ઇરફાન ખાનનો એવોર્ડ લેવાં પહોંચેલો બાબિલ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો, ભાવૂક રાજકુમાર રાવે લગાવ્યો ગળે અને...

અને બાબિલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો

દિવંગત એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan)ને ફિલ્મફેરમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જે લેવાં તેમનાં દીકરા બાબિલ ખાન પહોચ્યો હતો. શોનો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઇરફાન ખાનનો દીકરો બાબિલ ખાન (Babil Khan) ધ્રુસ્કે ધ્રુસ્કે રડતો નજર આવે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan) આ દુનિયાને અલવિદા કહે આશરે ક વર્ષ થઇ ગયો છે. 29 એપ્રિલ 2020નાં (Irrfan Khan Death Anniversary)નાં તેમનું નિધન થયુ હતું. જે બાદ ન ફક્ત દેશમાં પણ વિદેશમાં પણ તેમનાં ફેન્સમાં શોકની લહેર દોડી ગઇ હતી. કારણ કે, એક એક્ટર તરીકે ઇરફાન ખાનને ન ફક્ત બોલિવૂડમાં પણ હોલિવૂડમાં પણ એટલું જ નામ સન્માન મળ્યું ચે. આજે પણ ઇરફાન ખાન તેમની શાનદાર એક્ટિંગ માટે યાદ કરવામાં આવે છે. આ જ કડીમાં ફિલ્મફેર તરફથી ઇરફાન ખાનને ટ્રિબ્યૂટ આપવામાં આવ્યું છે.

  દિવંગત એક્ટર ઇરફાન ખાનને ફિલ્મ ફેરમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જે લેવા માટે તેનો દીકરો બાબિલ ખાન પહોંચ્યો હતો. શોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વયારલ થઇ રહેલાં આ વીડિયોમાં બાબિલ ખાન ધ્રુસકે ધ્રુસકે રડતો નજર આવે છે. જ્યારે ઇરફાન ખાનને ટ્રિબ્યૂટ આપવામાં આવી રહ્યું હતું ત્યારે તેનાં અબ્બા માટે ખાસ શબ્દો સાંભળ્યા બાદ બાબિલ ઘણો જ ઇમોશનલ થઇ ગયો હતો.

  ફક્ત બાબિલ જ નહીં પણ એવોર્ડ શોમાં હાજર મોટાભાગનાં લોકો ઇમોશનલ થઇ ગયા હતાં. રાજકુમાર રાવ જે સ્ટેજ પર હતો તેણે એખ્ટરને યાદ કરતાં ભાવૂક થયો હતો એવામાં જ્યારે બાબિલ પિતાને મળેલો એવોર્ડ લેવાં સ્ટેજ પર ગળે પહોંચે છે તો રાજકુમાર રાવ તેને પ્રેમથી ગળે લગાડે છે અને હિંમત આપે છે.
  View this post on Instagram


  A post shared by ColorsTV (@colorstv)


  બાબિલ અને રાજકુમાર રાવનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં બાબિલ તેનાં દિવંગત પિતાની યાદમાં આંસૂ વહાવતો નજર આવી રહ્યો છે. તો શોમાં હાજર અન્ય સેલિબ્રિટીઝ પણ ભાવૂક નજર આવે છે. એવામાં આ પહેલાં પણ બાબિલ ઘણાં અવસરે પિતાને યાદ કરી ઇમોશનલ થતો નજર આવ્યો છે.
  Published by:Margi Pandya
  First published: