Home /News /entertainment /

International Women’s Day : મહિલાઓએ ખાસ સાંભળવા જોઇએ આ વૂમન-થીમ હિન્દી સોંગ્સ

International Women’s Day : મહિલાઓએ ખાસ સાંભળવા જોઇએ આ વૂમન-થીમ હિન્દી સોંગ્સ

વિશ્વ મહિલા દિવસ માટે સ્પેશ્યલ ગીત

International Womens Day : આજે વિશ્વ મહિલા દિવસના અવસર પર બોલિવુડના આ ગીતો (Bollywood Song) જરૂર સાંભળવા જોઈએ, જે ખાસ મહિલાઓ (Songs for Women) માટે બનાવવામાં આવ્યા છે

    International Women’s Day : કોઈપણ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે ગીતો (Songs) એ એક શ્રેષ્ઠ રીત છે. કોઈપણ તહેવાર હોય, જન્મદિવસ હોય, વર્ષગાંઠ હોય કે અન્ય કોઈ ખાસ દિવસ હોય આપણી પાસે દરેક દિવસના ગીતોની યાદી છે. તેથી જ્યારે મહિલાઓના ગૌરવ, હિંમત, સુંદરતા, ઉગ્રતા અને વિશિષ્ટતાની ઉજવણી કરવાની વાત આવે છે, ત્યારે હિન્દી સંગીત ઇન્ડસ્ટ્રી (Hindi Song Industry) કેવી રીતે પાછળ રહી શકે છે. આજે આંતરરાષ્ટ્રીય વૂમન ડે (International Women's Day 2022) પર અમે તમને એવા હિન્દી સોંગ્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે ખાસ મહિલાઓ (Songs for Women) માટે બનાવવામાં આવ્યા છે અને તેને તમારે એક વાર તો જરૂર સાંભળવા જોઇએ.

    પટાખા ગુડ્ડી (highway)



    નૂરન સિસ્ટર્સના અવાજમાં એક ગીત જેમાં મહિલાઓની સ્વતંત્રતા વિશે વાત કરવામાં આવી છે. પટાખા એટલે અગ્નિ અને ગીતના લિરીક્સ પણ તેવી મહિલાઓ માટે છે, જેઓ આગળ વધવા માંગે અને અને આ દુનિયામાં આઝાદીથી રહેવા માંગે છે.

    ધાકડ (dangal)



    આ ગીત તેવા લોકો માટે છે, જેઓ વિચારે છે કે છોકરીઓ કંઇ જ કરી શકતી નથી. આમિર ખાનની ફિલ્મ દંગલનું આ ગીત સાંભળીને તમને અહેસાસ થશે કે છોકરીઓ કંઇ પણ કરી શકે છે અને તેઓ નબળી નથી, પરંતુ એક હિંમતનો ખજાનો છે.

    કુડી નું નચને દે (Angrezi Medium)



    જ્યારે પણ તમને એમ લાગે છે વસ્તુઓ સરખી નથી થઇ રહી અથવા તો નિરાશા જણાય, તો આ સોન્ગ તમારી એનર્જીને ઇન્સ્ટન્ટ બૂસ્ટ આપશે. સોન્ગની લિરીક્સ પ્રિયા સરૈયાએ લખી છે અને છોકરીઓને આઝાદીથી નાચવા અને ખૂશ રહેવાની વાત કરી છે.

    બેખૌફ (satyamev jayate)



    સત્યમેવ જયતે એક એવો શો છે, જે વાસ્તવિક જીવનની વાર્તાઓ દ્વારા વિવિધ સામાજિક મુદ્દાઓ વિશે વાત કરે છે. આવા જ એક એપિસોડના અંતે, જ્યારે સોના મહાપાત્રાએ બેકૌફ ગીત ગાયું ત્યારે સાંભળનારા તમામ લોકો અવાચક રહી ગયા. આ સોન્ગમાં દરેક વિપરિત અને મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાઓની હિંમત વિશે વાત કરી છે.

    હમ તો ભઇ જૈસે હે (veer zaara)



    જ્યારે પ્રીતિ ઝિન્ટા તેની હેપ્પી-ગો-લકી અંદાઝમાં સ્ક્રીન પર આવી, ત્યારે ફેન્સ તેના દિવાના બની ગયા હતા. આ સોન્ગ તેના માટે છે, જે છોકરીઓને એક જ ઢાંચામાં રહેવા માટે મજબૂર બનાવ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Bollywood song, International womens day

    આગામી સમાચાર