Home /News /entertainment /

The Family Man 2માંથી રાજી અને સાજીદના ઇન્ટિમેટ સીન હટાવી લેવાયા, સાહબ અલીએ કર્યો આ ખુલાસો

The Family Man 2માંથી રાજી અને સાજીદના ઇન્ટિમેટ સીન હટાવી લેવાયા, સાહબ અલીએ કર્યો આ ખુલાસો

ધ ફેમીલી મેન 2 ફાઈલ ફોટો

The Family Man: શહાબને ધ ફેમિલી મેન 2માં સાઉથની ખ્યાતનામ એક્ટ્રેસ સમાંથા અક્કીનેની સાથે કામ કરવાની તક મળી છે. સમાંથાએ રાજી નામની શ્રીલંકન તમિલ યુવતીનું પાત્ર ભજવ્યું છે.

The Family Manની પ્રથમ અને બીજી એમ બંને સિરીઝને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ સિરીઝના દરેક પાત્રને દર્શકો પસંદ કરી રહ્યા છે. દિલ્હીના શહાબ અલીએ (shahab ali ) કાશ્મીરી યુવાન સાજીદનું પાત્ર ભજવ્યું છે. શહાબને ધ ફેમિલી મેન 2માં સાઉથની ખ્યાતનામ એક્ટ્રેસ સમાંથા અક્કીનેની સાથે કામ કરવાની તક મળી છે. સમાંથાએ રાજી નામની શ્રીલંકન તમિલ યુવતીનું પાત્ર ભજવ્યું છે. આ સિરીઝમાં સાજીદ અને રાજીને ભારતના વડાપ્રધાન બાસુને મારવાના મિશન પર હોવાનું બતાવવામાં આવ્યું છે.

શહાબ અલીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, 'ધ ફેમિલી મેન 2' સિરીઝમાં રાજી અને સાજીદ એક બીજાના પ્રેમમાં હોવાનું દેખાડવામાં આવ્યું હતું. બંને વચ્ચે કેટલાક ઇન્ટિમેન્ટ દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. પરંતુ તે ફાઇનલ સ્ટેજમાં ડીલીટ કરી નાંખવામાં આવ્યા હતા.

શહાબે વધુમાં કહ્યું હતું કે, માત્ર તે જ દ્રશ્યો એડિટ થયા હોય તેવું નથી. મને લાગે છે કે તે એક પ્રક્રિયા છે. શો લાંબો હોય છે, શૂટિંગ બાદ એડિટિંગ એક પ્રક્રિયા હોય છે. લોજીકલ હોય તે જ દ્રશ્યો સિરીઝમાં રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ આલિદરનાઅઢી માસના વિવાનને દુર્લભ બીમારી, રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર, માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

આ ઇન્ટરવ્યૂમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, શું શોટ સમયે ફિઝિકલ ઇન્ટિમેસી હતી? તે પ્રશ્ન જવાબમાં અભિનેતાએ કહ્યું હતું કે અમે કેટલાક સજેસ્ટિવ દ્રશ્યો કર્યા હતા, જેનાથી લાગે છે કે અમે એક બીજાના પ્રેમમાં પડી ગયા હોય. પરંતુ પાછળથી ક્રિએટરને તેમાં કોઈ સેન્સ લાગ્યું નહીં. તેથી તે એડિટ કરી નાંખવામાં આવ્યું હતું. ઘણા બધા દ્રશ્યો એડિટ થાય છે, તે કોઈ મોટી વાત નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

અગાઉ IANS સાથેની વાતચીતમાં શહાબે સમાંથા સાથે કામ કરવાનો અનુભવ વર્ણવ્યો હતો. તેણે કહ્યું હતું કે, જ્યારે સિરીઝના ડિરેક્ટર રાજ અને ડીકે દ્વારા મારે સમાંથા સાથે કામ કરવાનું છે તેવું કહેવાયું તો હું ખૂબ જ ઉત્સાહિત હતો. તે મોટી સ્ટાર છે અને હું તેના કામની પ્રશંસા કરું છું.

મેં તેની સુપર ડિલક્સ સહિતની ફિલ્મો જોઇ છે. શરૂઆતમાં હું થોડો નર્વસ હતો, પરંતુ જ્યારે શૂટિંગ શરૂ થયું અને વાતચીત શરૂ થઈ ત્યારે નર્વસનેસ કંફર્ટમાં ફેરવાઈ ગઈ હતી. સમાંથાનું ધ્યાન તેના કામ પ્રત્યે ખૂબ કેન્દ્રિત છે. હું તેની પાસેથી ઘણું શીખ્યો છું.
First published:

Tags: Entertainment, The Family Man 2

આગામી સમાચાર