Me too વિવાદ પછી સોની ચેનલે લીધા પગલા, અનુ મલિક ફરી છોડશે શો!

News18 Gujarati
Updated: November 6, 2019, 12:20 PM IST
Me too વિવાદ પછી સોની ચેનલે લીધા પગલા, અનુ મલિક ફરી છોડશે શો!
અનુ મલિક

હવે ખબર તેવી આવી રહી છે કે અનુ મલિકને બહારનો રસ્તો જોવા પડશે.

  • Share this:
સંગીત ક્ષેત્રે જાણીતા રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 11 હવે તેના સ્પર્ધકાના બદલે જજના કારણે વધુ વિવાદમાં રહે છે. Me too ના આરોપો પછી અનુ મલિક જ્યાં ફરીથી શોના જજ બનીને પાછા આવ્યા છે ત્યારે આજ કારણે લોકો શોની આલોચના પણ કરી રહ્યા છે. અને આ વિવાદ વધતા શોના મેકર્સ પણ હવે ઠોસ પગલા લેવાનું વિચારી રહ્યા છે. સિંગર સોના મોહપાત્રાએ સોશિયલ મીડિયામાં સતત અનુ મલિકના શો પર પાછા આવવાને લઇને આપત્તિ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે સોનાએ ઇન્ડિયન આઇડલના વખાણ કરવા પર સચિન તેડુંલકરને પણ નહતા છોડ્યા. ત્યારે સોશિયલ મીડિયામાં ભારે વિવાદ વધતા સોની એન્ટરટેનમેન્ટ ચેનલે છેવટે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. અને હવે ખબર તેવી આવી રહી છે કે અનુ મલિકને બહારનો રસ્તો જોવા પડશે.

ડેક્કન ક્રોનિકલમાં છપાયેલી ખબર મુજબ સુત્રોના હવાલે તે જાણકારી મળી છે કે અનુ મલિકને થોડા સમયમાં શોથી બહાર કરવામાં આવશે. ચેનલે વિચાર્યું કે મીટૂ વિવાદ પૂરો થઇ ગયો છે. પણ અનુ મલિકને પાછા શોમાં લેતા જ તેમનો વિરોધ શરૂ થયો હતો. ત્યારે ચેનલ હવે અનુ મલિકની જગ્યાએ કોઇ બીજા જજને લેવાનું વિચારી રહી છે.

નોંધનીય છે કે અનુ મલિક પર સોના મહાપાત્રા સમેત શ્વેતા પંડિતે પણ આરોપ લગાવ્યો હતો. વળી ઇન્ડિયન આઇડલ શોની પૂર્વ પ્રોડ્યૂસર ડેનિયસ ડિસૂઝા પણ આ મામલે કહી ચૂકી છે કે શોના ક્રૂ મેમ્બર્સ સાથે અનુ મલિકનો વર્તાવ તેવા હતો કે ખૂબ જ ફરિયાદો આવતી હતી.
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading