Home /News /entertainment /

પ્રિયા પ્રકાશ સામે સુપ્રીમમાં અરજી, આંખ મારવાને ઇસ્લામમાં બતાવાયું હરામ

પ્રિયા પ્રકાશ સામે સુપ્રીમમાં અરજી, આંખ મારવાને ઇસ્લામમાં બતાવાયું હરામ

પ્રિયા પ્રકાશ

    કામણગારી આંખો વાળી દક્ષિણની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરની મુશ્કેલી વધી રહી છે. પ્રિયા સામે હૈદારાબાદના બે લોકોએ 'ખુદાનું અપમાન' કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 'આંખો મટકાવવી' અને 'આંખો મારવી' ઇસ્લામ વિરુદ્ધ છે.

    બાર એન્ડ બેંચના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટમાં દાખલ આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ ગીતમાં 'વાંધાજનક' દ્રશ્યો છે. તેમનું કહેવું છે કે આ ગીતના બોલને જે દ્રશ્યો સાથે શૂટ કરવામાં આવ્યા છે તે 'ઈશનિંદા'નું કૃત્ય છે.

    જ્યારે આ અંગે ફિલ્મના દિગ્દર્શક ઓમર લૂલૂનું કહેવું છે કે આ ગીત ઉત્તર કેરળના માલાબારમાં દરેક લગ્ન કે પ્રસંગમાં ગાવામાં આવે છે. તેઓ કહે છે કે, 'માલાબારના મુસ્લિમો 1978થી આ ગીત ગાતા આવ્યા છે ત્યારે આ ગીત સામે કોઈ વિરોધ ન હતો. હવે આ ગીત વાંધાજનક કેવી રીતે થઈ ગયું.'

    પ્રિયા પ્રકાશનો આ વીડિયો તેની ડેબ્યૂ ફિલ્મ 'ઓરુ અદાર લવ (Oru Adaar Love)નો છે. આ ફિલ્મના ગીત 'મનિક્ય મલારાયા પૂવી' (Manikya Malaraya Poovi)માં પ્રિયા સ્કૂલની એસેમ્બલીમાં પોતાના બોયફ્રેન્ડને અનોખા અંદાજમાં આંખ મારીને પોતાનો પ્રેમ જાહેર કરે છે.

    આના બાદમાં પ્રિયા પ્રકાશના બે વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા. જેમાં એક વીડિયોમાં તે પોતાના ક્લાસ રૂમમાં પોતાના બોયફ્રેન્ડને આંખ અને હાથથી નિશાન તાકતી જોવા મળે છે. જ્યારે બીજો વીડિયો હોળી પર જાહેર કરવામાં આવ્યો હતો.

    નોંધનીય છે કે પ્રિયા પ્રકાશ સામે પહેલા પણ કેસ દાખલ થઈ ચુક્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી નવી પિટિશનમાં 'મનિક્ય મલારાયા પૂવી' (Manikya Malaraya Poovi) ગીતને ફિલ્મમાંથી હટાવવાની માંગણી કરવામાં આવી છે.

    આ ગીત સામે ફેબ્રુઆરીમાં પણ મહારાષ્ટ્રના એક સ્થાનિક સંગઠને મુસ્લિમોની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. ફિલ્મ દિગ્દર્શક ઓમર લૂલૂ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Priya prakash varrier, Sc

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन