Home /News /entertainment /આર્થિક તંગીથી લડી રહ્યાં છે 'એક પ્યાર કા નગમા'નાં લેખક સંતોષ આનંદ, નેહા કક્કડે કરી મદદ

આર્થિક તંગીથી લડી રહ્યાં છે 'એક પ્યાર કા નગમા'નાં લેખક સંતોષ આનંદ, નેહા કક્કડે કરી મદદ

(PHOTO: @indianidol12official/Instagram)

ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) પર આ અઠવાડિયે સંતોષ આનંદ (Santosh Anand) સંગીતકાર પ્યારેલાલની સાથે નજર આવે છે. શારીરિક રૂપથી લાચાર સંતોષ આનંદ ઉંમરનાં તે પડાવ પર તેમનાં સંઘર્ષ જણાવે છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'એક પ્યાર કા નગમા હૈ', 'જિંદગી કી ન ટૂટે લડી', 'મે ના ભૂલૂંગા... ઇન રસ્મો કો ઇન કસમો કો..' જેવાં લોકપ્રિય ગીતોનાં ગીતકાર આ દિવસોમાં આર્થિક તંગીથી લાચાર છે. 81 વર્ષાં સંતોષ આનંદ (Santosh Anand)ની પાસે કંઇ કામ નથી. અને દીકરાનાં નિધન બાદ તેઓ સંપૂર્ણ તુટી ગયા છે. હાલમાં જ તે ટીવી રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) નાં સેટ પર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તેમની દર્દ ભરી દાસ્તાન સંભળાવી હતી. તેમનાં કઠિન જીવનની કહાની સાંભળી જજ નેહા કક્કડ (Neha Kakkar) ભાવૂક થઇ ગઇ અને તેણે સંતોષ આનંદને મદદ માટે 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી દીધી.

ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) પર આ અઠવાડિયે સંતોષ આનંદ (Santosh Anand) સંગીતકાર પ્યારેલાલની સાથે નજર આવવાનાં છે. શારીરિક રૂપે લાચાર સંતોષ આનંદ ઉંમરનાં તે પડાવ પર તેમનાં સંઘર્ષ જણાવે છે. શોમાં તે દર્શકોને કહેતાં નજર આવશે કે, કેવી રીતે તેમને હાલમાં બિલ ચુકવવામાં પણ કઠિનાઇ થઇ રહી છે. તેમની દર્દભરેલી કહાની સાંભળ્યા બાદ નેહા ભાવૂક થઇ ગઇ ઙથી.

નેહાએ તેમને કહ્યું કે, તે કંઇપણ રીતે તેમને મદદ કરવાં ઇચ્છે છે કારણ કે તે ઇન્ડિયન મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનો ખુબજ અહમ હિસ્સો છે. નેહાએ આર્થિક મદદ કરતાં તેમને 5 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો. એટલું જ નહીં નેહાએ ઇન્ડસ્ટ્રીમાં તેમને કામ આપવા પણ અપીલ કરી છે. નેહા ઉપરાંત વિશાલ દદલાનીએ પણ સંતોષ આનંદને તેમનાં લખેલાં ગીતો માંગ્યા અને કહ્યું કે, તે તેને રિલીઝ કરશે.

સંતોષ આનંદનાં દીકરાનું નામ સંકલ્પ હતું. તે ગૃહ મંત્રાલયમાં IAS અધિકારીઓ સોશિયોલોજી અને ક્રિમિનોલોજી ભણતો હતો આ સમયે તે ડિપ્રેશનનો શીકાર થોય હતો. 15 ઓક્ટોબર 2014નાં પત્નીની સાથે દિલ્હીથી મથુરા પહોચ્ાય બાદ બંનેએ કોસીકલાં કસ્બા પાસે રેલવે ટ્રેક પર પહોંચી ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી લીધી હતી. આ દૂર્ધટનામાં તેમની દીકરીનો બચાવ થઇ ગયો હતો.

આત્મહત્યા પહેલાં 10 પન્નાની સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં હોમ ડિપાર્ટમેન્ટનાં ઘણાં સીનિયર અધિકારીઓ ડીઆઇજીનાં નામ શામેલ હતાં સંકલ્પનો આરોપ હતો કે, કરોડોનાં ફંડમાં ગડબડીને કારણે આ અધિકારીઓએ તેને આત્મહત્યા કરવાં મજબૂર કર્યો હતો.
First published:

Tags: Financial crisis, Indian Idol 12, Neha kakkar, TV, Tv news

विज्ञापन