ISCKON : ઇસ્કોન સંપ્રદાય વિશે મહિલા કૉમેડિયને વિવાદિત ટિપ્પણી કરતા બબાલ, પોલીસ ફરિયાદ થઈ

ISCKON : ઇસ્કોન સંપ્રદાય વિશે મહિલા કૉમેડિયને વિવાદિત ટિપ્પણી કરતા બબાલ, પોલીસ ફરિયાદ થઈ
સુરલીન કૌર દ્વારા કામસૂત્ર અને ઇસ્કોનને સાંકળી વિવાદિત ટિપ્પણી કરાતા વિવાદ થયો

સુરલીન કૌર અને એન્ટરટેઇનમેન્ટ કંપની શેમારૂં સામે મુંબઈ પોલીસમાં ઇસ્કોને ફરિયાદ કરી, ઋષિમુનિઓ અને પોર્ન તેમજ કામસૂત્ર જેવા વિષયોને સાંકળીને વિવાદિત ટિપ્પણી કરતા બબાલ

 • Share this:
  નવી દિલ્હી : મહિલા કૉમેડિયન સુરલીન કૌર (surleen kaur)એ પોતાના એક વીડિયોમાં ધાર્મિક સંસ્થા ઇસ્કૉન (Isckon) વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરતા વિવાદ થયો છે. ત્યારબાદ કૉમેડિયન સુરલીન કૌર (Comedian) સુરલીન કૌર અને એન્ટરટેઇનમેન્ટ કંપની શેમારૂં (Shemaroo) સામે મુંબઈ પોલીસમાં ઇસ્કોન દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે. સુરલીન કૌરનો વિવાદ સામે આવતા જ શેમારૂંએ માફી માંગી છે પરંતુ ઇસ્કોન માફ કરવા રાજી નથી. સુરલી કૌર દ્વારા આ વીડિયોમાં ઇસ્કૉન, હિંદુ ઋષિઓ અને ધર્મની વિરુદ્ધમાં વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને ગાળોનું પ્રયોજન પણ કરવામાં આવ્યું હતું.

  સૂરલીનન આ વીડિયોમાં ઇસ્કોન, ઋષિ મુનિ, સંસ્કૃત ભાષા અને કામસૂત્ર જેવા વિષયોની મજાક કરતી જોવા મળી રહી છે. સૂરલીનનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આક્રોશ બાદ શેમારુએ ઇસ્કોન પાસે માફી માંગી, ટ્વિટર પરના વિવાદથી પોતાને અલગ કરી દીધા છે, અને સુરલીન અને શોના એન્કર બલરાજ સિઆલને ભવિષ્યમાં કોઈ પણ પ્રોજેક્ટમાં ન રાખવાની પણ વાત કરી છે.  ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું કે અમે મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી છે. સુરલીન આ વીડિયોમાં કહી રહી છે કે ચોક્કસથી અમે ઇસ્કોન વાળા છીએ પરંતુ અંદરથી અમે બધા પોર્નવાળા છીએ. ઉપરાંત સુરલીન ઋષિ મુનિઓ વિશે કહ્યું છે કે થોડું સંસ્કૃત વાપરીને પોતાના મોટા મોટા કાંડ છૂપાવી લીધા જેમ કે કામસૂત્ર  ઇસ્કોને મુંબઈ પોલીસને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આ વીડિયોની ફક્ત ભાષા જ આપત્તિજનક છે એવું નથી પરંતુ અપમાનજનક પણ છે. આ ફરિયાદના પગલે શેમારૂએ યૂટ્યૂબ પરથી તાત્કાલિક પણે પોતાનો વીડિયો ડિલિટ માર્યો છે.  આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શુક્રવારની રાત્રે ટ્વીટર પર #Surleenkaur અને #Isckon ટ્રેન્ડ કરવા માંડ્યા હતા. યૂઝર્સ સનાતન ધર્મ પર ટિપ્પણી કરવા બદલ ખૂબ નારાજ હતી.

   
  Published by:News18 Gujarati
  First published:May 30, 2020, 07:50 am

  ટૉપ ન્યૂઝ