પાણી પુરી ખાતો ઈરફાન ખાનનો જૂનો વીડિયો, દીકરા બાબિલે કર્યો શૅર

News18 Gujarati
Updated: May 3, 2020, 3:46 PM IST
પાણી પુરી ખાતો ઈરફાન ખાનનો જૂનો વીડિયો, દીકરા બાબિલે કર્યો શૅર
ઈરફાન ખાન પાણી પુરીનો સ્વાદ માણી રહ્યા હોય તેનો અનસીન વીડિયો પોસ્ટ કરતાં દીકરાએ લખી આ વાત

ઈરફાન ખાન પાણી પુરીનો સ્વાદ માણી રહ્યા હોય તેનો અનસીન વીડિયો પોસ્ટ કરતાં દીકરાએ લખી આ વાત

  • Share this:
મુંબઈઃ ઈરખાન ખાન (Irrfan Khan)ના નિધને બોલિવૂડ (Bollywood) સહિત તેમના પ્રશંસકોને ઘેરા આઘાતમાં મૂકી દીધા છે. આ દુઃખના સમયમાં પણ એક્ટરનો પરિવાર ખૂબ મજબૂતી સાથે ઊભો છે. જ્યાં એક તરફ ઈરફાનની પત્ની સુતપા સિકદર (Sutapa Sikdar) આ મુશ્કેલ સ્થિતિમાં પોતાના બાળકોને સાંત્વના આપી રહી છે તો બીજી તરફ તેમનો દીકરો બાબિલ ખાન (Babil Khan) પણ માતા અને ભાઈને સપોર્ટ કરી રહ્યો છે.

પિતાને યાદ કરતાં બાબિલે કોઈ ઇમોશનલ પોસ્ટ કરવાને બદલે ઈરફાન ખાનનો એક મજેદાર અનસીન વીડિયો શૅર કર્યો છે. તેની સાથે જ બાબિલે કેપ્શનમાં લખ્યું કે, લાંબા સમય સુધી ડાયટ પર રહ્યા બાદ જ્યારે શૂટ ખતમ થાય છે અને તમે પાણી પુરી ખાઈ શકો છો...આ વીડિયોમાં ઈરફાન ખુશ થઈને પાણી પુરી ખાતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram

When you’re on diet for so long and then the shoot ends and you can have pani puri.


A post shared by Babil Khan (@babil.i.k) on

આ પણ વાંચો, કેન્સર પણ હરાવી ન શક્યું, પરંતુ માતાના મોતના આઘાતે લઈ લીધો ઈરફાનનો જીવ!

બાબિલે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર બીજું કંકઈ પણ શૅર કર્યું છે, તેમાં મુંબઈ પોલીસ ઈરફાન ખાનને મીમ દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહી છે. વધુ એક પોસ્ટમાં મહાન લેખક Paulo Coelhoએ ઈરફાનને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું કે, આકાશમાં બીજા સીતારાઓની સાથે એક સિતારો વધુ જોડાઈ ગયો. દરેક ચીજ માટે થેન્ક યૂ ઈરફાન ખાન. તેની સાથે જ તેઓએ ગીતની પંક્તિઓ પણ લખી, જન્મની જેમ મૃત્યુ પણ નિશ્ચિત છે, જેમ કે મૃત્યુ જન્મ માટે, જે અનિવાર્ય છે તેના માટે શોક ન કરો.

ઉલ્લેખનીય છે કે, 29 એપ્રિલે ઈરફાન ખાને મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. તેમને કોલન ઇન્ફેક્શનના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યા હતા. તેની સાથે જ ઈરફાન ખાનની કેન્સરની સારવાર પણ ચાલી રહી હતી.

આ પણ વાંચો, ‘તુમકો યાદ રખેંગે ગુરુ હમ...’ ક્યારેય નહીં ભૂલાય ઈરફાન ખાનના આ ડાયલૉગ્સ
Published by: Mrunal Bhojak
First published: May 3, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading