Home /News /entertainment /'ભીડ'ના ટ્રેલરમાં જાતિવાદ, પોલીસ હિંસા જેવા મુદ્દા જોવા મળશે, આ 5 કારણોથી વિશેષ છે અનુભવ સિન્હાની ફિલ્મ...

'ભીડ'ના ટ્રેલરમાં જાતિવાદ, પોલીસ હિંસા જેવા મુદ્દા જોવા મળશે, આ 5 કારણોથી વિશેષ છે અનુભવ સિન્હાની ફિલ્મ...

અનુભવ સીન્હાની ફિલ્મ 'ભીડ'નું ટ્રેલર જોઈ લોકો થયા ઈમોશનલ

Bheed Movie Trailer: ભીડ ફિલ્મના ટ્રેલરમાં અનેક મુદ્દાઓ બતાવવામાં આવ્યા છે, અને આ જોઈને લાગે છે કે, અનુભવ સિન્હાએ આ ફિલ્મ ખૂબ જ ઝીણવટપુર્વક બનાવી છે. તેમણે કોરોનાના સમયમાં સરકારની નિષ્ફળતા, તંત્રની ઉદાસીનતા અને ગરીબોની લાચારી દર્શાવી છે.

વધુ જુઓ ...
Bheed Movie Trailer: અનુભવ સિંહા હંમેશા દેશના ગંભીર મુદ્દાઓ પર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. દિગ્દર્શકે તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મો બનાવી છે અને ફેન્સ દ્વારા તેની પ્રશંસા પણ કરવામાં આવતી  હોય છે. હવે તે ફરી એકવાર આવી જ એક ફિલ્મ લઈને આવી રહ્યાં  છે, જેમાં કોરોનાની આસપાસ ઘણી સામાજિક સમસ્યાઓ બતાવવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં દેશને ઉધઈની જેમ ખાઈ રહેલા કોરોના સમયગાળાની કડવી યાદો દ્વારા સરકાર અને સમાજનું સત્ય બતાવવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરની ખાસ વાતો કેટલાક નિર્દેશો દ્વારા જણાવવામાં આવી રહી છે.

આ  ફિલ્મને ભાગલા સાથે સરખાવવામાં આવી

આજે દેશના મોટાભાગના લોકોએ ભાગલાનો યુગ જોયો નઈ  હોય, પરંતુ તાજેતરમાં બધાએ કોરોનાની મહામારી જોઈ લીધી છે. આવી વિચિત્ર પરિસ્થિતિ ભાગ્યે જ કોઈએ જોઈ હશે. અનુભવ સિન્હાની આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વિભાજનના સમય કરતાં ઓછી નહોતી. તે સમયે પણ લાખો લોકો સ્થળાંતર કરી રહ્યા હતા, અને કેટલાક એવા જ દ્રશ્યો કોરોનાના સમયગાળા દરમિયાન પણ જોવા મળ્યા હતા. અનુભવે આ ફિલ્મમાં વિઝ્યુઅલ દ્વારા એ જ સમયગાળાના કોરોના સમયગાળાની તુલના કરી છે.

પોલીસ હિંસા પર વાત

પોલીસે કોરોના સમયગાળા દરમિયાન પ્રશંસનીય કામ કર્યું  હતુ જે બદલ તેમને કોરોના વોરિયર્સ પણ કહેવામાં આવ્યા. પરંતુ આ એ જ સમયગાળો હતો, જ્યારે પોલીસની કડકાઈ પણ ચરમસીમાએ હતી. આ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા ગરીબોને નિર્દયતાથી મારવામાં અને તેમની મજબૂરીઓને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે, જોકે, આ સમયગાળામાં ભૂખ્યા અને તરસ્યા ગરીબો લાચાર હતા અને તેઓને શહેર છોડીને તેમના ગામ તરફ વળવાની ફરજ પડી હતી. આ એ જ સમયગાળો હતો જ્યારે સોનુ સૂદ મસીહા બનીને આગળ આવ્યો હતો અને જરૂરિયાતમંદોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન સરકાર તરફથી કોઈ ખાસ મદદ મળી ન હતી.

આ પણ વાંચો : રણબીર કપૂર નાની ઉંમરે સિગારેટ પીતો હતો, માતા નીતુએ તેને રંગે હાથે પકડ્યો, પુત્રના આદતથી ભાંગી પડી હતી નીતુ...

ગરીબો પ્રત્યે ઉદાસીનતા

હંમેશા જોવામાં આવ્યું છે કે, ગરીબોને કોઈ પણ મુસીબતનો સૌથી પહેલા સામનો કરવો પડતો હોય છે. જોકે, કોરોનાના સમયમાં દરેકે પોતપોતાના દુ:ખ સહન કર્યા હતા, પરંતુ રસ્તા પર ચાલનારાઓની હાલત દયનીય હતી, તે પરિસ્થિતીનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. આ કોરોના સમયગાળામાં પણ, ગરીબ મજૂરો અને નીચલા વર્ગના લોકો સંપૂર્ણપણે ભાંગી ચુક્યાં હતા. આવા તમામ મુદ્દાઓને અનુભવ સિન્હાએ ફિલ્મમાં ખૂબ જ ગંભીરતાથી રજુ કર્યું છે.

ધાર્મિક ભેદભાવ

કોરોના સમયગાળા દરમિયાન તબલીગી જમાત સાથે જે વર્તન કરવામાં આવ્યું હતું, તે બધાએ જોયું અને તેમના પર દેશમાં કોરોના ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ દરમિયાન ઘણા મુસ્લિમોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા અને કડકાઈ પણ કરવામાં આવી હતી. અનુભવે આ મુદ્દાને પણ ફિલ્મમાં સામેલ કર્યો છે, અને જેની ઝલક ટ્રેલરમાં પણ જોવા મળી રહી છે.

જાતિવાદનો મુદ્દો

માત્ર ધર્મ જ નહીં, પરંતુ કેવી રીતે જાતિવાદ દેશમાં ચૂપચાપ પગ જમાવી રહ્યો છે, તે પણ આ ટ્રેલરમાં ખુલ્લું પાડવામાં આવ્યું છે. કોરોના કાળમાં ઉચ્ચ જાતિના લોકો કેવી રીતે પોતાની જાતિનો લાભ લેવા માંગતા હતા અને નીચલી જાતિના લોકોને પણ વિવિધ પ્રકારનો સામનો કરવો પડ્યો હતો, આ તમામ ઘટના કોરોના કાળમાં જોવા મળ્યું હતું. ફિલ્મના ટ્રેલરમાં રાજકુમાર રાવનું એક સીન છે, જેમાં તે એક ઉચ્ચ જાતિના વ્યક્તિ પર ગુસ્સો કરતો જોવા મળ્યો છે.
First published:

Tags: Bollywood Celeb, Bollywood Film, Rajkumar Rao

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો