IPL BETTING CASE: ખુલી બોલિવૂડની પોલ, અરબાઝ ખાન પછી વધુ બે પ્રોડ્યુસરનાં નામ ખુલ્યાં

News18 Gujarati
Updated: June 4, 2018, 5:48 PM IST
IPL BETTING CASE: ખુલી બોલિવૂડની પોલ, અરબાઝ ખાન પછી વધુ બે પ્રોડ્યુસરનાં નામ ખુલ્યાં
અરબાઝે પોલીસને જણાવ્યું કે, ગત વર્ષે IPLમેચમાં સટ્ટાબાજી કરતાં તેમણે 2.75 કરોડ રૂપિયા ખોયા હતા

અરબાઝે પોલીસને જણાવ્યું કે, ગત વર્ષે IPLમેચમાં સટ્ટાબાજી કરતાં તેમણે 2.75 કરોડ રૂપિયા ખોયા હતા

  • Share this:
મુંબઇ: IPL બેટિંગ કેસમાં 2 જૂનનાં રોજ થાણે ક્રાઇમ બ્રાન્ચે અરબાઝ ખાન સાથે સખત પુછપરછ કરી. પુછપરછ દરમિયાન અરબાઝે આ વાતને કબૂલ કરી લીધી કે તે IPLમાં સટ્ટાબાજી કરતો હતો. હવે મીડિયામાં આવેલી નવી માહિતી મુજબ, આ કેસમાં વધુ બે ફિલ્મ પ્રોડ્યુસરનું નામ સામે આવ્યું છે સાથે જ પોલીસે તેમને સમન્સ પણ બજાવી દીધા છે.

ઇન્ડિયા ટાઇમ્સ સાથે વાતચીતમાંએન્ટી એક્સટોરશન સેલ થાણેનાં સીનિયર ઇન્સપેક્ટર પ્રદીપ શર્માએ કહ્યું કે, 'પરાગ સંઘવી અને મુરાદ ખેતાન નામનાં બે બોલિવૂડ પ્રોડ્યુસરનું નામ સામે આવ્યું છે. હાલમાં તેમને પુછપરછ માટે બોલાવવામાં આવશે. સંધવી સોનૂ જાલાનો પાર્ટરન છે આ મામલામાં મુંબઇનાં જાણીતા બિલ્ડરનાં દીકરા દિલીપ લુધાનીનું નામ પણ સામે આવ્યું છે. IPLમાં તે મોટા પ્રમાણમાં સટ્ટાબાજી કરે છે. હાલમાં આ મામલાની તપાસ થઇ રહી છે. જો જરૂર પડે તો અમે અરબાઝને ફરી બોલાવીને તેની પુછપરછ કરી શખીયે છીએ.'

આપને જણાવી દઇએ કે અરબાઝે પોલીસને જણાવ્યું કે, ગત વર્ષે IPLમેચમાં સટ્ટાબાજી કરતાં તેમણે 2.75 કરોડ રૂપિયા ખોયા હતા. થાણે પોલીસે સોનૂ જાલાન નામનાં એક સટ્ટોડીયાની ધરપકડ કરી છે. જે બાદ આ કૌભાંડનો ઘડો ફુટ્યો હતો. હવે પોલીસ આ મામલે કડક પગલાં લઇ રહી છે.
First published: June 4, 2018, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading