એસિડ એટેક બાદ તૂટી ગયા હતા કંગના રનૌટની બહેનનાં લગ્ન, એક્ટ્રેસ બોલી- 'તે ક્યારેય પરત ફરી ન આવ્યો'

@KanganRanaut Instagram

કંગના રનૌટ (Kangana Ranaut)એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) પર તેની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel)ની તસવીર શેર કરી છે. કંગનાએ રંગોલીની તસવીર શેર કરી જણાવ્યું કે, યોગ જીવન માટે કેટલું જરૂરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) પર તેની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel)ની તસવીર શેર કરી છે. કંગનાએ રંગોલીની તસવીર શેર કરી જણાવ્યું કે, યોગ જીવન માટે કેટલો જરૂરી છે. તેણે લખ્યું કે, રોગ કોઇપણ હોય યોગ દરેક દર્દનો ઇલાજ છે. આ પહેલાં કંગના એ તેનાં માતા-પિતા, ભાઇ અક્ષત અને ભાભી ઋતુની યોગની કેટલીક તસવીરો શેર કરી હતી.

  આ પણ વાંચો- DISHA PATANIએ એનીમલ પ્રિન્ટ બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો, જોઇ લો એક નજર

  તેણે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી કંગના (Kangana Ranaut Sister)એ લખ્યું કે, 'રંગોલીની યોગ સ્ટોરી સૌથી વધુ પ્રેરણા આપનારી છે. એક માથુ ફરેલાં આશિકે રંગોલી પર એસિડ ફેક્યું હતું. જ્યારે તે માંડ 21 વર્ષની હતી. થર્ડ ડિગ્રી બર્ન હતું., તેનો અડધો ચહેરો ભોગ બન્યો હતો.


  એક આંખની રોશની જતી રહી હતી. એક કાન ઓગળી ગયો હતો અને એક બ્રેસ્ટ પણ ગંભીર રુપથી ક્ષતિગ્રસ્ત થઇ હતી. રંગોલીએ બે ત્રણ વર્ષમાં આશરે 53 સર્જરી કરાવી. જોકે, તે પણ પૂર્તિ ન હતી.'

  આ પણ વાંચો- VIDEO: ટાઈટ કપડા પહેરી URVASHI RAUTELA પસ્તાઈ, જાહેરમાં ન દેખાડાવાનું દેખાઈ ગયું

  કંગના વધુમાં લખે છે કે, મને સૌથી વધુ ચિંતા તેનાં માનસિક સ્વાસ્થ્યની હતી. કારણ કે તેણે બોલવાનું છોડી દીધુ હતું. હા ભલે ગમે તે થતુ તે એક પણ શબ્દ બોલતી ન હતી. બસ બધુ જોયા કરતી. રંગોલી એક એરફોર્સ ઓફિસર સાથે ઇંગ્લેન્ડ હતી. પણ જ્યારે તે એસિડ અટેકનો ભોગ બની તેનો ચહેરો જોઇ તે ક્યારેય પરત ન આવ્યો. પણ તેમ છતાં રંગોલીની આંખમાં એક આંસૂ ન હતો અને તેનાં મોઢે એક શબ્દ.'

  કંગના વધુમાં લખે છે કે, હું ઇચ્છુ છું કે, તે કંઇપણ રીતે મારી સાથે વાત કરે, તો હું તેને દરેક જગ્યાએ મારી સાથે લઇ જવા લાગી. અહીં સુધી કે, યોગ ક્લાસમાં પણ. તેણે મારી સાથે યોગ કરવાનું શરૂ કરી દીધુ. અને મને તેનાંમાં કમાલનું ટ્રાન્સફર્મેશન જોયું. ન ફક્ત તેનેો દુખાવો અને મારા ખરાબ જોક્સ પર તે કંઇક રિએક્શન આપતી. પણ તેની એક આંખની રોશની પણ પરત આવવાં લાગી. યોગ દરેક સવાલનો જવાબ છે.
  Published by:Margi Pandya
  First published: