Home /News /entertainment /

ઈન્ટ્રસ્ટીંગ અને ફની વાતો - દેવેન્દ્ર ફડણવીસને અડધીરાત્રે નાસ્તાનો શોખ છે, જે પત્ની અમૃતાને નથી પસંદ

ઈન્ટ્રસ્ટીંગ અને ફની વાતો - દેવેન્દ્ર ફડણવીસને અડધીરાત્રે નાસ્તાનો શોખ છે, જે પત્ની અમૃતાને નથી પસંદ

દેવેન્દ્ર ફડણવીસ અને અમૃતા ફડણવીસ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની કેટલીક ઈન્ટ્રસ્ટીંગ અને ફની વાતો. પત્ની અમૃતા (Amruta Fadnavis)એ રસોઈ આધારિત શો કિચન કલાકાર (Kitchen Kallakar) માં ફડણવીસની ખાવાની આદતો વિશે વાત કરી

    અભિનેત્રી અને સિંગર અમૃતા ફડણવીસ (Amruta Fadnavis) એ તેના પતિ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની કેટલીક ઈન્ટ્રસ્ટીંગ અને ફની વાતો જાહેર કરી છે. અમૃતાએ ફડણવીસની ખાવાની આદતો વિશે વાત કરી હતી. ઝી મરાઠી પર પ્રસારિત થતા રસોઈ આધારિત શો કિચન કલાકાર (Kitchen Kallakar) માં આ તેમણે આ બાબતનો ખુલાસો કર્યો હતો. શોના તાજેતરના જ એપિસોડમાં તે હોસ્ટ સંકર્ષણ કરહાડે અને જજ પ્રશાંત દામલે સાથે ગેસ્ટ તરીકે નજરે પડ્યા હતા.

    શોના તાજેતરના આ એપિસોડમાં નિર્માતાઓએ દેવેન્દ્ર ફડણવીસને એક વિડિયો કૉલ કર્યો અને જજ દામલેએ તેમને પૂછ્યું કે, તેઓ કેવા પ્રકારની ડાયટ ફોલો કરે છે. જેના જવાબમાં બીજેપી નેતાએ કહ્યું કે તે બધાની સામે ડાયટ પર હોવાનુ નાટક કરે છે અને બધું જ ખાવાનું પસંદ કરે છે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે તે ડાર્ક ચોકલેટ ખાવાનું પસંદ કરે છે. તેમણે કહ્યું કે તેની પત્ની અમૃતા ફિટનેસ ફ્રીક છે અને તે તેમને જંક ફૂડ ખાવા દેતી નથી.

    તેમણે વધુમાં કહ્યું કે, આપણા બધાના ઘરોમાં ખાવાપીવાને લઈને ઘણા પ્રતિબંધો હોય છે, જો કે સામે તેમાં કેટલાક સોલ્યુશન્સ પણ હોય છે. જેમ કે તમે સંતાઈને કે છૂપાવીને તમારુ ફેવરિટ ફુડ ખાઈ શકો છો, તમે અડધી રાત્રે છૂપાઈને ખાઈ શકો છો.

    જ્યારે દામલેએ અમૃતાને તેના પતિ દેવેન્દ્ર ફડણવીસની વાતો પર પ્રતિક્રિયા આપવા કહ્યું ત્યારે અમૃતાએ કહ્યું કે તે વિચારતી હતી કે રેફ્રિજરેટરમાંથી બધુ ફૂડ ક્યાં જાય છે, હવે ખબર પડી કે તે બધું ચોરીથી ખાઈ જાય છે.

    વધુમાં અમૃતાએ કહ્યું કે, તેણે પોતાના જુના ફ્રિઝને નવા લોકવાળા ફ્રિઝ સાથે રિપ્લેસ કર્યું છે. તે આ ફ્રિઝને લોક કરીને ચાવી પોતાની પાસે રાખે છે. તાજેતરમાં જ ઝી મરાઠી દ્વારા આ શોની એક ખૂબ જ ઈન્ટ્રસ્ટિંગ ક્લિપ શેર કરી છે.

    કિચન કલાકાર શોમાં મરાઠી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ મહેમાન તરીકે આવે છે. તેઓ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને તેમની ગમતી યાદો શેર કરે છે.

    આ પણ વાંચોAkshay Kumar, Prabhas, રામ ચરણ, Amitabh જેવા ઘણા મોટા સ્ટાર્સ માટે March મહિનો ખૂબ જ ખાસ છે, જાણો કેમ

    ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સ્મિતા જયકર અને ગાયક સ્વપ્નિલ બાંદોડકરે પણ બુધવાર અને ગુરુવારે રાત્રે 9:30 વાગ્યે ઝી મરાઠી પર પ્રસારિત થતા શોમાં ભાગ લીધો હતો.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Devendra Fadnavis

    આગામી સમાચાર