Home /News /entertainment /ઇરફાન ખાનનાં જન્મદિવસ પર દીકરા બાબિલે તેને યાદ કર્યો, શેર કર્યો થ્રોબેક VIDEO
ઇરફાન ખાનનાં જન્મદિવસ પર દીકરા બાબિલે તેને યાદ કર્યો, શેર કર્યો થ્રોબેક VIDEO
દીકરા બાબીલે શેર કરેલી ઇરફાન ખાન સાથેની તસવીર
Happy Birthday Irrfan Khan: આજે ઇરફાન ખાન (Irrfan Khan)નો જન્મ દિવસ (Birthday) છે આ સમેય તેનાં દીકરા બાબિલ (Babil) એ ઇરફાન ખાન સાથે જોડાયેલો એખ વીડિયો પોસ્ટ કરી તેમને યાદ કર્યા છે. બાબિલે નવાં વર્ષનાં પહેલાં દિવસે પણ પિતા ઇરફાન કાનને યાદ કરતાં બે ફોટો પોસ્ટ કરી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan) ભલે જ આ દુનિયામાં નથી રહ્યાં પણ તેમનાં ચાહનારાઓના મનમાં તો તેઓ સદાય માટે જીવે છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં ઇરફાને આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેમનાં નિધન બાદથી તેમનો દીકરો બાબિલ (Babil) તેમની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતો રહે છે. આજે ઇરફાન ખાનનો જન્મ દિવસ છે. આ મસેય બાબિલે ઇરફાન ખાન સાથે જોડાયેલો એ ક વીડિયો પોસ્ટ કર્યો છે. અને તમને યાદ કર્યા છે.
વીડિયોમાં ઇરફાન ખાન મોબાઇલથી એક વીડિયો બનાવતા નજર આવી રહ્યાં ચે જેમાં તે તેમનાં દીકરા બાબિલને બોલાવે છે. વીડિયોમાં ઇરફાનની પત્ની સુતાપા સિકદર અને ઇરફાનનો બીજો દીકરો અયાન પણ નજર આવી રહ્યો છે.
બાબિલે આ વીડિયોની સાથે એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે તેણે લખ્યું છે કે, 'તમે ક્યારેય લગ્નની તીથિ અને જન્મ દિવસમાં માન્યું નથી. બની શકે કે મને એટલે જ કોઇનાં જન્મદિવસ યાદ નથી રહેતાં. કારણ કે આપે ક્યારેય મને જન્મ દિવસ યાદ નથી રાખતાં. અને ના મને મારો જન્મદિવસ યાદ રાખવા માટે પ્રેરિત કર્યો. બહારની દુનિયા માટે તે અજીબ હતું. તે આપણાં માટે સામાન્ય હતું. કારણ કે આપણે દરરોજ જશ્ન મનાવીએ છીએ. મા હમેશાં આપણને બંનેને કોઇ પર્વનાં દિવસે યાદ અપાવતી હતી. પણ આ વખતે હું પ્રયાસ કરવા છતાં આપનો જન્મ દિવસ ન ભૂલાવી શક્યો. આઝે આફનો જન્મદિવસ છે બાબા.'
બાબિલે નવાં વર્ષનાં પહેલાં દિવસે પણ પિતા ઇરફાન ખાનને યાદ કરતાં બે ફોટોઝ પોસ્ટ કરી હતી. તેણે આ ફોટોની સાથે લખ્યુ હતું કે, 'નવાં વર્ષ તરફ આપનાં ગવર, પણ આપનાં પ્રેમની સાથે. જનતાને નવાં વર્ષની શુભકામનાઓ'
છેલ્લે ઇરફાન ખાન અંગ્રેજી મીડિયમ ફિલ્મમાં નજર આવ્યાં હતાં. ફિલ્મમાં રાધિકા મદન, કરીના કપૂર ખાન અને દીપક ડોબ્રિયાલ મુખ્ય ભૂમિકામાં હતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર