અભિનેત્રી રાની ચેટર્જીએ જ્યારે ભોજપુરી ફિલ્મમાં સાપને કરી હતી કિસ!

અભિનેત્રી રાની ચેટર્જીએ જ્યારે ભોજપુરી ફિલ્મમાં સાપને કરી હતી કિસ!

આ સીનમાં રાની ચેટર્જી ઘણી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે

 • Share this:
  આજે દુનિયામાં આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે (International Kissing Day 2021) મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. કિસ કે ચુંબન પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે. ભોજપુરી સિનેમા (Bhojpuri Cinema)માં હંમેશા કિસિંગ સીનથી અભિનેતા અને અભિનેત્રીની નજદીકીઓ બતાવવામાં આવે છે. જોકે ભોજપુરીની લોકપ્રિય અભિનેત્રી રાની ચેટર્જીના (Rani Chatterjee)ભોજપુરી કિંસિંગ સીને તહલકો મચાવી દીધો હતો. તેનો આ સીન સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  ભોજપુરી (Bhojpuri)ક્વિન રાની ચેટર્જીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જોકે પ્રશંસા કરતા વધારે આ વીડિયોની મજાક કરવામાં આવી રહી છે. આવું એટલા માટે કારણ કે રાની ચેટર્જી આ વીડિયોમાં એક સાપ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. તેણે સાપને કિસ પણ કરી હતી.

  આ પણ વાંચો - દારૂના નશામાં મહિલાનો હાઈવોલ્ટેજ ડ્રામા, રસ્તા પર વાહનચાલકોને કહ્યા અપશબ્દો

  2016માં રાની ચેટર્જીની ભોજપુરી ફિલ્મ ‘ઇચ્છાધારી’રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા યશ કુમાર મિશ્રા પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. બંને ફિલ્મમાં ઇચ્છાધારી નાગ અને નાગીનનો રોલ ભજવી રહ્યા હતા. ફિલ્મમાં તેનો પ્રેમી નાગના રૂપમાં તેને મળવા આવે છે. આ સીનમાં રાની ચેટર્જી ઘણી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે. ફિલ્મમાં તેણે પોતાની અદાથી સનસનાટી મચાવી હતી. સોશિયલ મીડિયા પર રાની ચેટર્જીનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો પણ ઘણા મીમ્સ પણ બન્યા હતા.


  થોડા સમય પહેલા ભોજપુરીના લોકપ્રિય સિંગર અને એક્ટર ગુંજન સિંહ (Gunjan Singh)સાથે રાની ચેટર્જીનું એક ભોજપુરી ગીત ‘સરક જાતા સાડી રાજા જી’(Sarak Jata Sadi Raja Ji)રિલીઝ થયું હતું. વીડિયો સોંગ આવતા જ થોડાજ કલાકોમાં લાખો વ્યૂઝ આવી ગયા હતા.
  Published by:Ashish Goyal
  First published: