Home /News /entertainment /શાહિદે પોતાના બાળકની જેમ ધ્યાન રાખ્યું, મારા ડાયપર બદલ્યા, માતા-પિતાના છૂટાછેડા પર ઇશાન ખટ્ટરે કર્યો મોટો ખુલાસો
શાહિદે પોતાના બાળકની જેમ ધ્યાન રાખ્યું, મારા ડાયપર બદલ્યા, માતા-પિતાના છૂટાછેડા પર ઇશાન ખટ્ટરે કર્યો મોટો ખુલાસો
ઈશાન ખટ્ટરે શાહિદ કપૂર સાથેના તેના બોન્ડિંગ પર ખુલીને વાત કરી હતી.
ઈશાન ખટ્ટરે શાહિદ કપૂર સાથેના તેના બોન્ડિંગ પર ખુલીને વાત કરી હતી. જેમાં તેણે કહ્યું કે, તેણે માતા-પિતાની જેમ તેનું ધ્યાન રાખ્યું છે. ઈશાન નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટરનો પુત્ર છે, જેમણે વર્ષ 2001માં છૂટાછેડા લીધા હતા. નીલિમાએ પહેલાં પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2009માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
એક્ટર ઇશાન ખટ્ટરે 2017માં બિયોન્ડ ધ ક્લાઉડ્સથી ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. તે ફિલ્મ ધડકમાં પોતાની એક્ટીંગથી લોકોના દિલ જીતવામાં સફળ રહ્યો હતો. હાલ અભિનેતા પાસે થોડા પ્રોજ્ક્ટ પણ છે. મહત્વનું છે કે, તેની માતા નીલિમા અઝીમ સહિત ભાઇ શાહિદ કપૂરને તેમના પર ગર્વ છે.
તાજેતરમાં જ ઈશાન ખટ્ટરે શાહિદ કપૂર સાથેના તેના બોન્ડિંગ પર ખુલીને વાત કરી હતી. જેમાં તેણે કહ્યું કે, તેણે માતા-પિતાની જેમ તેનું ધ્યાન રાખ્યું છે. ઈશાન નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટરનો પુત્ર છે, જેમણે વર્ષ 2001માં છૂટાછેડા લીધા હતા. નીલિમાએ પહેલાં પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2009માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
આ ઇન્ટરવ્યુમાં ઇશાનની માતાએ એક સુંદર મેસેજ આપતાં કહ્યું કે, તે પરિવારમાં દરેક માટે ખુશી લાવે છે અને તેને તેના પર અમને ખૂબ ગર્વ છે. પિંકવિલા સાથેના એક ઇન્ટરવ્યુમાં શાહિદ કપૂરના બાળકો મીશા અને ઝૈન પણ કહી રહ્યાં હતા કે, 'ચાચુ અમે તમને પ્રેમ કરીએ છીએ.' ઈશાનને આ સાંભળીને એકદમ નવાઈ લાગી હતી.
આ મુલાકાતમાં ઈશાન ખટ્ટરે તેના ભત્રીજા અને ભત્રીજી સાથેના સંબંધો વિશે વાત કરી અને કહ્યું કે તેઓ તેમના મિત્રો છે અને તેઓ સાથે ખૂબ જ મસ્તી કરે છે. પરંતુ મીશા અને ઝૈન બંને ખૂબ જ સ્માર્ટ છે. તેને જે બાબત નોંધપાત્ર લાગે છે, તે એ છે કે આ બાળકો પાસે સારો આઈક્યૂની સાથે સાથે તેઓ પુખ્ત વયના લોકો શું અનુભવે છે, તે સમજવા માટે તેઓ ભાવનાત્મક રીતે એટલા બુદ્ધિશાળી પણ છે.
ઈશાને તેના માતા-પિતાના અલગ થવાની વાત પર પણ ચર્ચા કરી છે. ઈશાન છ વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતા અઝીમ અને રાજેશ ખટ્ટર અલગ થઈ ગયા હતા. તેના પર ઈશાને કહ્યું કે, તેણે હંમેશા પ્રતિકૂળતાનો એ રીતે સામનો કર્યો છે કે તે લગભગ પરીક્ષણ કરે છે કે તે કેટલું સહન કરી શકે છે. તેને લાગે છે કે, વિપરિત પરિસ્થિતઓથી જ ચારિત્ર્યનું નિર્માણ થાય છે અને તે આજે જે પણ કાંઇ છે તે માત્ર અનુભવોના કારણે છે. તેની આસપાસ ખુબ જ ભાગ્યશાળી લોકો છે.
જો કે, એક વસ્તુ જે હંમેશા સમાન રહી છે, તે છે શાહિદ સાથેની તેની બોન્ડિંગ. ઈશાન જણાવે છે કે, મારો જન્મ થયો ત્યારે શાહિદ 15 વર્ષનો હતો, તેથી તે તેનું ડાયપર પણ બદલતો હતો અને તેથી તે હંમેશા ઈશાન પ્રત્યે ખૂબ જ પેરેંટલ અનુભવે છે. શાહિદ તેના જીવનમાં એકમાત્ર એવો પુરુષ છે, જેણે તેને નિયંત્રણમાં રાખ્યો છે. બંને ભાઈઓ વચ્ચે આ આ એક ખૂબ જ અનોખો સંબંધ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ,ઇશાન ખટ્ટર ફિલ્મ પિપામાં જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર