11 દમદાર ફિલ્મોની સિક્વલ જેમાં કલાકારોને રીપ્લેસ કરતા ફેન્સ થયા નારાજ

સિક્વલ ફિલ્મ અને કલાકાર

કોઇ ફિલ્મ જો બોક્સ ઓફિસ(Box Office) પર ધમાલ મચાવે છે, તો દર્શકોની માંગ પર ફિલ્મમેકર્સ તે ફિલ્મની સિક્વલ(Film Sequel) બનાવવા અંગે જરા પણ સંકોચ અનુભવતા નથી

 • Share this:
  કોઇ ફિલ્મ જો બોક્સ ઓફિસ(Box Office) પર ધમાલ મચાવે છે, તો દર્શકોની માંગ પર ફિલ્મમેકર્સ તે ફિલ્મની સિક્વલ(Film Sequel) બનાવવા અંગે જરા પણ સંકોચ અનુભવતા નથી. બોલીવૂડ(Bollywood) હોય કે હોલીવૂડ(Hollywood) અને ફિલ્મોની સિક્વલ દર્શકોની માંગને ધ્યાનમાં રાખીને બની છે. પરંતુ દર્શકો નિરાશ ત્યારે થયા, જ્યારે તેમાં કલાકારોમાં પણ ફેરબદલ (Replacement of Actors) કરવામાં આવી. દા.ત. ધૂમ, ક્રિશ, હાઉસફુલ, ક્યા કુલ હે હમ, મસ્તી, મુન્નભાઇ વગેરે મૂવીની સિક્વલ બની તો બની પરંતુ મેકર્સે લીડ હિરોઇન બદલી નાખી. આવી રીતે અનેક વખત ફિલ્મોની સિક્વલમાં મુખ્ય કલાકારોને રીપ્લેસ(Lead Actors) કરવામાં આવ્યા છે.

  બંટી ઓર બબલી-2માં અભિષેકની જગ્યાએ સૈફ અલી ખાન

  એક તરફ ચાહકો બંટી ઓર બબલી 2ના ટ્રેલરના વખાણ કરી રહ્યા છે, પરંતુ ફિલ્મમાં અભિષેક બચ્ચનને પણ ખૂબ યાદ કરી રહ્યા છે. કારણ કે ફિલ્મમાં રાની મુખર્જીની સાથે અભિષેક બચ્ચનની જગ્યાએ સૈફ અલી ખાનને લેવામાં આવ્યો છે.

  જોલી LLB2માં અરશદ વારસીની જગ્યા અક્ષય કુમાર

  આ ફિલ્મમાં અરશદ વારસીની જગ્યાએ અક્ષય કુમારને લેતા ફિલ્મ રસિયાઓ ભારે ગુસ્સે થયા હતા. અરશદ વારસીને પણ દુખ થયું હતું કે તેની જગ્યાએ કોઇ અન્ય એક્ટરને લેવામાં આવી રહ્યો છે. તેણે આ અંગે ટ્વિટ પણ કર્યું હતું કે, આ ફિલ્મ હું નહીં અક્ષય કુમાર કરી રહ્યા છે, કારણ કે ફોક્સ સ્ટારને કોઇ મોટા કલાકારની જરૂર હતી.

  ફિલ્મ વેલકમ બેકમાં અક્ષય કુમારની જગ્યાએ જોહ્ન અબ્રાહમ

  ફિલ્મ વેલકમમાં અક્ષય કુમારે સૌને પેટ પકડીને હસાવ્યા હતા. પરંતુ વાત જ્યારે ફિલ્મના સિક્વલની આવી ત્યારે જોહ્ન અબ્રાહમે અક્ષય કુમારને ફિલ્મ વેલકમ બેકમાં રીપ્લેસ કર્યો હતો.

  શાદી કે સાઇડ ઇફેક્ટ્સની કાસ્ટમાં મોટા ફેરફાર

  પ્યાર કે સાઇડ ઇફેક્ટ ફિલ્મમાં મલ્લિકા શેરાવત અને રાહુલ બોઝની દમદાર જોડીએ ડેટિંગ અને રીલેશનશિપની સ્ટોરી લાઇન સાથે ભારે વાહવાહી લૂંટી હતી. પરંતુ આ ફિલ્મની સિક્વલ શાદી કે સાઇડ ઇફેક્ટમાં વિદ્યા બાલન અને ફરહાન અખ્તરને કાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ફિલ્મની સ્ટોરી પતિ-પત્નીના જીવન આસપાસ હતી.

  પ્યાર કા પંચનામા ફિલ્મમાં આ કલાકારોને કરાયા રીપ્લેસ

  પ્યાર કા પંચનામા 2માં હિરોઇન નહીં પરંતુ હિરોને રીપ્લેસ કરવામાં આવ્યા હતા. સની સિંહ અને ઓમકાર કપૂરની જગ્યાએ ફિલ્મમાં દિવ્યેન્દુ શર્મા અને રાયો એસ. બખિર્તાને લેવામાં આવ્યા હતા. આ બદલાવ એટલા માટે કરાયો કારણ કે ફિલ્મની સ્ટોરી એકદમ નવી હતી.

  દેઢ ઇશ્કિયામાં વિદ્યા બાલનની જગ્યાએ માધુરી દિક્ષીત

  અભિષેક ચોબેએ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે, ફિલ્મ દેઢ ઇશ્કિયામાં માધુરી દિક્ષીત માટે જ ખાસ રોલ લખવામાં આવ્યો હતો. જે તેણે બેગમ તરીકે નિભાવ્યો હતો. વિદ્યાના પાત્ર દ્વારા સ્ટોરી આગળ વધી શકે તેમ નહોતી. તેથી વિદ્યાની જગ્યાએ માધુરીને આ ફિલ્મમાં લેવામાં આવી હતી.

  ભૂલ ભૂલૈયામાં નહીં દેખાય વિદ્યા-અક્ષયની જોડી

  ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિક્વલ તૈયાર થઇ રહી છે. જેમાં તમને અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન નજરે પડશે. તે માટે કાર્તિકને ઘણો ટ્રોલ પણ કરાયો હતો. કાર્તિક સિવાય વિદ્યા બાલનની જગ્યાએ ફિલ્મમાં કિયારા અડવાણી અને તબુ પણ જોવા મળશે.

  મર્ડર 3માં ઇમરાનને રણદિપ હૂડ્ડાએ કર્યો રીપ્લેસ

  મર્ડર અને મર્ડર 2 જેવી શાનદાર ફિલ્મો આપ્યા બાદ મુકેશ ભટ્ટ ઇચ્છતા હતા કે મર્ડર 3માં પણ ઇમરાન હાશ્મીને જ લેવામાં આવે. પરંતુ અમુક વસ્તુઓ તેમની વચ્ચે યોગ્ય ન જતા અંતે મર્ડર 3માં રણદિપ હુડ્ડાએ ઇમરાન હાશ્મીને રીપ્લેસ કર્યો હતો.

  ધ ડાર્ક નાઇટમાં કેટી હોમ્સની જગ્યાએ મેગી સિલેનહાલ

  ડોસન્સની ક્રિક ખતમ કર્યા બાદ કેટી હોમ્સ બેટમેન બિગીન્સ માટે રચેલ ડોવ્સ તરફ આગળ વધી. સિક્વલના શૂટિંગ પહેલા કેટીએ ફિલ્મમાં પરત ન આવવાનું નક્કી કરતા મેગી સિલેનહાલે તેને રીપ્લેસ કરી હતી.

  આયરનમેનમાં ટેરેન્સ હાવર્ડને ડોન ચીડલે કર્યો રીપ્લેસ

  આયરનમેનમાં ટેરેન્સ હાવર્ડને ડોન ચીડલે રીપ્લેસ કર્યો હતો. ટેરેન્સે આ અંગે એક ઇન્ટરવ્યુમાં ખુલીને વાતચીત કરી હતી.

  આ પણ વાંચો - 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા': 'બબીતા ​​જી' એ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, જુઓ - શેર કર્યા ઘરના અંદરના Photos

  સ્પાઇડર મેન 4માં એન્ડ્ર્યૂ ગાર્ફિલ્ડનું કાસ્ટિંગ

  સ્પાઇડ મેનના પહેલા 3 ભાગમાં ટોબે મેગુઇરે સુપરહીરો તરીકેની ભૂમિકા નિભાવી દર્શકોના દિલો પર રાજ કર્યુ હતું. પરંતુ સ્પાઇડર મેન 4માં ટોબેને અન્ડ્ર્યૂ ગાર્ફિલ્ડે અચાનક રીપ્લેસ કરતા સ્પાઇડર મેન ફેન્સને ભારે ઝટકો લાગ્યો હતો.
  First published: