મુંબઇ : ઝારખંડમાંથી સોમવારે એક 22 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક પર આક્ષેપ છે કે તેણે 'ઇન્ડિયન આઇડોલની સ્પર્ધક રહેલી એક યુવતી સાથે રૂ. 1.70 લાખની છેતરપિંડી કરી છે. આ માટે તેણે યુવતીને ફોન કરીને પોતે બેંકનો એક્ઝિક્યુટિવ હોવાનો ઢોંગ કર્યો હતો.
મુંબઈ પોલીસની સાઇબર સેલની મદદથી સાયન પોલીસે સોમવારે આરોપી રાજકુમાર જયનારાયણ મંડાલની ધરપકડ કરી હતી.
મંડાલે ગત વર્ષે ઇન્ડિયન આઇડોલમાં ભાગ લેનારી અવંતી પટેલ (ઊં.વ.23) અને તેની બહેનને પોતે જાહેર ક્ષેત્રની બેંકનો પ્રતિનિધિ હોવાનું જણાવી ફોન કર્યો હતો.
બંને સાથે વાતચીત દરમિયાન મંડાલે બંનેની બેંકની વિગતો અને ડેબિટ કાર્ડના પાસવર્ડની માહિતી મેળવી લીધી હતી. બાદમાં આ યુવકે છેતરપિંડી કરીને અવંતી તેમજ તેની બહેનના ખાતામાંથી રૂ. 1.7 લાખ ઉપાડી લીધા હતા. યુવકે આ રકમ અન્ય એક બેંક ખાતામાં અને મોબાઇલ વોલેટ Paytmમાં ટ્રાન્સફર કરી લીધા હતા.
બંને બહેનોને જ્યારે છેતરાયા હોવાનું ભાન થયું ત્યારે બંનેએ સાયન પોલીસ મથકમાં આ અંગેની લેખિત ફરિયાદ આપી હતી.
તપાસ દરમિયાન પોલીસને માલુમ પડ્યું હતું કે યુવતીને ફોન કરનાર યુવક ઝારખંડમાંથી છે, તેમજ જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેની વિગતો પણ પોલીસને મળી હતી.
પોલીસે યુવકની ધરપકડ માટે એક ટીમ ઝારખંડ મોકલી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર