Home /News /entertainment /શું ફાલ્ગુની પાઠક અને નેહાનો ઝઘડો માત્ર એક ડ્રામા છે! સામે આવ્યો વીડિયો

શું ફાલ્ગુની પાઠક અને નેહાનો ઝઘડો માત્ર એક ડ્રામા છે! સામે આવ્યો વીડિયો

ફાલ્ગુની અને નેહા એકસાથે જોવા મળ્યા

બોલિવૂડ સિંગર નેહા કક્કર અને ફાલ્ગુની પાઠકની વચ્ચે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન હાલમાં જ ઈન્ડિયન આઈડલ 13નો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને સિંગર્સ એક સાથે સ્ટેજ શેર કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં ગરબા ક્વીન ફાલ્ગુનીનું સ્વાગત કરે છે.

વધુ જુઓ ...
    બોલિવૂડ સિંગર નેહા કક્કર અને ફાલ્ગુની પાઠકની વચ્ચે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન હાલમાં જ ઈન્ડિયન આઈડલ 13નો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને સિંગર્સ એક સાથે સ્ટેજ શેર કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં ગરબા ક્વીન ફાલ્ગુનીનું સ્વાગત કરે છે.

    આ પણ વાંચોઃ- નેહા કક્કરના ગીત પર ફાલ્ગુની પાઠકને આવ્યો ગુસ્સો, જાણો શું કોમેન્ટ કરી

    ગરબા નાઈટ વિથ ફાલ્ગુની પાઠક


    સોની ટીવીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ફાલ્ગુની અને નેહા ગરબા રમતા જોવા મળી રહ્યા છે. ચેનલે તેના કેપ્શનમાં લખ્યું, ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર થશે ગરબા નાઈટ ફાલ્ગુની પાઠકની સાથે. એપિસોડના પ્રોમોમાં શોના હોસ્ટ આદિત્ય નારાયણ, જજ હિમેશ રેશમિયા અને નેહા ગરબા રમી રહ્યા છે, જ્યારે ફાલ્ગુની ગીત ગાતી જોવા મળી રહી છે.



    નેહાએ ફાલ્ગુનીનું સ્વાગત કર્યું


    નેહા જણાવે છે કે, ઘણો સારો દિવસ છે આજે થિયેટર રાઉન્ડની શરૂઆતમાં અમે માતા રાનીનું નામ લઈને કરીશું. અમારી વચ્ચે આજે લોકપ્રિય ફાલ્ગુની પાઠક મેમ આવી છે. તેના પછી ફાલ્ગુની પાઠક ગરબા ગીત ગાવા લાગે છે અને તમામ લોકો ડાંડિયા ડાન્સ કરવા લાગે છે. હવે આ વીડિયો પર લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, તેમની સામે નેહા કક્કર કંઈ નથી. બીજા યુઝરે લખ્યું- ગીતને ફેમસ કરવા માટે શું કરે છે આ લોકો.


    એક ગીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે


    નેહા કક્કર અને ફાલ્ગુની પાઠકની વચ્ચે 'મૈંને પાયલ હૈ છનકાઈ' ગીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હકીકતમાં હાલમાં જ નેહાએ 90ના દાયકાના આ ગીતનું રિમિક્સ વર્ઝન ગાયું છે. નેહાનું આ ગીત ફાલ્ગુનીને પસંદ નથી આવ્યું અને ફેન્સ પણ આ સોન્ગને લઈને તેણે ટ્રોલ કરી રહ્યા છે. ફાલ્ગુની પાઠકે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલીક કમેન્ટ શેર કરી હતી, જેમાં નેહાને ટ્રોલ કરવામાં આવી. જણાવી દઈએ કે આ ગીત 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયું હતું. તેમાં તેની સાથે ધનશ્રી વર્મા અને પ્રિયાંક શર્મા છે. ગીતના બોલ જાનીએ લખ્યા છે અને મ્યુઝિક તનિષ્ક બાગચીએ આપ્યું છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Neha kakkar

    विज्ञापन
    विज्ञापन