SSR Case: IPS વિનય તિવારીએ કહ્યું, હું ક્વૉરન્ટીન ન હતો, સુશાંત કેસની તપાસ ક્વૉરન્ટીન હતી

News18 Gujarati
Updated: August 7, 2020, 6:37 PM IST
SSR Case: IPS વિનય તિવારીએ કહ્યું, હું ક્વૉરન્ટીન ન હતો, સુશાંત કેસની તપાસ ક્વૉરન્ટીન હતી
સુશાંત કેસની તપાસ માટે બિહારથી આવેલા IPS વિનય તિવારી

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ માટે બિહારથી મુંબઇ આવેલાં IPS ઓફિસર વિનય તિવારી જેમને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવેલાં તેઓને હવે BMC દ્વારા મેસેજ કરીને જણાવવામાં આવ્યું હતું કે, તેમનો કોરન્ટાઇન પિરિયડ મુક્ત થાય છે અને તેઓ હવે મુક્ત છે. કોરન્ટાઇન મુક્ત થતા IPS વિનય તિવારી પટના જવા રવાના થયા હતાં ત્યારે મુંબઇ છોડતા પહેલાં મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં બિહાર પોલીસે સારામાં સારી તપાસ કરી છે અને તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપી પણ દીધો છે. ક્વૉરન્ટીન થવા અંગેનાં સવાલ પર તેમણે કહ્યું હતું કે, હું કહીશ કે આ સમયમાં હું ક્વૉરન્ટીન ન હતો પણ સુશાંત સિંહ રાજપૂતની તપાસ ક્વૉરન્ટીન હતી. જોકે બિહાર પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તે કાબિલ એ તારીફ છે.

જ્યારે મીડિયા તેમની સાથે મુંબઇ પોલીસ અને BMC દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂક વિશે સવાલ કર્યો તો તેમણે આ વિશે કોઇ જ ખરાબ જવાબ નહોતો આપ્યો ફક્ત એટલું જ કહ્યું હતું કે, હું મારી સાથે સારી યાદો લઇને જઇ રહ્યો છું.



આપને જણાવી દઇએ કે, BMC દ્વારા બિહારનાં IPS ઓફિસર વિનય તિવારીને સુશાંત કેસમાં આગળ વધવાની પરવાનગી આપી દેવામાં આવે છે. આ પહેલાં તેમને હોમ ક્વોરન્ટિન કરવામાં આવ્યાં હતાં. તેઓને તે શરત સાથે ક્વૉરન્ટીનમાંથી મુક્તિ આપવામાં આવી છે કે, તેઓ મુંબઇ આવ્યાનાં સાત દિવસની અંદર જ શહેર છોડી દેશે. કારણ કે ઓછા સમય માટે શહેરમાં આવનાર વ્યક્તિઓ માટે ક્વૉરન્ટીન રહેવું ફરજિયાત નથી. એટલે કે IPS વિનય તિવારી જે 1 ઓગષ્ટનાં મુંબઇ આવ્યા હતાં તેઓ 8 ઓગસ્ટ સુધી જ મુંબઇમાં રોકાઇ જશે.




આપને જણાવી દઇએ કે, ગત રોજ જ બિહારનાં DGP દ્વારા મુંબઇ પોલીસ અને BMCની કામગીરીનો ઉધડો લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, BMC દ્વારા IPS વિનય તિવારીને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યાં છે. અને તેઓ જે પ્લેનમાં સફર કરતા હતાં તેમાંથી માત્ર તેમને જ BMC દ્વારા હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. આ વાત જ કહે છે કે મુંબઇ પોલીસ સુશાંતનાં કેસમાં આગળ વધવાનાં તમામ પ્રયાસ અટકાવવા માંગે છે. DGPએ તેમ પણ કહ્યું હતું કે, જો હાલમાં હું આ કેસ મામલે મુંબઇ આવું તો BMC મને પણ ક્વૉરન્ટીન કરી દે.

આ પણ વાંચો- સુશાંત સિંહ રાજપૂતની પર્સનલ ડાયરીમાંથી કેટલાંક પન્ના ગૂમ હતાં, ફરી ઉભા થયા સવાલ
-SSR Case: રિયાની કોલ ડિટેલ્સ આવી સામે, તેણે સુશાંતની મેનેજર શ્રૃતિને કર્યા હતાં 800 ફોન
-SSR CASE LIVE: રિયાની પૂછપરછ શરૂ, 2 કલાક બાદ ED ઓફિસમાંથી બહાર નીકળ્યો ભાઇ શોવિક


વેલ આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં કેસમાં બિહાર પોલીસને મુંબઇ પોલીસ તરફથી કોઇ સહકાર ન મળ્યો હોવા છતાં તેમણે આ કેસમાં ઘણી જ મહત્વની લિડ મેળવી હતી અને તેને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામા દ્વારા રજૂ પણ કરી દીધી છે.
Published by: Margi Pandya
First published: August 7, 2020, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading