલગ અલગ રીતે કરવામાં આવે છે. આનંદ કારજની વિધી ગુરુદ્વારામાં જ કરવામાં આવે છે, જેમાં વર-વધુ ગુરુ ગ્રંથ સાહિબની ફરતે ફેરા ફરે છે. જોકે, દીપિકા-રણવીરે ઇટાલીમાં ગુરુદ્વારામાં નહીં પણ લેક કોમોનાં Villa del Balbianelloમાં આનંદ કારજની વિધિ કરી હતી.

ઈટાલિયન શીખ કોમ્યુનિટીએ કર્યો વિરોધ
આ આખી ઘટનાથી ઈટાલીની શીખ કોમ્યુનિટી નારાજ થઇ ગઇ છે. આ વિશે પ્રમુખ સુખદેવ સિંહ કાંગે કહ્યું હતું કે દીપિકા-રણવિરની આનંદ કારજની વિધિ યોગ્ય રીતે કરવામાં આવી નથી. આ વિધિમાં અકાલ તખ્તના 'હુકુમનામા'નું પાલન કરવામાં આવ્યું નથી. હુકુમનામા મુજબ, ગુરૂ ગ્રંથ સાહિબને ગુરૂદ્વારામાંથી અન્ય કોઈ જગ્યાએ લઈ જવાની પરવાનગી નથી. દીપિકા-રણવિરે આ હુકુમનામાનું પાલન ના કર્યું અને વીલામાં ગુરૂ ગ્રંથ સાહિબ લઈ જઈને ત્યાં આનંદ કારજ કર્યું. જે યોગ્ય નથી. આ વિશે અમે અકાલ તખ્તને પત્ર લખીને એક્શન લેવાનું કહીશું.

ગોલ્ડન ટેમ્પલમાંથી હુજૂર રાગી ગયા હતાં ઈટાલી
આપને જણાવી દઇએ કે અમૃતસર ગોલ્ડન ટેમ્પલના હુજૂર રાગી ભાઈ નરેન્દ્ર સિંહ દીપિકા-રણવિરનાં આનંદ કારજની વિધી માટે ઈટાલી ગયા હતાં.
First published: November 19, 2018
વધુ વાંચો
अगली ख़बर