Home /News /entertainment /Ganesh Chaturthi: બહેન અર્પિતાના ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાંથી ઝડપથી બહાર નીકળી ગયો સલમાન, જાણો શા માટે

Ganesh Chaturthi: બહેન અર્પિતાના ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાંથી ઝડપથી બહાર નીકળી ગયો સલમાન, જાણો શા માટે

આ કારણે બહેન અર્પિતાના ઘરેથી ફટાફટ નીકળી ગયો સુપરસ્ટાર

Ganesh Chaturthi: દેશભરમાં ઘરે ઘરે ગણપતિ (Ganesh Chaturthi 2022)નું આગમન થઇ ચૂક્યું છે. ત્યારે બોલિવૂડના સિતારાઓ પણ ભક્તિના રંગમાં રંગાઇ ગયા છે અને તેમની ઘરે ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. જેમાં સલમાન ખાન (Salman Khan)ની બહેન અર્પિતા ખાન શર્માએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત (Arpita Khan Sharma Ganpati Celebration) કર્યું હતું.

વધુ જુઓ ...
દેશભરમાં ઘરે ઘરે ગણપતિ (Ganesh Chaturthi 2022)નું આગમન થઇ ચૂક્યું છે. ત્યારે બોલિવૂડના સિતારાઓ પણ ભક્તિના રંગમાં રંગાઇ ગયા છે અને તેમની ઘરે ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. જેમાં સલમાન ખાન (Salman Khan)ની બહેન અર્પિતા ખાન શર્માએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત (Arpita Khan Sharma Ganpati Celebration) કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન સહિત સેલેબ્સ તેના ઘરે દર્શન માટે આવ્યા હતા. બપોરે અર્પિતાના ઘરે સેલેબ્સ આવવા લાગ્યા તો સલમાન મોડી સાંજે આવ્યા અને દર્શન કર્યા બાદ તેમણે ઝડપથી ત્યાંથી એક્ઝિટ (Salman Khan made a quick Exit) લઇ દીધી. બધા આની પાછળનું કારણ જાણવા ઉત્સુક છે. કે શા માટે સુપરસ્ટારે વધુ સમય વિતાવ્યા વિના આટલી ઝડપથી ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું. કેટરિના કૈફ અને વિકી કૌશલ (Katrina kaif & Vicky Kaushal) પણ અર્પિતાના ઘરે દર્શન માટે ગયા હતા. તો, શું સલમાનના વહેલા બહાર નીકળવા પાછળનું કારણ તેઓ જ હતા?

નહીં, સલમાન ખાનની ઝડપથી બહાર નીકળવા પાછળ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ કારણ નહોતા. વિક્કી સાથેના લગ્ન પછી પણ સલમાને કેટરિના સાથે સારા સંબંધો કેળવી રાખ્યા છે અને તેઓ ટાઇગર-3માં પણ સાથે જોવા મળશે, જે આવતા વર્ષે ઇદ પર રિલીઝ થવાની છે.

શા માટે સલમાન ઝડપથી નીકળી ગયો?


એક સૂત્રએ બોલિવૂડલાઇફને જણાવ્યું હતું કે, દર્શન પછી તરત જ અર્પિતાનું ઘર છોડવાનો સલમાનનો નિર્ણય તેની તબિયત હતી. અભિનેતાની તબિયત બરાબર તેથી જ તેણે ત્યાં દર્શન માટે આવેલા લોકો સાથે વધારે સોશ્યલાઇઝ ન કરવાનું નક્કી કર્યું. પરંતુ, તે ગણેશ ચતુર્થીની ઉજવણીને મિસ કરવા માંગતો ન હતો, તેથી જ તે ગણપતિ બાપ્પાના દર્શન કર્યા પછી ઝડપથી બહાર નીકળ્યો.

સુપરસ્ટાર જાણે છે કે હાલ તેની સાથે સાથે અન્યના સ્વાસ્થ્ય અંગે કેવી રીતે સાવચેત રહેવું. આ પ્રસંગે સલમાને વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેર્યા હતા. સલમાનની તબિયત વિશે સાંભળ્યા બાદ તેના ચાહકો તેમના પ્રિય સ્ટારના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ ચિંતિત હશે. તેથી, આશા રાખીએ કે અભિનેતા જલદી સાજો થઈ જાય.

આ ફિલ્મોમાં દેખાશે ભાઇજાન


સલમાનની આગામી ફિલ્મોની વાત કરીએ તો અભિનેતા પાસે ટાઇગર 3, કિસી કા ભાઇ કિસી કી જાન, અને નો એન્ટ્રીની સિક્વલ લાઇનમાં છે. ટાઇગર 3 આગામી 2023ની ઇદ પર રિલીઝ થવાની છે, અહેવાલ મુજબ કિસી કા ભાઈ કિસી કી જાન 30 ડિસેમ્બર 2022 ના રોજ મોટા પડદા પર રીલીઝ થશે. નો એન્ટ્રી 2 અંગે હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી.
First published:

Tags: Ganesh Chaturthi 2022, Katrina kaif, સલમાન ખાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन