Home /News /entertainment /

Indian idol-12માં આવ્યો ચોંકાવનારો ટ્વીસ્ટ, મેકર્સે કન્ટેસ્ટેન્ટ્સને ઘરે મોકલ્યા, પવનદિપનો ભાવુંક video

Indian idol-12માં આવ્યો ચોંકાવનારો ટ્વીસ્ટ, મેકર્સે કન્ટેસ્ટેન્ટ્સને ઘરે મોકલ્યા, પવનદિપનો ભાવુંક video

ઈન્ડિયન આઇડલ 12ની ફાઈલ તસવીર

Entertainment news: છેલ્લા ત્રણ મહિનાથી શોનું શૂટિંગ દમણમાં ચાલી રહ્યું છે. હવે બધા મુંબઈ આવી ગયા છે. જ્યારે કન્ટેસ્ટેન્ટ્સ મુંબઈ (Mumbai) આવ્યા તો મેકર્સે બધાને ઘરે જવા માટે કહી દીધું હતું.

    મુંબઈઃ ટીવીનો સિંગિગ રિયાલિટી શો (Singing reality show) ઈન્ડિયન આઇડલ 12 (Indian idol-12) કોઈના કોઈ કારણે સમાચારોમાં છવાયેલો રહે છે. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે મેકર્સે શો માટે મોટું પગલું ભર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે બધા કન્ટેસ્ટેન્ટ્સને (Contestants) ઘરે મોકલી દીધા છે. જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનાથી શોનું શૂટિંગ દમણમાં ચાલી રહ્યું છે. હવે બધા મુંબઈ આવી ગયા છે. જ્યારે કન્ટેસ્ટેન્ટ્સ મુંબઈ (Mumbai) આવ્યા તો મેકર્સે બધાને ઘરે જવા માટે કહી દીધું હતું.

    આખો મામલો એવો છે કે સિંગર્સને ઘરે મોકવાનું મોટું કારણ છે. મેકર્સને નક્કી કર્યું છે કે બધા સિંગર્સ પોતાના હોમટાઉન જઈને આસપાસના સ્થાનિક લોકો પાસે વોટની અપલી કરશે. સાથે જ સોશિયલ મીડિયા ઉપર પણ વીડિયો બનાવીને પોસ્ટ કરશે. શોનો ફિનાલે ટૂંક સમયમાં આવશે. જ્યારે બધા કન્ટેસ્ટેન્ટ્સ વચ્ચે કાંટેની ટક્કર થનારી છે.

    આવામાં એ જ જીતશે જેને વધારે વોટ મળશે. મેક્સે આ સિઝનમાં નવો ટ્વીસ્ટ આપવા માટે આ પગલું ઉઠાવ્યું છે. જણાવી દઈએ કે હજી શોમાં પનવદીપ રાજન ઉપરાંત અરુણિતા કાંજીલાલા, મોહમ્મદ દાનિશ, શનમુખપ્રિયા, સાયલી કાંબલે અને આશિષ કુલકર્ણી બચ્યા છે.

    આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

    આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

    જેના વચ્ચે કોમ્પિટિશન ચાલી રહી છે. અત્યારે પોતપોતાના ઘરે જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ત્યાં ફેન્સ, દર્શક અને નજીકના સંબંધીઓને મનોરંજન કરતા પરફોર્મન્સ કરી રહ્યા છે. સાથે જ વોટ્સ આપવા માટે અપીલ પણ કરે છે.

    આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ તાલિબાની સજાનો કમકમાટી ભર્યો video આવ્યો સામે, મહિલા અને યુવકોએ યુવતીને માર્યો ઢોર માર

    આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

    પવનદીપ રાજન પોતાના હોમટાઉન ઉત્તરાખંડ પહોંચ્યો છે. અહીં તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે અને એક ગીત પણ ગાઈને સંભળાવ્યું હતું. જ્યારે તેઓ પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે લોકો તેમનો વીડિયો ઉતારી રહ્યા હતા.




    આ સાથે જ તેમના પરફોર્મ્સથી મંત્રમુગ્ઘ થયા હતા. ઇન્ડિયન આઇડલ 12માં કુલ સાત કન્ટેસ્ટેન્ટ્સ બચ્યા છે. તાજેતરમાં સવાઈ ભાટ અને અંજલિ ગાયકવાડ એલિમિનેટ થયા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Entertainment news, Indian Idol 12, Reality Show

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन