અલવિદા : વર્સોવાના કબ્રસ્તાનમાં ઇરફાન ખાન સુપુર્દ-એ-ખાક, મુંબઈમાં થયું નિધન

ઇરફાન ખાનના નિધન પછી સમગ્ર બોલિવૂડ શોકગ્રસ્ત થયું છે. ઇરફાનના ફેન્સ પણ આ સમાચારથી ખુબ જ દુખી થયા છે. અનેક લોકો સોશિયલ મીડિયા પર પણ તેને શ્રદ્ધાજંલિ અર્પી રહ્યા છે.

બોલીવૂડ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)નું બુધવારે મુંબઈમાં નિધન થયું

 • Share this:
  મુંબઈ : બોલીવૂડ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)નું બુધવારે મુંબઈમાં નિધન થયું છે. મંગળવારે પેટના સંક્રમણ પછી 53 વર્ષીય અભિનેતાને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં (kokilaben dhirubhai ambani hospital)દાખલ કરવામાં આવ્યા હતા. ઇરફાન 2018થી કેન્સરની બીમારથી ઝઝુમી રહ્યો હતો. જાણકારી પ્રમાણે ડોક્ટરોની તપાસ પછી તેના પાર્થિવ શરીરને હોસ્પિટલથી સીધા વર્સોવાના કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

  ઇરફાનના નિધન પછી બોલીવૂડના લગભગ બધા સ્ટાર્સ શોકમાં છે અને પોતાનું દુખ સોશિયલ મીડિયા દ્વારા બધાની સામે રાખી રહ્યા છે. ઇરફાનના નિધનની ખબર સૌ પહેલા નિર્દેશક શુજીત સરકારે પોતાના ટ્વિટર દ્વારા આપી હતી. શુજીત સાથે ઇરફાન અને અમિતાભ બચ્ચને ફિલ્મ ‘પીકુ’માં કામ કર્યું હતું.  આ પણ વાંચો - પિતાએ કરી હોત મદદ તો ટીમ ઇન્ડિયામાં સચિન સાથે રમ્યો હોત ઇરફાન ખાન!

  થોડા દિવસો પહેલા જ ઇરફાન ખાનની 95 વર્ષીય માતા સઇદા બેગમનું નિધન થયું હતું. લૉકડાઉન (Lockdown)ને પગલે ઇરફાન માતાની અંતિમ યાત્રામાં સામેલ થઈ શક્યો ન હતો. ઇરફાન ખાનની માતા સઈદા બેગમ ઘણા લાંબા સમયથી બીમાર હતા. પરિવારના લોકોએ અંતિમ વિદાય આપીને જયપુરમાં તેમને સુપર્દ-એ-ખાક કર્યા હતા. જોકે, આનાથી દુઃખદ વાત એ હતી કે લૉકડાઉનને પગલે ઇરફાન ખાન પોતાની માતાની અંતિમયાત્રામાં સામેલ થઈ શક્યો ન હતો. ઇરફાને વીડિયો કૉન્ફરન્સિંગથી માતાના અંતિમ દર્શન કર્યા હતા. માતાના નિધન બાદથી ઇરફાનની તબિયત ખરાબ થવા લાગી હતી.

  આ બીમારીથી ઝઝુમી રહ્યો હતો ઇરફાન
  કેન્સર પછી ઇરફાન ખાન રૂટિન તપાસ માટે પણ કોકિલાબેન હૉસ્પિટલમાં જતો હતો. ઇરફાન ખાન હાઇ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રોઇન કેન્સરની બીમારીથી પીડિત હતો. વર્ષ 2017માં જૂન મહિનામાં તેને પોતાની બીમારીની ખબર પડી હતી. જે બાદમાં કામને વચ્ચે છોડીને જ ઇરફાન સારવાર માટે વિદેશ ગયો હતો. ઇરફાન ખાને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની બીમારી વિશે માહિતી આપી હતી. વિદેશમાં સારવાર દરમિયાન ઇરફાન ખાન સમયાંતરે પોતાની તબિયત અંગે સોશિયલ મીડિયાના મારફતે માહિતી શેર કરતો રહેતો હતો.
  Published by:Ashish Goyal
  First published: