પત્ની માટે ફરીથી જીવવા માંગતો હતો ઇરફાન ખાન, ઇન્ટરવ્યૂમાં કહી હતી આ વાત

ઇરફાને એક ઇન્ટરવ્યૂ આપ્યો, જેમાં તેમણે બીમારી અને અંગત જીવન અંગે ઘણી વાતો કહી હતી.

ઇરફાને એક ઇન્ટરવ્યૂ આપ્યો, જેમાં તેમણે બીમારી અને અંગત જીવન અંગે ઘણી વાતો કહી હતી.

  • Share this:
    મુંબઈ : બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી લોકોનાં દિલમાં રાજ કરનારા ઇરફાન ખાનનું (Irfan Khan) નિધન થઇ ગયું છે. ઇરફાન ખાન હાઇ ગ્રેડ ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરની (Neuroendocrine cancer) બીમારી સામે લડી રહ્યાં હતા. ઇરફાન ન્યૂયોર્કમાં ઘણાં સમયથી સારવાર લઇ રહ્યાં હતાં. ઇરફાનની તબિયત અચાનક જ ખરાબ થઇ ગઇ હતી. જેથી તેમને મુંબઇની કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બુધવારે 29 એપ્રિલનાં રોજ તેમના નિધનની ખબર સામે આવી. ઇરફાને એક ઇન્ટરવ્યૂ આપ્યો, જેમાં તેમણે બીમારી અને અંગત જીવન અંગે ઘણી વાતો કહી. તેમણે કહ્યું હતું કે, મારે મારી પત્ની માટે હજુ જીવવું છે.

    એક્ટરે કહ્યું કે, આ સમયને હું પોતાના અંગત માણસો માટે જીવ્યો. આ દરમિયાન મેં મારા બાળકો સાથે ઘણો જ સમય વિતાવ્યો. તેમને મોટા થતા જોયો. ટીનેજ માટે આ સમય ઘણો જ મહત્વનો હોય છે. ઇરફાને પોતાની પત્ની સુતાપા સિકદર અંગે જણાવતા કહ્યું કે, સુતાપા માટે શું કહું? તે મારે માટે સાતેય દિવસ 24 કલાક પડખે ઉભી રહે છે. મારી ઘણી જ સંભાળ લીધી. ઇરફાને કહ્યું કે, હું અત્યાર સુધી છું તેની પાછળ મોટું કારણ તે છે. જો મને જીવવાની તક મળશે તો હું તેના માટે ફરીથી જીવવા ઇચ્છીશ.

    આ પણ વાંચો  : કેન્સર પણ હરાવી ન શક્યું, પરંતુ માતાના મોતના આઘાતે લઈ લીધો ઈરફાનનો જીવ!

    તેમની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમ છે. ઇરફાન ખાનને ન્યુરોએન્ડોક્રાઇન કેન્સર નામની મગજની ગંભીર બીમારીના સમાચારથી આખુ બોલીવુડ અવાચક બની ગયું હતું. લંચબોક્સ, બ્લેકમેલ, જુરાસીક પાર્ક,પાનસિંહ તોમર,પીકુ, મકબૂલ અને હિન્દી મિડિયમ જેવી મજેદાર ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવનારા ઇરફાન ખાને 2018માં પોતાની આ ગંભીર બીમારી વિશે આખા દેશને જાણ કરી હતી. ઇરફાને તેના કેન્સર અંગે એક ફિલોસોફરની અદાથી એમ પણ કહ્યું હતું કે, હું ભરપૂર અનિશ્ચિતતાના મહાસાગરમાં તરતો હોઉં તેવો અનુભવ થઇ રહ્યો છે. હું એમ માનું છું કે અનિશ્ચિતતા એ એક માત્ર નિશ્ચિતતા છે. મારા જીવનનું ભલે જે કોઇ પરિણામ આવે પણ હું જિંદગીના શરણે થઇ ગયો છું એટલું ચોક્કસ.

    આ પણ જુઓ- 
    Published by:Kaushal Pancholi
    First published: