ઇરફાન ખાનની બીમારી અંગે પત્નીએ લખી ઇમોશનલ પોસ્ટ, 'આ જીવનનું સૌથી લાંબુ વર્ષ હતું'

News18 Gujarati
Updated: April 11, 2019, 4:20 PM IST
ઇરફાન ખાનની બીમારી અંગે પત્નીએ લખી ઇમોશનલ પોસ્ટ, 'આ જીવનનું સૌથી લાંબુ વર્ષ હતું'
ઇરફાનની પત્ની સુતાપાએ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, તેમનાં પતિ અને એક્ટર ઇરફાનની બીમારીનો સમય કેટલો મુશ્કેલ હતો.

ઇરફાનની પત્ની સુતાપાએ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, તેમનાં પતિ અને એક્ટર ઇરફાનની બીમારીનો સમય કેટલો મુશ્કેલ હતો.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ઇફાન ખાનને ગત વર્ષે તે સમયે પગ નીચેથી જમીન ખસી ગઇ જ્યારે તેની બીમારી અંગે તેને અને તેનાં પરિવારને જાણ થઇ. ઇરફાને જાહેર કર્યું કે તેને ન્યૂરો એડોક્રાઇન ટ્યૂમર છે. જે એક પ્રકારનું કેન્સર છે. તેને ગત 16 માર્ચનાં આ વાતે જાણકારી આપી ફેન્સને ટ્વિટ દ્વારા આપી હતી.

તે બાદ ઇરફાન તેનાં ઇલાજ માટે લંડન જતા રહ્યાં. હવે તે થોડા સમય પહેલાં ભારત પરત આવી ગયા છે અને પોતાની આગામી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'ની શૂટિંગ પણ શરૂ કરી દીધી છે. હવે ઇરફાનની પત્ની સુતાપા સિકંદરે ફેસબૂક પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. તેમને આ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, તેમનાં પતિ અને એક્ટર ઇરફાનની બીમારીનો સમય કેટલો મુશ્કેલ હતો.

પોતાનાં ફેસબૂક પોસ્ટમાં સુતાપાએ લખ્યુ છે કે, આ અમારા જીવનનું સૌથી લાંબુ વર્ષ હતું. સમયને ક્યારેય દુ:ખ અને આશાને માપી શકાતી નથી. જ્યાં અમે ધીમે ધીમે અમારા કામ તરફ આગળ વધી રહ્યાં છે ત્યાં મે મિત્રો, સંબંધીઓઅને અજનબીઓની તે પ્રાર્થના, દુઆઓ અને વિશ્વાસમાં ડૂબેલી છે. જેણે અમને જિંદગી જીવવાની એક તક આપી આ અવિશ્વસનીય લાગે છે મને પહેલાં ક્યારેય લોકોની દુઆઓને મારા હાડકાંમાં, શ્વાસમાં, દિલની ધડકનમાં અનુભવી ન હતી. જેમણે મને ફોકસ રહેવા અને આગળ વધતા રહેવામાં મદદ કરી છે.સુતાપાએ વધુમાં લખ્યુ છે કે, સૌનું નામ નથી લઇ શકતી કારણ કે, કારણ કે કેટલાંકનાં નામ છે જે અંગે હું જાણું છું પણ કેટલાંક નામ એવા છે જેમનાં વિશે હું નથી જાણતી. જેમણે દેવદૂતનું કામ કર્યુ છે. હું માફી માંગુ છુ કે દરેકને અલગઅલગ જવાબ નથી આપી શકતી. પણ હું જાણુ છું કે આપ અમારા માટે શું મહત્વ ધરાવોછો. હું એક દિવસથી વધુ નથી જોઇ શકતી અને તે દિવસ આજનો છે.... જ્યાં બધુ જ બરાબર લાગે છે. આજે અમે કામ પર પાછા જઇએ છીએ અને જીવનમાં ડાન્સ અને સંગીત પાછુ ચાલે છે. આપની દુઆઓમાં વિશ્વાસ કરવા માટે શુક્રીયા.આપને જણાવી દઇએ કે, ઇરફાન ખાન ઠીક થઇને કામ પર પરત ફરી ગયો છે અને તેની અપકમિંગ ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નો ફર્સ્ટ લૂક ફેન્સ સાથે શેર પણ કરી લીધો છે. શૂટિંગ રાજસ્તાનનાં ઉદયપુરમાં ચાલી રહી છએ તે ફિલ્મનાં કેટલોક હિસ્સો લંડનમાં શૂટ થવાનો છે. પિલ્મની શૂટિંગ 5 એપ્રિલથી શરૂ થઇ ગઇ છે. જેને હોમી અદજાનિયા ડિરેક્ટ કરે છે અને દિનેશ વિજાન તેનો પ્રોડ્યુસર છે. આ ફિલ્મમાં ઇરફાનની સાથે કરિના કપૂર જોડી જમાવતી નજર આવશે.
First published: April 11, 2019, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading