બે વર્ષ પહેલા પોતાની બીમારી અંગે જણાવતા ભાવુક થયો હતો ઇરફાન ખાન

ઇરફાન ખાન

બોલિવૂડ સુપર સ્ટાર ઇરફાન ખાનની એક ટ્વિટે આખા દેશને ચિંતામાં મુકી દીધો હતો. તેમણે લખ્યુ હતું કે, મને એક દુર્લભ બીમારી થઇ ગઇ છે.

 • Share this:
  મુંબઇ : બોલિવૂડનાં જાણીતા અભિનેતા ઇરફાન ખાનનું નિધન થયું છે. ઇરફાન ખાન લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા અને તબિયત લથડતા તેમને મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે, 2019માં ઇરફાન ખાન લંડનમાં ઇલાજ કરાવી ભારત પરત ફર્યા હતા. એ પછી એમની સારવાર કોકિલાબેન હૉસ્પિટલના ડૉક્ટરોની દેખરેખમાં ચાલતી હતી. 54 વર્ષના ઇરફાન ખાન ન્યૂરોએંડોક્રાઇન ટ્યૂમરથી પીડિત હતા. તેમણે પોતાની બીમારી અંગે ટ્વિટ પર પોસ્ટ મુકીને ફેન્સને જણાવ્યું હતું.

  બોલિવૂડ સુપર સ્ટાર ઇરફાન ખાનની એક ટ્વિટે આખા દેશને ચિંતામાં મુકી દીધો હતો. તેમણે લખ્યુ હતું કે, મને એક દુર્લભ બીમારી થઇ ગઇ છે. જે બાદ તેમની માટે પ્રાર્થના અને દુઆઓનાં મેસેજ ચાલુ થઇ ગયા હતાં. તો બીજી તરફ તેમને શું બીમારી છે તેનાં વિશે ચર્ચાઓ થવા લાગી હતી.

  ઇરફઆનની ટ્વિટ


  આ દરમિયાન ખુદ ઇરાફાને તેનાં ટ્વિટર પેજ પર જ પોતાની બીમારી વિશે માહિતી આપી હતી. આ માહિતી આપતા પહેલાં તેણે શરૂઆતમાં લેખિકા માર્ગેટ મિશેલનો એક કોટ ટાંક્યો હતો. તેમણે લખ્યુ કે, જરૂરી નથી કે જીવન આપણને તે જ આપે જે આપણે ઇચ્છીએ છીએ કે આશા રાખીયે છીએ. અસંભવિત વસ્તુઓ જ તમને જીવનમાં આગળ વધારે છે. મારા ગત દિવસો આવા જ વીત્યા છે મને હવે માલૂમ થયુ છે કે, મને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર થયુ છે. આ સમયમાંથી પસાર થવું ઘણું અઘરું છે. પણ મારી આસા-પાસ લોકોનો જે પ્રેમ અને સાથ છે તેનાંથી મને આશા છે. મારે તેના ઇલાજ માટે બહાર જવું પડશે. મારું નિવેદન છે કે, મને આપની દુઆઓમાં શામેલ રાખજો. જેવી કે અફવાઓ છે હું જણાવવાં ઇચ્છુ છુ કે, ન્યૂરો એટલ હમેશાં મગજ સાથે સંકળાયેલું નથી હોતું. આપ ગૂગલ દ્વારા તેનાં વિશે વધુ રિસર્ચ કરી શકો છો. જે લોકોને મારી ટ્વિટનો ઇન્તેઝાર હતો, હું તેમનાં માટે આગળ પણ ટ્વિટ કરતો રહીશ.

  આ પણ વાંચો : પત્ની માટે ફરીથી જીવવા માંગતો હતો ઇરફાન ખાન, ઇન્ટરવ્યૂમાં કહી હતી આ વાત

  શું છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર?

  આપને જણાવી દઇએ કે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર એક એવી બીમારી છે જેમાં ન્યૂરોએંડોક્રાઇન સેલ્સ ટ્યૂમરમાં બદલાઇ જાય છે. આ બીમારીનો ઇલાજ શક્ય છે પણ આ લાખોમાંથી એકને થતી બીમારી છે.

  53 વર્ષના ઇરફાન ખાન બોલીવુડની 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં પીકુ, મકબૂલ, હાસિલ અને પાન સિંહ તોમર જેવી ફિલ્મો સામેલ છે જેમાં તેમના કામના ખૂબ જ પ્રસંશા મળી હતી. હિંદી ફિલ્મો સિવાય તેમણે અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. લાઇફ ઑફ પાઇ, જ્યુરૅસિક પાર્ક, સ્લમડૉગ મિલિયનૅયર અને ધ અમેઝિંગ સ્પાઇડરમૅન જેવી લોકપ્રિય અંગ્રેજી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. 2013 માં તેમને પાન સિંહ તોમર માટે રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મ એક એવા ઍથ્લીટના જીવન પર આધારિત હતી જે જીવનમાં આગળ જઈને એક ડાકુ બની જાય છે. તેમને કાન ફિલ્મ ફૅસ્ટિવલમાં વ્યુઅર્સ ચૉઇસ ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, આ ઍવૉર્ડ તેમને લન્ચબૉક્સ ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો. 2013માં લન્ચબૉક્સ ફિલ્મ જ લંડન ફિલ્મ ફૅસ્ટિવલમાં ચૂંટાયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ હતી
  Published by:Kaushal Pancholi
  First published: