Home /News /entertainment /ઇરફાન ખાન આખરે કેમ વ્હીલચેર પર આવી ગયો? સામે આવી તસવીરો

ઇરફાન ખાન આખરે કેમ વ્હીલચેર પર આવી ગયો? સામે આવી તસવીરો

એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan)ની આ હાલત જોઇ ફેન્સ ચોકી ગયા છે

એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan)ની આ હાલત જોઇ ફેન્સ ચોકી ગયા છે

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan) જે ગત થોડા દિવસોથી તેમની ખરાબ તબિયતને કારણે ચર્ચામાં હતાં હવે ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. ઇરફાન ખાનની હાલમાં જ કેટલીક તસવીરો વયારલ થઇ છે જે  જોઇને તેનાં ફેન્સ ચિંતામાં છે. ઇરફાન ખાન વર્ષની શરૂઆતમાં કેન્સરનો ઇલાજ કરાવી ભારત પરત આવી ગયો હતો તેણે તેની અપકમિંગ ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નું શૂટિંગ પણ શરૂ કરી દીધુ હતું. તો હવે ઇરફાન ખાનની ફરી એક વખત  ખરાબ હાલત જોઇને લોકો ચોકી ગયા હતાં.

    હાલમાં જ ઇરફાન મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો આ સમયે તે વ્હીલ ચેર પર હતો. તેણે બ્લેક જેકેટ અને બ્લૂ જિન્સ પહેર્યુ હતું અને એક કપડાંથી તેનો ચહેરો છુપાવેલો હતો. તેને કેપથી તેનું માથુ પણ ઢાકેલું હતું. ઇરાફનની આ તસવીર સામે આવતા જ તેનાં ફેન્સમાં ચિંતિંત થઇ ગયા છે. તો સાથે જ તેઓ કન્ફ્યૂઝ્ડ છે.

    કોઇ સમજી નથી શકી રહ્યું કે, ઇરફાનને ફરી શું થયુ છે, કેમ તે આ રીતે એરપોર્ટ પર નજર આવ્યો. ન તેણે મીડિયા સાથે વાત કરી ન તો એરપોર્ટ પર રોકાયો અને મોઢુ છુપાવીને તુરંત જ નીકળી ગયો.



    ઇરફાન ખાનની તસવીરો થઇ વાયરલ- કહેવાય છે કે, તે લંડન તેની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'ની શૂટિંગ માટે જઇ જ રહ્યો હતો સાથે જ તે તેની ગંભીર બીમારીનું ઇલાજ પણ કરાવી રહ્યો હતો. ઇરફાન ઇલાજ કરાવીને સીધો જ મુંબઇ આવી ગયો જેમ તે એરપોર્ટ પર પહોચ્યો તેણે ચહેરો ઢાંકી લીધો હતો જોકેત તેમ છતાં મીડિયાએ તેને ઓળખી લીધો હતો.



    ફેન્સને થઇ ચિંતા- ઇરફાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ તેનાં ચાહકો ચિંતિત થઇ ગયા છે. સૌ કોઇ એવી પ્રાર્થના કરી રહ્યું છે કે, તે જલદી જ સંપૂર્ણ સ્વસ્થ થઇ જાય. અને તેમની બીમારીને માત આપી દે. 52 વર્ષિય ઇરફાન ખાન ન્યૂરો ઇડોક્રાઇન ટ્યૂમર નામની બીમારી થઇ હતી. જેનો ઇલાજ તે અમેરિકામાં કરાવતા હતાં. થોડો સમય તેનો ઇલાજ મુંબઇમાં ચાલ્યો. ઇરફાન ખાને તેની હાલત અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. તે સતત ઇમોશનલ પોસ્ટ શેર કરતો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Irrfan khan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन