Home /News /entertainment /જાણો ભારતની પહેલી ઈન્ટિમેસી કોઆર્ડિનેટર વિશે , #MeToo બાદ રચવામાં આવ્યું છે આ પદ

જાણો ભારતની પહેલી ઈન્ટિમેસી કોઆર્ડિનેટર વિશે , #MeToo બાદ રચવામાં આવ્યું છે આ પદ

આસ્થા ખન્ના, ઇન્ટિમસી કોઓર્ડિનેટર

ભારતમાં એકમાત્ર પ્રમાણિત ઇન્ટિમેસી કોઓર્ડિનેટર હોવાના કારણે આસ્થા દરેક ફિલ્મ સેટ પર હાજર રહી શકતી નથી. તેથી તેણે ઇન્ટિમેસી કલેક્ટિવની સ્થાપના કરી, જે ઇન્ટિમેસી પ્રોફેશનલ્સનું એક ગૃપ છે અને તેમની મદદથી નજીકના ભવિષ્યમાં તેણી આઇસીને પ્રમાણિત અને તાલીમ આપવા માટે ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવાની યોજના બનાવી રહી છે

વધુ જુઓ ...
  આપણે ફિલ્મોમાં જે જોઇએ છીએ, તેનાથી પણ વધુ ફિલ્મના નિર્માણમાં જાય છે. અભિનેતા અને નિર્દેશકો સૌથી વધુ લાઇમ લાઇટમાં રહે છે, જ્યારે કેટલાય અન્ય કલાકારો, ટેક્નિશીયન, પ્રોડક્શનના કદના આધારે તેઓ ઓન અને ઓફ સેટપ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે થાક્યા વગર કામ કરે છે. વિશ્વભરમાં ફિલ્મ નિર્માણનો વિકાસ થઇ રહ્યો છે. જેથી પારંપરિક પોશાકો, સંગીત, સિનેમેટોગ્રાફી સિવાય પણ ઘણા ડિપાર્ટમેન્ટ્સ અસ્તિત્વમાં આવી રહ્યા છે.

  ન્યૂઝ18ની આ સિરિઝ ઓફ સ્ક્રિન સ્ટાર્સ, પ્રોડક્શન દરમિયાન કેમેરાની પાછળ કામ કરતા લોકોની સાથે વિવિધ પ્રી અને પોસ્ટ પ્રોડક્શન જોબ કરતા લોકોને ઉજાગર કરવા માટે છે, જે કોઇ પણ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ છે.

  હોલીવૂડ સ્ટાર શેરોન સ્ટોને હાલમાં જ જાહેરાત કરી કે તેમને 1992ની ફિલ્મ બેઝિક ઇન્સ્ટિક્ટમાં ન્યૂડીટી અંગે ગુમરાહ કરાઇ હતી. દયાવાન ફિલ્મના રીલીઝ થયાના વર્ષો બાદ માધુરી દીક્ષિતે કહ્યું કે, તેણીએ વિનોદ ખન્ના સાથે કિસિંગ સીન કરવાની મનાઈ કરી હતી. નરગિસ ફખરીએ કહ્યું કે, તેણી એઝહર ફિલ્મના એક સોંગમાં વધુ સમય સુધી કિસિંગ માટે તૈયાર ન હતી. જો કામનો કોઇ એક એવો ભાગ છે જેનાથી કલાકારો ગભરાય છે, તો તે છે ઈન્ટીમેટ સીન. જ્યારે એક્ટર નિર્દેશક સાથે સ્પષ્ટ વાતચીત કરીને તેનો હલ લાવી શકે છે. પશ્ચિમી દેશોમાં ફિલ્મ અને ટીવી સેટ હવે ઈન્ટીમેસી કોઓર્ડિનેટર્સનો ઉપયોગ કરે છે, જેથી તેઓ સેક્સ સીન્સ દરમિયાન સામાન્ય અનુભવી શકે અને તે સુનિશ્ચિત થઈ શકે કે કોઈપણ એવી વસ્તુમાં તેઓ જલ્દી ન કરે જેની માટે તેઓ તૈયાર નથી.

  જો તમે પણ નથી જાણતા કે ઈન્ટિમેસી કોર્ડીનેટર શું હોય છે, તો ચિંતા ન કરો. આસિસ્ટન્ટ ડિરેક્ટર આસ્થા ખન્નાને પણ આવી કોઇ જોબ હોય છે તેનો ખ્યાન ન હતો. જ્યારે તેણે શોધવાનું શરૂ કર્યુ કે ઈન્ટિમેસી સીન કઇ રીતે શૂટ થાય છે અને નેરેટિવ ટૂલ્સ તરીકે તેને કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. તેમને જાણવા મળ્યું કે એક ફિલ્મના સેટ પર ઈન્ટિમેસી કોઓર્ડિનેટ નામનું પણ કંઇક હોય છે. જ્યારે તેને જાણવા મળ્યું કે ભારતમાં આ ક્ષેત્રમાં તાલીમ પામેલા વિશેષકો નથી, તો તેણીએ IPA(ઇન્ટિમેસી પ્રોફેશનલ એસોશિએશન)નો કોર્સ કર્યો. આ રીતે તેણી ભારતમાં પહેલી પ્રમાણિત ઈન્ટિમેસી કોઓર્ડિનેટર બની. તેણી ભારતમાં અડધા ડઝનથી વધુ ફીચર ફિલ્મોમાં સહાયક નિર્દેશક રહી ચૂકી છે. હવે તે માત્ર એક ઈન્ટિમેસી કોઓર્ડીનેટર જ નહીં, પરંતુ આ ક્ષેત્રમાં વધુ લોકોને તાલીમ પણ આપી રહી છે.

  #MeToo મૂવમેન્ટ બાદ મળી નોકરી

  આસ્થા ખન્નાએ આ અંગે કહ્યું કે, 'હું તેના પર રીસર્ચ કરી રહી હતી કે ઈન્ટિમેસી નેરેટિવ ટૂલ્સ કઇ રીતે બને છે અને પશ્ચિમમાં આવા સીન કઇ રીતે શૂટ થાય છે. અમુક આર્ટિકલ્સ સેક્સ એજ્યુકેશન એન્ડ નોર્મલ પીપલ જેવા શોમાં ઈન્ટિમેસી વિશે વાત જણાવી રહ્યા હતા. સ્ક્રિન પર ઇન્ટિમેસીના એક ખૂબ ઓર્ગેનિક વર્ઝન સાથેના શો હતા અને હું જાણવાનો પ્રયાસ કરી રહી હતી કે પશ્ચિમી વિશ્વ તેને કઇ રીતે પાર કરી રહ્યું છે. ત્યારે મને જાણવા મળ્યું કે ઈન્ટિમેસી કોઓર્ડિનેટર જેવું પણ કંઇક હોય છે. મે વિચાર્યું કે હું શાળાએ ગઇ છું, છતા મને કેમ તેના વિશે ખબર ન પડી? ત્યારબાદ મને સમજાયું કે આ જોબ #MeToo મૂવમેન્ટ બાદ પ્રચલિત બની છે.

  ઈન્ટિમેસી કોઓર્ડિનેટ કઇ રીતે કામ કરે છે?

  ભારતમાં એવું કોઇ જ ન હતું જે ઈન્ટિમેસી કોઓર્ડીનેટર તરીકે નોકરી કરી રહ્યું હોય. એક કોઓર્ડીનેટર હોવાની સાથે પ્રોડક્શનનો એન્ડ, કાયદાકિય પાલન, એક માનસિક પ્રાથમિક ચિકિત્સક તરીકે એક કોઓર્ડિનેટરને બાયસ્ટેન્ડર અને ટ્રોમા રાહત માટે પણ ખડેપગે રાખવામાં આવે છે. ઈન્ટિમેસિ કોઓર્ડિનેટર બનવા માટે ઘણા પ્રશિક્ષણ ઉપલબ્ધ છે. જ્યારે કોવિડ મહામારી શરુ થઇ અને હું ઘરે હતી અને મારી ફિલ્મના શૂટિંગ શરૂ થવાની રાહ જોતી હતી, ત્યારે મને આ તાલીમ લેવાનો અવસર મળ્યો હતો. એક ઈન્ટિમેસી કોઓર્ડિનેટર તરીકે તમારા મુખ્ય વિષયો મનોવિજ્ઞાન, કાયદો અને ફિલ્મ નિર્માણ છે.

  ઈન્ટિમેસી કોઓર્ડિનેટરની જરૂરિયાત શા માટે?

  #MeToo મૂવમેન્ટ બાદ આપણે ઘણી વાર્તાઓ સાંભળી, જેમાં કલાકારો સામે આવ્યા અને કહ્યું કે 20 વર્ષ પહેલા આવું કંઇક થયું હતું. પરંતુ મને તે કહેવાનો અવસર ન મળ્યો. આ પ્રકારની વસ્તુઓ સેટ પર ઈન્ટિમેસી કોઓર્ડિનેટરના હોવાથી થતી નથી. જ્યારથી ઈન્ટિમેટ સીન ફિલ્મોનો ભાગ બન્યા ત્યારથી આ જોબની જરૂરિયાત ઊભી થઇ હતી. કોઓર્ડીનેટરની મુખ્ય ભૂમિકા હોય છે, પ્રોડક્શનનું સમર્થન કરવું, શૂટિંગને યોગ્ય રીતે કરાવવું, તે સુનિશ્ચિત કરવું કે તેઓ કાયદાને અનુકૂળ રહીને કાર્ય કરે અને બાદમાં થતા કોઇ પણ અનિચ્છનીય કાયદાકિય મામલાઓ અંગે પ્રોડક્શન હાઉસનો બચાવ કરે.

  આ જ વાત કલાકારો માટે પણ લાગૂ રહે છે. જ્યારે સહમતિ કે મર્યાદાઓ સંબંધિત કોઇ પણ વસ્તુ પર ચર્ચા કરવાની જરૂરિયાત હોય છે, તો એક ઈન્ટિમેસી કોઓર્ડીનેટરને કલાકાર સાથે સંપર્ક સમયે વિશ્વાસ અને તાલમેલની જરૂર હોય છે. પ્રોડક્શન્સને નોકરીની ભૂમિકાને અપનાવવા માટે તે અનુભવતા થોડો સમય લાગશે કે આ તેમના માટે સારી વસ્તું છે. પરંતુ મને ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે.

  લિંગ આધારિત ભૂમિકા નથી

  ઈન્ટિમેસીનું પ્રદર્શન કરતા દરેક લિંગને સમાન સમર્થનની જરૂરિયાત રહે છે. તેથી અમને જેન્ડર ન્યૂટ્રલ રહેવાની તાલીમ આપવામાં આવે છે. સામાજિક રચનાના કારણે માનવામાં આવે છે કે મહિલા જ શિકાર છે. પરંતુ દરેક વખતે તે સત્ય હોતું નથી. તમારે સહમતિ અને મર્યાદાઓ વિશે ચર્ચા કરવી જરૂરી છે, ખાસ કરીને પુરૂષોની સાથે. જો કોઇ વિજાતીય દ્રશ્ય હોય તો મોટાભાગના પુરૂષ કલાકાર કહે છે કે, હું દરેક વસ્તુ સાથે સહમત છું, જ્યાં સુધી મહિલા કલાકાર સહમત છે. તેઓ પોતાની સહમતિ પર ચર્ચા કરવામાં વધુ સમય લેતા નથી. તેઓ પોતાના અહંકારના કારણે તે વાતોથી દૂર રહે છે, જે તેમના રસ્તામાં આવે છે. મે ટ્રાન્સજેન્ડર કલાકારો સાથે પણ કામ કર્યુ છે, તે ખૂબ જરૂરી છે કે સેટ પર તેમની પાસે એક વકીલ હોય.

  નિર્દેશક અને કલાકાર વચ્ચે સંતુલન બનાવવું

  જો ઓડિશનમાં કોઇ પ્રકારની ઇન્ટિમેસી છે, તો હું તેમાં પગ રાખું છું. નહીંતર હું એક વખત સ્ક્રિપ્ટ વાંચું છું અને ડાયરેક્ટર સાથે સ્પષ્ટ ચર્ચા કરૂં છું. ત્યાર બાદ હું એક બાદ એક દરેક કલાકાર સાથે વાતચીત કરૂ છું અને તેમની સાથે દરેક સીનની ચર્ચા કરું છું કે કેટલી ન્યૂડિટીની આશા છે અને તેઓ કેટલા તૈયાર છે. અમે શરીરના તે દરેક ભાગનો બોડીમેપ બનાવીએ છીએ અને તેઓ સહમત છે કે નહીં તે જાણીએ છીએ. સહમતિ ખૂબ જરૂરી છે અને જો શૂટિંગના દિવસે કલાકાર સહમત નથી તો મારી પાસે હંમેશા પ્લાન બી હોય છે. અમે બોડી ડબલનો ઉપયોગ કરીએ છીએ કે પછી કોરિયોગ્રાફીને તે રીતે બદલીએ છીએ, જેમાં તેમની સહમતિ સાથે કામ કરી શકાય. આ જોબ ઘણા અંતરે એક સ્ટંટ કોઓર્ડિનેટર અને એક ડાન્સ કોરિયાગ્રાફર જેવી છે, જેણે લગ્ન કરી લીધા છે.

  સાધનો

  મારી પાસે એક ટૂલબોક્સ છે, જો તમે કોઇ સિમ્યુલેટેડ સેક્સ સીન કરી રહ્યા હોય તો તેમાં જનનેન્દ્રિયો વચ્ચે ગાદલા જેવો અવરોધ પેદા કરી શકાય છે. અમે કુશન કે પિલેટ્સ બોલ લગાવીએ છીએ કે પછી લિંગ સાથે કલાકારને એથલેટિક ગાર્ડ પહેરાવીએ છીએ અથવા કલાકારને વલ્વા વિઅર સેનિટરી પેડ્સ પહેરાવીએ છીએ. આ પ્રકારના ઘણા જુગાડ કરવામાં આવે છે, પરંતુ હવે મેં જાતે જ ટૂલ્સ બનાવવાનું શરૂ કર્યુ છે. આ દ્રશ્યોની આવશ્યકતા શું છે તે અંગે ઘણા બધી અમુકૂળતાઓ ઉભી થાય છે. હું હંમેશા મારી ટૂલકિટમાં ડિઓડ્રન્ટ્સ, બ્રીથ ફ્રેશનર, કવરેજ માટે સ્કીન કલર ટેપ, સિલિકોન બ્રા, સ્ટ્રેપલેસ પેન્ટી રાખું છું.

  માત્ર સેક્સ સીન વિશે જ નથી

  ઇન્ટિમેસીમાં બાળકોના જન્મના દ્રશ્યો પણ સામેલ છે અથવા કોઇ પણ LGBTQIA+ કહાનીઓમાં કોઇ પણ પ્રકારે દર્શાવાઈ રહ્યા છે. કે પછી સગીરો સાથે ઈન્ટિમેસી સીન છે, જેમ કે પિતા-પુત્રીના સીનમાં વધુ શારિરીક સ્પર્શ સામેલ છે, તો તમારે સગીર માટે ત્યાં હાજર રહેવું જરૂરી છે. જો કોઇ આઇટમ સોંગ શૂટ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોઇ અભિનેત્રીને તેવા કપડા પહેરવાનું કહેવામાં આવે જેમાં તે સહજ નથી અનુભવતી, તો તે પણ ઇન્ટિમેસી અંતર્ગત આવે છે. જે ઇન્ટિમેસી છે તેનો વ્યાપ ખૂબ મોટો છે.

  આ સૌથી મોટું કારણ છે

  ભારતમાં એકમાત્ર પ્રમાણિત ઇન્ટિમેસી કોઓર્ડિનેટર હોવાના કારણે આસ્થા દરેક ફિલ્મ સેટ પર હાજર રહી શકતી નથી. તેથી તેણે ઇન્ટિમેસી કલેક્ટિવની સ્થાપના કરી, જે ઇન્ટિમેસી પ્રોફેશનલ્સનું એક ગૃપ છે અને તેમની મદદથી નજીકના ભવિષ્યમાં તેણી આઇસીને પ્રમાણિત અને તાલીમ આપવા માટે ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. મારા માટે નોકરી મળવાની સરખામણીએ ઇન્ટિમેસી કોઓર્ડિનેટરની જરૂરિયાત ખૂબ વધુ છે. ભારતના નિર્માણ પામનારી ફિલ્મ જેમાં ઇન્ટિમેસી હોય છે, તેઓ માત્ર મને જ ઇન્ટિમેસી કોઓર્ડિનેટર તરીકે પસંદ કરે તેવું જરૂરી નથી. તે એક અન્ય બજાર બની રહ્યું છે, જે આ નોકરી કરવા માટે યોગ્યતા ધરાવતા લોકો માટે નવા અવસરો ઊભા કરશે. તેથી તે કહેવું ખૂબ જરૂરી છે કે આવી નોકરી પણ અસ્તિત્વ ધરાવે છે.
  First published:

  Tags: Aastha Khanna, Entertainment, Intimacy coordinator in india, Metoo, બોલીવુડ