Home /News /entertainment /

ઇરફાનને છે લાખોમાંથી એકને થાય તેવી બીમારી, 'ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર'

ઇરફાનને છે લાખોમાંથી એકને થાય તેવી બીમારી, 'ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર'

ઇરફાને ટ્વિટમાં લખ્યુ કે, જરૂરી નથી કે જીવન આપણને તે જ આપે જે આપણે ઇચ્છીએ છીએ કે આશા રાખીયે છીએ.

ઇરફાને ટ્વિટમાં લખ્યુ કે, જરૂરી નથી કે જીવન આપણને તે જ આપે જે આપણે ઇચ્છીએ છીએ કે આશા રાખીયે છીએ.

    મુંબઇ: બોલિવૂડ સુપર સ્ટાર ઇરફાન ખાનની એક ટ્વિટે આખા દેશને ચિંતામાં મુકી દીધો હતો. તેમણે લખ્યુ હતું કે મને એક દુર્લભ બીમારી થઇ ગઇ છે.  જે બાદ તેમની માટે પ્રાર્થના અને દુઆઓનાં મેસેજ ચાલુ થઇ ગયા હતાં. તો બીજી તરફ તેમને શું બીમારી છે તેનાં વિશે ચર્ચાઓ થવા લાગી હતી.

    આ દરમિયાન ખુદ ઇરાફાને તેનાં ટ્વિટર પેજ પર જ પોતાની બીમારી વિશે માહિતી આપી છે. આ માહિતી આપતા પહેલાં તેણે શરૂઆથમાં લેખિકા માર્ગેટ મિશેલનો એક કોટ ટાંક્યો છે. તેમણે લખ્યુ છે કે, જરૂરી નથી કે જીવન આપણને તે જ આપે જે આપણે ઇચ્છીએ છીએ કે આશા રાખીયે છીએ. અસંભવિત
    વસ્તુઓ જ તમને જીવનમાં આગળ વધારે છે.

    મારા ગત દિવસો આવા જ વિત્યા છે મને હવે માલૂમ થયુ છે કે, મને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર થયુ છે. આ સમયમાંથી પસાર થવું ઘણું અઘરું છે. પણ મારી આસા-પાસ લોકોનો જે પ્રેમ અને સાથ છે તેનાંથી મને આશા છે. મારે તેનાં ઇલાજ માટે બહાર જવું પડશે. મારું નિવેદન છે કે, મને આપની દુઆઓમાં શામેલ રાખજો. જેવી કે અફવાઓ છે હું જણાવવાં ઇચ્છુ છુ કે, ન્યૂરો એટલ હમેશાં મગજ સાથે શંક્ળાયેલો નથી હોત. આપ ગૂગલ દ્વારા તેનાં વિશે વધુ રિસર્ચ કરી શકો છો. જે લોકોને મારી ટ્વિટનો ઇન્તેઝાર હતો, હું તેમનાં માટે આગળ પણ ટ્વિટ કરતો રહીશ.



    શું છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર?
    આપને જણાવી દઇએ કે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર એક એવી બીમારી છે જેમાં ન્યૂરોએંડોક્રાઇન સેલ્સ ટ્યૂમરમાં બદલાઇ જાય છે.  આ બીમારીનો ઇલાજ શક્ય છે પણ આ લાખોમાંથી એકને થતી બીમારી છે.

    ઇલાજ માટે વિદેશ જશે ઇરફાન

    ઇરફાન ખાનને હાલમાં આ બીમારીનાં  ઇલાજ માટે વિદેશ લઇ જવામાં આવશે. આશા છે કે તે સ્વસ્થ થઇને ઝડપથી પરત ફરી જશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Irrfan khan

    આગામી સમાચાર