Home /News /entertainment /વૈશાલી ઠક્કરની આત્મહત્યાના કારણનો થયો ખુલાસો, સ્યૂસાઇડ નોટમાં કહી આ વાત
વૈશાલી ઠક્કરની આત્મહત્યાના કારણનો થયો ખુલાસો, સ્યૂસાઇડ નોટમાં કહી આ વાત
ફોટોઃ @misstakkar_15
ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરની આત્મહત્યાથી તેના ફેન્સ, સંબંધીથી માંડીને ઈન્ડસ્ટ્રીમાં સૌ કોઈને આઘાત લાગ્યો છે, ત્યારે હવે ઈન્દોર પોલીસ દ્વારા તેના આત્મહત્યાનાં કારણનો ખુલાસો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ટીવી સીરિયલ કલાકાર વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો તેજાજી નગર પોલીસ સ્ટેશનનો છે. પોલીસે સમગ્ર બાબતની નોંધ લઈને લાશને પોસ્ટમોર્ટમ માટે એમએસ હોસ્પિટલમાં મોકલી છે અને સંપૂર્ણ તપાસ શરુ કરી દીધી છે. પોલીસને તેની પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેનો હવે પોલીસ ખાતા તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે.
પોલીસે કર્યો ખુલાસો
ટીવી એક્ટ્રેસ વૈશાલીએ આત્મહત્યા પહેલાં સુસાઈડ નોટ લખી હતી. જોકે, પોલીસ દ્વારા હજુ પણ સ્યૂસાઇડ નોટ મીડિયા સમક્ષ જારી કરવામાં નથી આવી. પરંતુ ઈન્દોરના પોલીસ ઓફિસર ACP માઉતર રહમાને કહ્યું છે કે, સુસાઈડ નોટ જોઈને લાગે છે તેનો કોઈ જૂનો પ્રેમી તેને હેરાન કરી રહ્યો હતો. જે લોકો દ્વારા તેને પરેશાન કરવામાં આવી રહ્યા હતાં, તેના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સ્યૂસાઇડ નોટ પરથી પોલીસ દ્વારા આ તારણ કાઢવામાં આવી રહ્યુ છે. જોકે, હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો નથી. એટલે ચોક્કસ પુષ્ટિ કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યુ છે કે, વૈશાલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ દર્દનાક ઘટનાની હિન્ટ આપી હતી.
વૈશાલી ઠક્કરે તેના કરિયરની શરુઆત એક્ટિંગથી કરી હતી. વર્ષ 2015માં તેણે સ્ટાર પ્લસના શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં સંજનાનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો હતો. તેણે આ ટીવી શોથી ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. આ શો બાદ તે 'યે વાદા રહા', 'યે હૈ આશિકી' 'સસુરાલ સિમર કા', 'સુપર સિસ્ટર', 'લાલ ઈશ્ક' અને 'વિષ ઓર અમૃત'માં જોવા મળી હતી. વૈશાલીનું સૌથી પોપ્યુલર કેરેક્ટર 'સસુરાલ સિમર કા'માં અંજલી ભારદ્વાજનું હતું, જેનાથી તેને ગોલ્ડન પેટલ અવોર્ડ્સથી બેસ્ટ એક્ટ્રેસ ઇન નેગેટિવ રોલથી સન્માનિત કરવામાં આવી હતી.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર