હોસ્ટ ADITYA NARAYAN બાદ હવે INDIAN IDOL 12નો આ સ્પર્ધક પણ થયો કોરોનાનો શિકાર

પવનદીપ થયો કોરોના પોઝિટિવ

ટીવીનાં પ્રખ્યાત રિયાલિટી સિંગિંગ શો 'ઇન્ડિયન આઇડલ 12'નો જજ આદિત્ય નારાયણ (Aditya Narayan) કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ શોનો સ્પર્ધક પવનદીપ (Pawandeep)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Virus Positive) આવ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મહામારી કોરોનાનો કહેર દિવસે દિવસે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઓછો થવાની જગ્યાએ વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધીમાં ટીવી અને બોલિવૂડનાં સેકંડો લોકો કોરોનાનાં કહેરનો શીકાર થઇ ગયા છે. ગત દિવસોમાં ટીવીનાં પ્રખ્યાત રિયાલિટી સિંગિંગ શો 'ઇન્ડિયન આઇડલ 12'નો જજ આદિત્ય નારાયણ (Aditya Narayan) કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ શોનો સ્પર્ધક પવનદીપ (Pawandeep)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Virus Positive) આવ્યો છે.

  ઇન્ડિયન આઇડલ 12નો પવનદીપ રાજન કોરોનાની ચપેટમાં આવી ગયો છે જે ખબર સામે આવ્યાં બાદ શોની શૂટિંગ પણ રોકાઇ શકે છે. પવનદીપનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઇન્ડિયન આઇડલનાં સેટ પર વધુ સાવધાની વરતવામાં આવી રહી છે. દરરજો આ તમામ સ્પર્ધકનાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટનાં પરિણામ આવ્યા બાદ તેમને ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં ચે.

  એવામાં હવે શોનાં જજ નેહા કક્કડ, વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા પર પણ આ સંકટ જોવા મળી રહ્યું છે. ઇન્ડિયન આઇડલનાં જજ હિમેશ રેશમિયા નેહા કક્કડ અને વિશાલ દદલાની પણ દરરોજ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. શો પર આવનારા તમામ ગેસ્ટ્સનો પણ સેફ્ટી પ્રોટોકોલમાંથી પસાર થવું પડે છે. ઇન્ડિયન આઇડલ પહેલા ડાન્સ દીવાને 3નાં સેટ પર ત્રણ સ્પર્ધકોને કોરોના થઇ ગયો છે. આ સેટ પર 18 લોકોને કોરોના થઇ ગયો છે.  તો આદિત્ય નારાયણની વાત કરીએ તો, તે પણ કોરોનાથી રીકવર થઇ રહ્યો છે. સિંગર સોશિયલ મીડિયા દ્વારા તેનાં સ્વાસ્થ્ય અંગે જાણકારી આપતો જઇ રહ્યો છએ. માનવામાં આવે છે કે તે શો પર ટૂંક સમયમાં વાપસી કરશે.

  ઇન્ડિયન આઇડલનાં આવનારા એપિસોડમાં જાણીતા મ્યૂઝિક ડિરેક્ટર અને ઓસ્કર વિનર એ આર રહમાન (A R Rahman) આઇડલનાં મંચ પર મેહમાન તરીકે નજર આવશે. એ આ રહેમાન સાથે થનારી ઇન્ડિયન આઇડલ 12નું શૂટિંગ પૂર્ણ થઇ ગયુ છે.

  ગત સમયમાં ઘણાં બોલિવૂડ સ્ટાર્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાં અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, કટરિના કૈફ, ભૂમિ પેડનેકર સહિતનાં A લિસ્ટેડ સ્ટાર કોરોનાનાં પ્રકોપથી બચી શક્યા નથી.
  Published by:Margi Pandya
  First published: