દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાન હાલમાં લંડનમાં પોતાની એક અજીબ પ્રકારની બિમારીની સારવાર કરાવી રહ્યાં છે. આ બિમારીનું નામ 'ન્યૂરો ઈન્ડોક્રાઈન ટ્યુમર' છે. હવે તેઓ આગળના નિર્ણય પોતાની આ બિમારેન જોઈને જ લઈ રહ્યાં છે.
એવા સમાચાર મળી રહ્યાં છે કે, ઈરફાને એઆઈબીની વેબ-સિરીઝ ગોરમિન્ટને છોડી દીધી છે. આ સિરીઝને એમેઝોન પ્રાઈમ બેનર હેઠળ બનાવવામાં આવી રહી હતી. ઈરફાન આને લઈને ઘણો ઉત્સાહીત હતો. તેમને વેબ સિરીઝ છોડવાની જાણકારી ફેસબુક પર એક નોટ લખીને આપી છે.
જણાવી દઈએ કે, ઈરફાનનો છઠ્ઠો અને અંતિમ કિમો કરવામાં આવ્યો. આનાથી પહેલા તેમના 5 કિમો કરવામાં આવ્યા છે. આ કારણે ઈરફાન હાલમાં કમજોર થઈ ગયો છે. સમાચાર તે પણ છે કે, પાંચમા કિમો પછી ઈરફાનનું શરીરમાં તાકાત રહી જ નથી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ખતરનાક બિમારીનો ખુલાસો પણ ઈરફાને એક ટ્વિટ કરીને કર્યો હતો. ઈરફાને ટ્વિટ કરીને લખ્યું હતું, જીવનમાં અચાનક એવું થઈ જાય છે જે તમને આગળ લઈને જાય છે.
ઈરફાને કહ્યું હતું, એવામાં તમે ચિંતન કરવાનું છોડી દો છો. પ્લાનિંગ કરવાનું બંધ કરી દો છો. તમે જીવનના બીજા પાસાઓ પર ધ્યાન આપવા લાગો છો. મને જીવને ઘણું બધુ આપ્યું છે. આ બધા માટે મારા પાસે એક જ શબ્દ છે.. શુક્રિયા.. મને જીવન પાસેથી કોઈ જ ઈચ્છા નથી, મારે હવે કોઈ જ પ્રાર્થના કરવી નથી.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર