પત્નીને સતાવી રહ્યું છે ઇરફાનનાં જવાનું દુ:ખ, શેર કરી ભાવૂક પોસ્ટ

ઇરફાન ખાન (Irrfan Khan)ની પત્ની (Wife) સુતાપા સિકદાર (Sutapa Sikdar)એ ફરી તેની ફેસબૂક પોસ્ટ દ્વારા પોતાનું દર્દ જાહેર કર્યુ છે.

ઇરફાન ખાન (Irrfan Khan)ની પત્ની (Wife) સુતાપા સિકદાર (Sutapa Sikdar)એ ફરી તેની ફેસબૂક પોસ્ટ દ્વારા પોતાનું દર્દ જાહેર કર્યુ છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan) આ ફાની દુનિયા ગત મે મહિનામાં છોડી ગયા. અચાનક તેમનાં નિધનથી સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી આઘાતમાં હતી. જોકે સૌ કોઇ ઇરફાનની કેન્સરની બીમારીથી વાકેફ હતાં. હવે તે આ દુનિયામાં નથી રહ્યાં પણ તે તેમનાં શાનદાર અભિનયથી આજે પણ આપણી વચ્ચે જીવંત છે.

  ઇરફાન ખાનનો પરિવાર હજુ પણ તેમનાં ગયાનાં ગમમાંથી બહાર આવ્યો નથી. હાલમાં જ તેમની પત્ની સુતાપા સિકદારે તેમની યાદમાં એક પોસ્ટ શેર કરી છે. જે ઘણી જ વાયરલ થઇ રહી છે.

  આ પોસ્ટમાં એક સુંદર તસવીર છે. આ તસવીરમાં કુદરતી મહેર જોવા મળી રહી છે. સાથે જ એક નાનકડું તળાવ છે જેમાં કમળનાં ફૂલ ખીલેલા નજર આવી રહ્યાં છે. સુતાપાએ આ તસવીર શેર કરતાની સાથે જ એક સુંદર પોસ્ટ લખી છે જેમાં તે ઇરફાનને યાદ કરતાં નજર આવે છે.
  સુતાપાએ તસવીર શેર કરતાંની સાથે લખ્યું છે કે, 'આ કમળનાં ફૂલ તને યાદ છે ઇરફાન. તે કેટલી મુશ્કેલીઓથી તેને એક બોટલમાં ઉગાડ્યાં હતાં. અને પછી તેને ઉછેરવા માટે એક જગ્યા તૈયાર કરી હતી. ' આ કેપ્શન દ્વારા સુતાપાએ જણાવ્યું કે, ઇરફાને કમળનાં ફૂલ ઉછેરવા માટે કેટલી મહેનત કરી હતી અને આ તળાવ પાછળ સુંદર કહાની પણ જણાવી હતી.
  View this post on Instagram

  And the rain comes I hear you Irrfan.. Between that realm and this the rain connects.. I am drenched in your love


  A post shared by Sutapa Sikdar (@sikdarsutapa) on


  આ પહેલાં પણ તેમણે ઇરફાનની યાદમાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓ વરસાદ આવવાની ખુશી સાથે ઇરફાનને યાદ કરી રહ્યાં હતાં.

  આપને યાદ અપાવી દઇએ કે, ઇરફાનને હાઇ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રેઇન નામનું કેન્સર હતું. જેની સારવાર લેવા તે લંડન ગયો હતો. લોકડાઉનનાં સમય ગાળામાં ઇરફાનની માતાનું નિધન થઇ ગયુ હતું જે બાદ ઇરફાનની તબિયત પણ લથડી હતી. અને તે ફરી પોતાની જાતને રિકવર ન કરી શક્યો. આ સાથે જ ઇરફાનનાં જવાથી ઇન્ડસ્ટ્રીએ એક ઉમદા વ્યક્તિની સાથે સાથે એક ખુબજ ઉત્તમ કલાકાર પણ ગુમાવી દીધો.

  આ પણ વાંચો- જ્યારે ક્રિતિએ દુનિયાની સામે કર્યા હતાં સુશાંતનાં વખાણ વાયરલ થયો VIDEO
  Published by:Margi Pandya
  First published: