Home /News /entertainment /

શું અનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે? થોડા સમય પહેલા ઈશાન ખટ્ટર સાથે બ્રેકઅપ થયું હતું

શું અનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે? થોડા સમય પહેલા ઈશાન ખટ્ટર સાથે બ્રેકઅપ થયું હતું

ઈશાન ખટ્ટર સાથેના બ્રેકઅપ પછી એક્ટ્રેસ આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટર ઈશાન ખટ્ટર સાથેના બ્રેકઅપ પછી આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. અનન્યાએ પોતાના બાળપણના ક્રશ વિશે પણ ખુલાસો કર્યો અને તે બીજું કોઈ નહીં પરંતુ હૃતિક રોશન છે.

    અનન્યા પાંડે ટૂંક સમયમાં સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની મચ અનેડેટ ફિલ્મ ‘લાઈગર’માં જોવા મળશે. તે અત્યારે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે સિવાય ટૂંક સમયમાં એમેઝોન પ્રાઈમ વીડિયોના ‘ધ સમર આઈ ટર્ન્ડ પ્રિટી’ (The Summer I Turned Pretty)શોને ભારતમાં પ્રમોટ કરતાં જોવા મળશે. હવે એક્ટ્રેસ પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટર ઈશાન ખટ્ટર સાથેના બ્રેકઅપ પછી આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે.

    હાલમાં જ અનન્યાએ પોતાના શો ધ સમર આઈ ટર્ન્ડ પ્રિટી અને પર્સનલ લાઈફ વિશે વાતો કરી. તેણે ઈટાઈમ્સની સાથે વાતચીતમાં ખુલાસો કર્યો કે તે પોતાના આવનાર શો ‘ધ સમર આઈ ટર્ન્ડ પ્રિટી’ને લઈ ઘણી એક્સાઈડેટ છે. તેણે પ્રાઈમ વીડિયોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું ઘણી લકી છું કે મને પ્રાઈમ વીડિયો શોને પ્રમોટ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું.’

    માતાને બધી વાત શેર કરે છે

    વાતચીતમાં એક સવાલનો જવાબ આપતા અનન્યાએ જણાવ્યું કે, હું ભાગ્યશાળી છું કે મારી લાઈફમાં ઘણા લોકો ઈમોશનલ એન્કર છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તે મારી માતા (ભાવના પાંડે) છે, કેમ કે તેમની સાથે દરેક વસ્તુ વિશે વાત કરવી સરળ છે. તે ઘણા કિસ્સામાં શાંત છે અને હંમેશાં યોગ્ય સલાહ આપે છે.

    હૃતિક રોશનની મોટી ફેન છે

    અનન્યાએ પોતાના બાળપણના ક્રશ વિશે પણ ખુલાસો કર્યો અને તે બીજું કોઈ નહીં પરંતુ હૃતિક રોશન છે. તેણે કહ્યું, હું હૃતિક રોશન પ્રત્યે ખૂબ જ પઝેસિવ હતી. મને લાગે છે કે જ્યારે 2 કે 3 વર્ષની હતી ત્યારે ‘કહો ના પ્યાર હૈ’રિલીઝ થઈ હતી. ફિલ્મ જોયા પછી મેં તેમણે બીજી વખત કોઈ જન્મદિવસની પાર્ટીમાં જોયા હતા. ‘હૃતિક...હૃતિક’ કરી ચીસો પાડવા લાગી. મેં તેમની સાથે વાત કરવાનું શરૂ કરી દીધું. પછી મારા માતા-પિતાએ એવી પ્રતિક્રિયા આપી કે ‘તે આપણું બાળક નથી.’ હું હૃતિક રોશનની ઘણી મોટી ફેન છું.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aditya roy kapur, Ananya Pandey, Hrithik roshan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन