International Yoga day: યોગની મદદથી કંગના રનૌતની માતાને ન્હોતી કરવી પડી હાર્ટ સર્જરી, શેર કર્યો અનુભવ

International Yoga day: યોગની મદદથી કંગના રનૌતની માતાને ન્હોતી કરવી પડી હાર્ટ સર્જરી, શેર કર્યો અનુભવ
માતા સાથે કંગનાની ફાઈલ તસવીર

આ ફોટોની સાથે કંગનાએ યોગ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા છે. કંગનાએ જણાવ્યું કે ડોક્ટરે તેમની માતાની ઓપન હાર્ટ સર્જરી કરવાનું કહ્યું હતું. પરંતુ તેમણે યોગની નદદથી પોતાની માતાને સર્જરીથી દૂર રાખ્યા હતા.

  • Share this:
    મુંબઈઃ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga day) પહેલા બોલિવૂડ અભિનેત્રી (Bollywood actress) કંગના રનૌતે (Kangana Ranaut)પોતાના માતા-પિતાની યોગ કરતી તસવીર શેર (photos share on social media) કરી છે. આ ફોટોની સાથે કંગનાએ યોગ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા છે. કંગનાએ જણાવ્યું કે ડોક્ટરે તેમની માતાની ઓપન હાર્ટ સર્જરી કરવાનું કહ્યું હતું. પરંતુ તેમણે યોગની નદદથી પોતાની માતાને સર્જરીથી દૂર રાખ્યા હતા.

    કંગનાએ આગળ લખ્યું છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉપર મેં પોતાની યોગા સ્ટોરી શેર કરી રહી છું. દરેક જાણે છે કે મેં ક્યારે અને કેવી રીતે યોગ શરુ કર્યા પરંતુ ભાગ્યેજ કોઈને ખબર હશે કે મેં પોતાના પરિવારને યોગ અને તેને ફોલો કરતા શિખવાડ્યું.



    કંગનાએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. કેટલાક વર્ષ પહેલા મમ્મીને ડાયાબિટીઝ, થાઈરોઈડ અને હાઈ લેવલ કેલેસ્ટ્રોલ (600) હતું. ડોક્ટરોએ કહ્યું હતું કે તેમની માતાની ઓપન હાર્ટ સર્જરની કરવાની જરૂરત છે. કારણ કે તેમને બ્લોકેજ થઈ શકે છે.

    આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

    આ પણ વાંચોઃ-વલસાડઃ ગૌરક્ષક હાર્દિક કંસારા મોત કેસ, ગૌતસ્કરોની ગેંગના ફતા, રામા, જયેશ આહિર સહિત 10 લોકો ઝડપાયા

    આના ઉપર મેં માતાને કહ્યું કે તેમના જીવનના બે મહિના આપી દો. હું તમારું હાર્ટ ખોલવા નહીં દઉં. ત્યાર બાદ માતાએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને છેવટે હું પણ મારા પ્રયત્નોમાં સફળ રહી. મેં યોગની મદદથી માતાને ઠીક કરી દીધી છે. આજે ખરેખર તે કોઈ જ દવા ખાતી નથી.



    અને તેમને કોઈ જ પ્રકારની દવા નથી. તેઓ પરિવારમાં સૌથી સ્વસ્થ્ય અને ફીટ છે. વધારે વોકિંગના કારણે પપ્પાના ઘૂંટણ ખરાબ થયા હતા. એ સમયે મને મોંકો મળ્યો અને મેં તેમને યોગ શીખવાડ્યા.



    આજે હું ગર્વથી કહી શકું કે મેં મારા પરિવારને જે સૌથી મોટી ગિફ્ટ આપી છે એ યોગ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત ટૂંક સમયમાં જયલલિતાની લાઈફ પર બેસ્ડ મૂવી થલાઈવીમાં દેખાશે.
    Published by:ankit patel
    First published:June 20, 2021, 21:43 IST

    ટૉપ ન્યૂઝ