મુંબઇ: સોની ટીવીનો (Sony TV) સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડોલ 12' (Indian idol 12) એક લોકપ્રિય ટીવી શો છે. આ શોમાં દેશભરના ગાયકો તેમના મધુર અવાજથી લોકોનું મનોરંજન કરી રહ્યાં છે. કોઈપણ રિયાલિટી શોમાં, એવો સમય આવે છે જ્યારે જજોની પ્રસંશાની સાથે દર્શકોનું વોટિંગ પણ ધ્યાનમાં રાખવું પડે છે. જેને પણ ઓછા મત મળે છે તેને બહાર જવું પડે છે. શોના મધુર ગાયક એવા નચિકેત લેલેને (Nachiket lele) ઓછા મતોના કારણે 'ઇન્ડિયન આઇડોલ 12' નો મંચ છોડી દેવો પડ્યો છે.
રવિવારે નચિકેત લેલેના ચાહકો ઘણાં નિરાશ થયા હતા જ્યારે તેઓને ખબર પડી કે તેઓ હવે 'ઈન્ડિયન આઇડોલ 12' ના મંચ પર તેમના પ્રિય ગાયકનો અવાજ સાંભળી શકશે નહીં. રિયાલિટી શોના એલિમિનેશન રાઉન્ડમાં નચિકેતનું નામ સામે આવ્યું. સિંગરે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો સંદેશ તેના ચાહકો અને શોની ટીમને શેર કર્યો છે.
નચિકેત આ વીડિયો સંદેશમાં તેના શોની સાથે તેની આખી મુસાફરી વિશે જણાવી રહ્યો છે. નચિકેતે કહ્યું છે કે, આ શોથી કોઈ સ્પર્ધકની ગાયકી ગુણવત્તામાં માત્રા સુધારો નથી થતો પરંતુ આ શોમાં આવ્યા પછી તેનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે.