શું દીપિકા પાદુકોણ પણ છે ગર્ભવતી? તસવીર શેર થતા જ થઇ રહી છે ચર્ચા

શું દીપિકા પાદુકોણ પણ છે ગર્ભવતી? તસવીર શેર થતા જ થઇ રહી છે ચર્ચા
દીપિકા પાદુકોણે શેર કરી ખાસ તસવીર

દીપિકા પાદુકોણે તેના ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે નીચે જોઈને હસતી જોવા મળી રહી છે અને સાથે જ તે શરમાઈ રહી છે. જો કે આ તસવીરના કેપ્શનમાં દીપિકાએ માત્ર ફ્રેબુઆરી જ લખ્યું છે.

 • Share this:
  એનટરટેઇનમેન્ટ ડેસ્ક: દીપિકા પાદુકોણ (Deepika Padukone) એ સોશિયલ મીડિયા પર તેની નવી તસવીર શેર કરી છે. આ તસવીર શેર થતા જસોશિયલ મીડિયા (Social Media) પર છવાઇ ગઇ છે. ખાસ વાત તો એ છે કે, દીપિકાની આ તસવીર શેર કરતાંની સાથે જ એવી વાતો વહેતી થઇ ગઇ છે. કે શું દીપિકા પણ પ્રેગ્નેન્ટ છે, શું તે જલ્દી જ સારા સમાચાર આપી રહી છે. આપને જણાવી દઇએ કે, દીપિકા કે રણવીર બેમાંથી કોઇ ગૂડ ન્યૂઝ અનંગે વાત કરી નથી. પણ આ તસવીરથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં અનુષ્કાથી લઈને કરીના સુધી સેલેબ્સ ગૂડ ન્યૂઝ (Good News) આપી રહ્યા છે. તો ફેન્સને હવે સવાલ થઈ રહ્યો છે કે શું ખરેખર હવે રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા (Deepika Padukone)નો વારો છે?

  દીપિકા પાદુકોણે તેના ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે નીચે જોઈને હસતી જોવા મળી રહી છે અને સાથે જ તે શરમાઈ રહી છે. જો કે આ તસવીરના કેપ્શનમાં દીપિકાએ માત્ર ફ્રેબુઆરી જ લખ્યું છે. તમે પણ જોઈ શકો છો કે દીપિકા તસવીરમાં કઈ રીતે શરમાઈ રહી છે અને નીચે જોઈ રહી છે. હવે દીપિકાની આ તસવીરે ચર્ચા જગાવી છે કે ખરેખર તે પ્રેગ્નેન્ટ છે. ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીરે 6 વર્ષ એકબીજાને ડેટ કરીને પછી 2018માં લગ્ન કર્યા હતા.

  જો કે આ વર્ષે દીપિકાની એક બે નહીં પણ કેટલીય મોટી ફિલ્મો મોટા પડદે રીલિઝ થવા જઈ રહી છે. સાથે જ દીપિકા કેટલાક મોટા પ્રોજેક્ટનો ભાગ પણ બનવા જઈ રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા આ વર્ષે દીપિકા પ્રભાસ (Prabhas) સાથે પણ જોવા મળવાની છે, તો વળી સાથે સાથે ઋતિક રોશન (Hrithik Rishan) સાથે પણ રામાયણમાં જોવા મળવાની છે. એ જ રીતે શાહરૂખ ખાન (Shahrukh Khan) સાથે પઠાન (Pathan)મા પણ જોવા મળે એવી વાતો સામે આવી રહી છે
  Published by:Margi Pandya
  First published:February 01, 2021, 14:16 pm

  ટૉપ ન્યૂઝ