'હું અંદરથી ખૂબ ઈમોશનલ છું પરંતુ બહારથી ખુશ છું', અંતિમ ટ્વીટમાં શું કહેવા માંગતા હતા ઈરફાન

ઈરફાન ખાન

ઈરફાનની અંતિમ ફિલ્મ અંગ્રેજી મીડિયમ સિનેમા ઘરોમાં 13 માર્ચે રીલિઝ થઈ હતી. આ ફિલ્મથી તેમણે કેન્સરને માત આપી બોલિવુડમાં વાપસી કરી હતી.

 • Share this:
  મુંબઈ : હિન્દી સિનેમાના મકબૂલ એટલે કે, ઈરફાન ખાન (Irrfan Khan) હવે આપણા વચ્ચે નથી રહ્યા. તેમના અચાનક આ રીતે જતા રહેવાથી બોલિવુડ ઈન્ડસ્ટ્રી અને ફેન્સ આઘાતમાં છે.

  ઈરફાનને અંતિમ વખત ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવામાં આવ્યા હતા, જેમાં તેમની સાથે રાધિકા મદાન અને કરિના કપૂર હતી. જોકે, લોકડાઉનના કારણે આ ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી ન શકી. ઈરફાને પોતાના નિધનના લગભગ એક મહિના પહેલા અંતિમ ટ્વીટ કર્યું હતું, જે આ ફિલ્મને લઈને જ હતું.

  ફિલ્મ Angrezi Mediumમાં પોતાના કિરદારનો એક ફોટો શેર કરતા ઈરફાને લખ્યું હતું, 'હું અંદરથી ખુબ ઈમોર્શનલ છું પરંતુ બહારથી ખુશ છું'. તેમણે ટ્વીટમાં લખ્યું, 'મિસ્ટર ચંપકકી મન સ્થિતિ અંદરથી પ્યાર કરે છે, જેનાથી એ સુનિશ્ચિત થઈ જાય છે કે, એ બહાર પણ એવો જ છે' ઈરફાનનું આ અંતિમ ટ્વીટ 12 એપ્રિલ 2020નું છે.

  ઈરફાનની અંતિમ ફિલ્મ અંગ્રેજી મીડિયમ સિનેમા ઘરોમાં 13 માર્ચે રીલિઝ થઈ હતી. આ ફિલ્મથી તેમણે કેન્સરને માત આપી બોલિવુડમાં વાપસી કરી હતી. પરંતુ, લોકડાઉનના કારણે આ ફિલ્મ સિનેમા ઘરોમાં ચાલી ન શકી. ઈરફાનને આ મામલે અફસોસ વ્યક્ત કર્યો હતો.  ઈરફાન ખાન 2018થી ન્યૂરો ઈન્ડોક્રાઈન ટ્યૂમર નામની બિમારી સામે લડી રહ્યા હતા. આ એક રેર પ્રકારની બિમારી છે, જે શરીરના કેટલાએ અંગો પર ગંભીર અર કરે છે.

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઈરફાન ખાનના નિધન પર ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ લખ્યું કે ઈરફાન ખાનના નિધનથી સિનેમા અને થિયેટર જગતને મોટી ખોટ પડી છે. અલગ-અલગ માધ્યમોમાં તેમના શાનદાર કામ માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર, મિત્રો અને ફેન્સને તે સાંત્વના આપે છે. ભગવાન તેમની આત્માને શાંતી આપે.
  Published by:kiran mehta
  First published: