Irrfan ખાનના મોતના સમાચારથી બૉલિવૂડ ચોધાર આંસુએ રડ્યું, અમિતાભથી લઈ પ્રિયંકા ચોપડાએ આપી શ્રદ્ધાંજલિ

ઇરફાન ખાન કેન્સર સામે જીતી ગયો હતો પરંતુ જિંદગી સામે જંગ હારી ગયો

ઇરફાન ખાનની માતાનું શનિવારે અવસાન થયું અને મંગળવારે તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ શ્રદ્ધાંજલિઓ વાંચીને તમે પણ ભાવુક થશો!

  • Share this:
    મુંબઈ : બૉલિવૂડના અભિનેતા ઇરફાન ખાન (Irrfan khan)નું 53 વર્ષની ઉંમરે અવસાન થયું છે. શનિવારે તેની માતાનું મોત થયા બાદ શોકગ્રસ્ત થયેલા ઇરફાનની તબિયત લથડી હતી અને મંગળવારે તેને મુબંઈની એક હૉસ્પિટલમાં (ICU)માં ભરતી કરવામાં આવ્યો હતો. ઇરફાન ખાને બુધવારે બપોરે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અબાણી હૉસ્પિટલ (Kokilaben Dhirubhai Ambani) હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઇરફાનના મોતના સમાચાર સાંભળી બૉલિવૂડ ચોધાર આંસુએ રડી રહ્યું છે. અમિતાબ બચ્ચનથી લઈને પ્રિયંકા ચોપડા સુધીના કલાકારોએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી.

    ઇરફાન ખાનના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ અમિતાભ બચ્ચન, અજય દેવગણ, શબાના આઝમી, આર માધવન, સોનમ કપૂર, શુજિત સરકાર, મિની માથુર, નિલેશ મિશ્રા, ક્રિકેટર હેમાંગ બદાની, ભૂમિ પેડનેકર, પરિણીતી ચોપડા, સંજય સુરી અને અન્ય ઘણા લોકો અભિનેતાના નિધન પર સોશિયલ મીડિયાએ શોક વ્યક્ત કર્યો છે.

    આ પણ વાંચો :  ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનનું મુંબઈ ખાતે નિધન, કેન્સરથી પીડિત હતો







    દિગ્દર્શક શૂજિત સરકારે ઇરફાન ખાનના મોતની જાણ કરી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું- મારો પ્રિય મિત્ર ઇરફાન. તમે લડ્યા અને લડ્યા અને લડ્યા મને હંમેશાં તમારા પર ગર્વ રહેશે. અમે ફરી મળીશું. સુતાપા અને બાબિલ પ્રત્યેની મારી સંવેદના. તમે પણ લડ્યા હતા. સુતાપાએ આ લડતમાં તમે જે આપી શકો તે બધું આપ્યું. ઓમ શાંતિ. ઇરફાન ખાનને સલામ.







    આ પણ વાંચો :   કેન્સર પણ હરાવી ન શક્યું, પરંતુ માતાના મોતના આઘાતે લઈ લીધો ઈરફાનનો જીવ!

    ઇરફાન ઉચ્ચ ગ્રેડના ન્યુરોએંડ્રોક્રાઇન કેન્સર સામે લડી રહ્યો હતો. તે તેનાથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન તેની માતાના મૃત્યુના સમાચાર આવ્યા અને તુરંત જ ઇરફાનની હાલત વધુ બગડવાની ચર્ચાઓ શરૂ થઈ. ઇરફાનના રૂપમાં, ફિલ્મઉદ્યોગે એક મહાન વ્યક્તિ અને ખૂબ પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યા છે. આ સમાચારોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને તેમના ચાહકો દરેકને હચમચાવી રહ્યા છે.
    Published by:Jay Mishra
    First published: