IPL સટ્ટાબાજીમાં અરબાઝ ખાન બાદ હવે આ ‘ખાન’નું ખુલ્યું નામ

News18 Gujarati
Updated: June 5, 2018, 9:00 PM IST
IPL સટ્ટાબાજીમાં અરબાઝ ખાન બાદ હવે આ ‘ખાન’નું ખુલ્યું નામ

  • Share this:
આઇપીએલ ક્રિકેટ મેચમાં સટ્ટેબાજી મુદ્દે તાજેતરમાં થાણે ક્રાઇમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો છે. આ મુદ્દો સામે આવ્યા પછી પોલીસે સોનુ ઝાલાન નામના બુકી સાથે કડકાઇથી પૂછપરછ કરી છે. ત્યાર બાદ અરબાઝ ખાનને સમન્સ રજૂ કર્યા હતા. અરબાઝ ખાનની બે જૂનના દિવસે પૂછપરછ કરવામાં આવી હતી. હવે ફિલ્મ ડિરેક્ટર આઝિદ ખાનનું નામ ખુલ્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ થાણે ક્રાઇમ બ્રાન્ચના સુત્રોના હવાલો આપતા જણાવ્યું હતું કે, સોનું ઝાલાને હવે પોલીસ સામે ફિલ્મ ડિરેક્ટર સાઝિદ ખાનનું નામ લીધું છે. સોનુએ જણાવ્યું હતું કે, આશરે સાત વર્ષ પહેલા સાઝિદ ક્રિકેટ મેચમાં સટ્ટો લગાવતો હતો.



પોલીસ આ કેસની તપાસ કરી રહી છે કે શું ખરેખર સોનુનું નિવેદન સાચું છે કે નહીં. અત્યારે પોલીસે આ કેસની તપાસને લઇને સાઝિદ સામે સમન્સ રજૂ કરવાનો નિર્ણય કર્યો નથી.



ઉલ્લેખનીય છે કે, અરબાઝ ખાન સાથે પૂછપરછમાં તેણે પોલીસ સામે કબૂલ્યું હતું કે, તેઓ સટ્ટા રમતો હતો. ગત વર્ષે આ ધંધામાં તેણે 2.75 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હતું. આ કેસની તપાસ કરી રહેલા સીનિયર ઓફિસર પ્રદીપ શર્મા આ કેસને લઇને પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. આવનારા દિવસોમાં અનેક મોટા નામો ખુલે તેવી શક્યતાઓ છે.
First published: June 5, 2018
વધુ વાંચો
अगली ख़बर