ઇરફાનની યાદમાં ફરી ખોવાઇ સુતાપા, બોલી- કાશ ફરી એક વખત જતા...

News18 Gujarati
Updated: July 11, 2020, 10:13 AM IST
ઇરફાનની યાદમાં ફરી ખોવાઇ સુતાપા, બોલી- કાશ ફરી એક વખત જતા...
ઇરફાન ખાન (Irrfan Khan)ની પત્ની (Wife) સુતાપા સિકદાર (Sutapa Sikdar)એ તેને ફરી એક વખત પોતાની પોસ્ટ દ્વારા યાદ કર્યો છે.

ઇરફાન ખાન (Irrfan Khan)ની પત્ની (Wife) સુતાપા સિકદાર (Sutapa Sikdar)એ તેને ફરી એક વખત પોતાની પોસ્ટ દ્વારા યાદ કર્યો છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પોતાનાં કોઇ નિકટનાંને ગુમાવવું સાચેમાં ઘણું દુખદ હોય છે. બોલિવૂડ (Bollywood) એક્ટર ઇરફાન (Irrfan Khan)નાં નિધનનાં 2 મહિનાથી વધુ સમય થઇ ગયો છે. ઘણાં સમયથી ઇરફાન ખાને 29 એપ્રિલ 2020નાં આ દુનિયાને અલવિદા કહી દીધી. ઇરફાન ખાન તેની પાછળ તેની પત્ની સુતાપા સિકદર અને બે બાળકોને છોડી ગયા. તેનાં નિધન બાદથી પત્ની સુતાપા સિકદર (Sutapa Sikdar) આ ગમમમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે પણ ઇરફાનની યાદો ઓછી નથી થઇ રહી.. સોશિયલ મીડિયા (Social Media) પર તેઓ ફરી એક વખત ઇરફાનને યાદ કરતાં નજર આવ્યાં છે.

ઇરફાન ખાનની યાદમાં તેની પત્ની સુતાપા સિકદર ઘણી વખત કંઇને કંઇ પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેમણે ઇરફાન સાથે જોડાયેલી કેટલીક યાદો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. જેમાં ઇરફાન બાઇકની નજીક બેસેલો છે. અન્ય એક નદીમાં તીસ્તા નદી છે. અને ત્રીજા ફોટોમાં તે તેનાં દીકરા બાબિલની સાથે નજર આવે છે.

સુતાપાએ આ તસવીરની કેપ્શનમાં લખ્યુ છે, તે પણ એક દિવસ હતો. 'નોર્થ બંગાલ. કાશ હું નદીનાં કિનારે રહેતી.. બાળપણની યાદો... વરસાદનાં સમયમાં જંગલમાંથી આવતી તે હળવી સુગંધ.. તીસ્તા ફક્ત એક નદી નથી એક કહાની છે. ઇરફાન અને બાબિલની સાથે ફિલ્મ 'કરીબ કરીબ સિંગલ' દરમિયાન પહોંચી હતી. કાશ ફરી એક વખત ત્યાં જઇ શકતાં...'

આ પણ વાંચો-ધર્મા પ્રોડક્શનમાં બનેલી સુશાંત-જેક્લિનની એ ફિલ્મ જે રિલીઝ ન થઇ...!

આવું પહેલી વખત નથી કે સુતાપા ઇરફાનને યાદ કરે છે. આ પહેલાં પણ તેઓ ઘણી પોસ્ટ શેર કરીને ઇરફાન સાથેનો સમય યાદ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો-સુશાંતનાં નિધન બાદ કેવી છે અંકિતાની હાલત, મિત્ર આરતીએ જણાવ્યા હાલ

આપને જણાવી દઇએ કે, ઇરફાન હાઇ ગ્રેડ ન્યૂરોએંડોક્રાઇ કેન્સરથી પીડાતો હતો. તે તેમાંથી રિકવર થવાનાં તમામ પ્રયાસો કરતો હતો આ વચ્ચે જ એક દિવસ તેમની તબિયત અચાનક ખરાબ થાય છે અને તેમનાં નિધનનાં સમાચાર આવે છે.
Published by: Margi Pandya
First published: July 11, 2020, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading