Home /News /entertainment /મનોજ બાજપાયેને 'ચરસી ગંજેડી' કહેવું પડ્યુ ભારે, અરેસ્ટ વોરંટ બાદ શું જેલના સળિયા ગણશે KRK?

મનોજ બાજપાયેને 'ચરસી ગંજેડી' કહેવું પડ્યુ ભારે, અરેસ્ટ વોરંટ બાદ શું જેલના સળિયા ગણશે KRK?

KRK

ઈન્દોર જિલ્લા કોર્ટે કમાલ રશિદ ખાન ઉર્ફ કેઆરકે સામે અભિનેતા મનોજ બાજપેયી દ્વારા કરકેલા માનહાનિના કેસમાં હાજર રહેવા માટે અરેસ્ટ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. જાણો શું છે સમગ્ર બાબત.

'ગુલમહોર' સ્ટારર મનોજ બાજુપેયી સાથે પંગો લેવા કદાચ ફિલ્મ નિર્માતા, અભિનેતા અને ખુદને ફિલ્મ ક્રિટિક જણાવનાર કમાલ રશિદ ખાન ઉર્ફ કેઆરકે ને ભારે પડતો જોવા મળી રહ્યો છે. ઈન્દોર જિલ્લા કોર્ટે કેઆરકે સામે અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યો છે. અભિનેતા મનોજ બાજપેયીઅ તેની સામે માનહાનિનો કેસ કર્યો છે. મામલો સોશિયલ મીડિયાથી શરુ થયો હતો, જ્યારે મનોજ બાજપેયી સામે 2021માં બે આપત્તિજનક ટ્વિટ કરવામાં આવી હતી.

ઈન્દોર જિલ્લા કોર્ટે કમાલ રાશિદ ખાન ઉર્ફ કેઆરકે સામે અભિનેતા મનોજ બાજપાયે દ્વારા માનહાનિના મામલે હાજર રહેવા માટે અરેસ્ટ વોરન્ટ જાહેર કરવામાં આવ્યુ છે. મનોજ બાજપેયીના વકીલ પરેશ જોશીએ આ જાણકારી આપી છે.

આ પણ વાંચોઃ IBFA Awards 2023: ભોજપુરી એવોર્ડ શોમાં રશ્મિ દેસાઈ-જેક્લિને લૂંટી મહેફિલ, ગોવિંદાએ પણ લગાવ્યા ઠુમકા

10મેના દિવસે કોર્ટમાં થવું પડશે હાજર

ટ્વિટર પર મનોજ બાજપેયીને કેઆરકે દ્વારા 'ચરસી ગંજેડી' કહેવાના આરોપ માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. વકીલ પરેશ જોશીએ જણાવ્યું કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (JMFC)એ ક્લાયન્ટની અરજી પર બંને પક્ષોને સાંભળ્યા બાદ KRK વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કર્યુ છે. કોર્ટમાં તેમની હાજરી માટે 10 મેની તારીખ નક્કી કરવામાં આવી છે.

26 જુલાઈ, 2021એ કર્યુ હતું ટ્વિટ

મનોજ બાજપેયીએના વકીલે તેમના ક્લાયન્ટ વતી કહ્યું કે, કેઆરકે ઈન્દોરની જિલ્લા કોર્ટમાં પેન્ડિંગ માનહાનિના કેસથી સંપૂર્ણપણે વાકેફ છે, પરંતુ કેસની સુનાવણીમાં કથિત રીતે વિલંબ કરવા બદલ તે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો છે. જાણીજોઈને હાજરી આપતા નથી. મનોજ બાજપેયીએ જિલ્લા કોર્ટમાં દાખલ કરેલા કેસમાં આરોપ લગાવ્યો છે કે KRKએ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના ઈરાદાથી 26 જુલાઈ, 2021ના રોજ અલગ-અલગ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને તેમને 'ચરસી અને ગંજેડી' કહ્યા હતા.

આ પણ વાંચોઃ ડિપનેક ઓફ શોલ્ડર પહેરી રુબીનાએ ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ફેન્સે કહ્યુ- બ્યુટી ક્વિન

જિલ્લા ન્યાયાલયને કર્યો અનુરોધ

તે જ સમયે, KRK વતી, JMFCને જિલ્લા કોર્ટમાં તેમની સામેની કાર્યવાહી મોકૂફ રાખવા વિનંતી કરવામાં આવી હતી, કારણ કે તેમના વતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી રજૂ કરવામાં આવી છે, જેમાં તેમને સ્ટે ઓર્ડરમાંથી રાહત મળવાની આશા છે.



કેઆરકે એ ટ્વિટર હેન્ડલ કોને વેચ્યુ?

13 ડિસેમ્બર, 2022 ના રોજ, મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ખાનની તેમની સામેના માનહાનિના કેસને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. KRKના વકીલે ઉપરોક્ત આરોપને નકારી કાઢ્યો હતો કે આમાંથી એક ટ્વિટર હેન્ડલ 'KRK બોક્સ ઓફિસ' 22 ઓક્ટોબર, 2020એ સલીમ અહમદ નામના વ્યક્તિને 'ઘોષણા અથવા સમજૌતા વિલેખ' દ્વારા વેચી દેવાયુ છે અને મનોજ બાજપેયી વિશે કથિત ટ્વિટ થઈ તે સમયે કેઆરકે આ હેન્ડલનો ઉપયોગ નહતો કરતો.
First published:

Tags: Krk, Manoj bajpayee

विज्ञापन