એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનન્યા પાંડે (Ananya Pandey) અને ઇશાન ખટ્ટર (Ishaan Khatter) માલદિવ્સમાં સાથે વેકેશન માણવાં ગયા હતાં. આ સમયે બંને એ ભલે સાથે સાથે તસવીરો શેર ન કરી હોય પણ ટ્રીપથી પરત આવ્યાં બાદ ઇશાન ખટ્ટરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં માલદિવ્સની સુંદરતા, સ્પિડ બોટ ડ્રાઇવિંગ, ડોલફિનની ઝલક દેખાડી છે. આ વીડિયોમાં તેની ગર્લફ્રેન્ડ અનન્યાની એક ઝલક જોવા મળે છે.
ઇશાન ખટ્ટરે આ વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. એટલું જ નહીં આ વીડિયોની કેપ્શનમાં તેણે લખ્યું છે કે, મારો પહેલો પ્રોપર હોલિડે.. નવું વર્ષ.. નવી ઉર્જા... ઇશાને આ આખો વીડિયો તેનાં આઇફોન 12 પ્રો થી એડિટ કર્યો છે. અને શૂટ કર્યો છે.
આ વીડિયો પહેલાં ઇશાન અને અનન્યા જ્યારે માલદિવ્સથી રિટર્ન થયા ત્યારે મુંબઇ એરપોર્ટ પર પણ સાથે સ્પોટ થયા હતાં. તેમની તસવીરો વાયરલ થઇ હતી.
હાલમાં અનન્યાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનાં પરિવાર સાથેની તસવીર શેર કરી છે જેમાં તે તેનાં માતા પિતા અને બહેનની સાથે નજર આવે છે. તેમણે સાથે ડિનર લીધુ હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર