Home /News /entertainment /Indian Idol 12ના વિજેતા પવનકુમાર રાજન આવી રીતે ખર્ચ કરશે ઈનામની રકમ, આ છે તેમનો ભવિષ્યનો પ્લાન

Indian Idol 12ના વિજેતા પવનકુમાર રાજન આવી રીતે ખર્ચ કરશે ઈનામની રકમ, આ છે તેમનો ભવિષ્યનો પ્લાન

Indian Idol 12ના વિજેતા પવનકુમાર રાજન આવી રીતે ખર્ચ કરશે ઈનામની રકમ, આ છે તેમનો ભવિષ્યનો પ્લાન

Indian Idol 12- ઇન્ડિયન આઈડલની 12મી સિઝન (Indian Idol 12) માં પવનદીપ રાજન (Pawandeep Rajan) વિજેતા બન્યો

મુંબઈ : લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઈડલની 12મી સિઝન (Indian Idol 12) માં પવનદીપ રાજન (Pawandeep Rajan) વિજેતા બન્યો છે. તેણે અરુણિતા કાંજીલાલ (Arunita Kanjilal)ને પાછળ રાખીને ટ્રોફી કબજે કરી છે. આ શોની ફાઈનલમાં છ સ્પર્ધકો પહોંચ્યા હતા. તેમાં પવનદીપ અને અરુણિતા ઉપરાંત મોહમ્મદ દાનિશ, સાયલી કાંબલે, સન્મુખપ્રિયા અને નિહાલનો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડના રહેવાસી પવનદીપ રાજન (Pawandeep Rajan) સારું ગાવાની સાથે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ વગાડે છે. તેણે 2015માં ટીવી શો ધ વૉઈસ પણ જીત્યો હતો. ઇન્ડિયન આઈડલમાં તે અરુણિતા કાંજીલાલ સાથેના અફેરની બાબતે પણ ચર્ચામાં રહ્યો હતો.

તાજેતરમાં News18 સાથે વાતચીતમાં પવનદીપે ઈનામ તરીકે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન દ્વારા અપાયેલા રૂ. 25 લાખના ઉપયોગ બાબતે જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે, બાળકો શિક્ષણ મેળવી શકે અને આગળ વધી શકે તે માટે હું મારા જિલ્લામાં મ્યૂઝિક સ્કૂલ ખોલવા માંગુ છું. જેનાથી તેમને પ્રોફેશનલ પદ્ધતિથી કેવી રીતે કામ થાય છે તેની જાણકારી મળશે. હું નાનપણથી જ માતાપિતા સાથે રહ્યો છું અને તેમણે મારા માટે ઘણું બધું કર્યું છે. જેના બદલામાં હું જે કંઈ કરું તે ઓછું છે.

આ પણ વાંચો - Super Dancer 4ના સેટ પર પાછી ફરી shilpa shetty, આજથી શરૂ કર્યું શૂટિંગ

પ્રોફેશનલ કારકિર્દી અંગે પવનદીપ રાજને ખુલાસો કર્યો હતો કે, તે મુંબઈમાં પોતાને પ્રોફેશનલ ગાયક તરીકે સ્થાપિત કરવા માંગે છે. તેણે કહ્યું કે, હવે લોકો તેને વધુ સારી રીતે ઓળખે છે. જો તે કોઈ ગીત રિલીઝ કરશે તો તે દરેક જગ્યાએ પહોંચશે. આ વાતચીત દરમિયાન પવનદીપે ઇન્ડિયન આઈડલને તેના સપનાનો સેતુ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, તે મ્યુઝીશિયન પાસેથી ઘણું શીખ્યો છે અને તે પોતાનો બેઝ મુંબઈ ખસેડવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન આઈડલની 12મી સિઝનના વિજેતાને લઈ ચાહકોમાં ઘણા સમયથી અટકળો ચાલતી હતી. આ દરમિયાન 15મી ઓગસ્ટના રોજ શોનો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. બપોરે 12થી રાત્રે 12 વાગ્યા સુધી ચાલેલો ઈન્ડિયન આઈડોલ ફિનાલે ખૂબ જ ભવ્ય હતો. ફાઇનલમાં એક સાથે 6 સ્પર્ધકો હોય તેવું પ્રથમ વખત બન્યું હતું. આ સિઝન ઇન્ડિયન આઈડલની સૌથી લાંબી ચાલનાર સિઝન હતી. આ શોને ગાયક અને એક્ટર આદિત્ય નારાયણે (Aditya Narayan) હોસ્ટ કર્યો હતો. શોમાં સોનુ કક્કર અને હિમેશ રેશમિયા જજની ભૂમિકામાં હતા. આ શોમાં પહેલા વિશાલ દદલાની અને નેહા કક્કર પણ જજ તરીકે જોવા મળ્યા હતા.
First published:

Tags: Indian Idol 12, Pawandeep Rajan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો