Home /News /entertainment /Indian Idol 12 આશીષ કુલકર્ણી થયો OUT, શન્મુખપ્રિયા રડતાં- રડતાં થઇ બેભાન
Indian Idol 12 આશીષ કુલકર્ણી થયો OUT, શન્મુખપ્રિયા રડતાં- રડતાં થઇ બેભાન
Photo- @ashishkulkarni.music)
આશીષ કુલકર્ણી (Ashish Kulkarni) વોટોની કમીને કારણે ઇન્ડિયન આઇડલથી બહાર થઇ ગયો છે. એટલે કે આશીષ કુલકર્ણી ટોપ 6માં તેનું સ્થાન નથી બનાવી શક્યો. જેનાંથી સ્પર્ધકનાં ફેન્સ ઘણાં નિરાશ થયા છે. આશીષનાં શોમાંથી બહાર થવા પર તેનાં ફેન્સ જ નહીં પણ તેનાં સાથી સ્પર્ધકો પણ ઘણાં દુખી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગિંગ રિયાલિટી શો (Singing Reality Show) ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) સતત ચર્ચામાં છે. હાલમાં જ શોનાં સવાઇ ભાટ બહાર થયો જેનાંથી ફેન્સ ઘણાં નિરાશ થયા હતાં. સવાઇ ભટ્ટનાં એવિક્શ પર અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ પણ દુખ જાહેર કર્યુ હતું. હવે આશીષ કુલકર્ણી (Ashish Kulkarni) વોટોની કમીને કારણે ઇન્ડિયન આઇડલની બહાર થઇ ગયો છે. એટલે કે, આશીષ કુલકરણી ટોપ 6માં જગ્યા નથી બનાવી શક્યો. જેનાંથી ફેન્સ અને તેનાં સાથી સ્પર્ધકો નિરાશ છે. આશીષનાં શોથી બહાર થવાથી તેનાં સાથી સ્પર્ધક રડી પડ્યાં છે.
જેમ જજીસે આશીષ કુલકર્ણીનાં શોમાંથી બહાર થવાની જાહેરાત કરી તેનાં સાથી ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા. ખાસ કરીને શન્મુખપ્રિયા (Shanmukhpriya) અને સયાલી કાંબલે (Sayali Kamble) ઘણી ઇમોશનલ થઇ ગઇ હતી. બંને જ આશીષ કુલકર્ણીને ગળે લગાવી રડવા લાગી હતી. અને બાદમાં તે બેભાન થઇ ગઇ હતી. સાયલીનાં પિતા અને શનમુખપ્રિયાની માતા પણ આશીષનાં શોમાંથી બહાર જવા પર દુખી થઇ ગઇ હતી.
યૂઝર્સ સોશિયલ મીડિયા પર આશીષ કુલકર્ણીનાં એવિક્શન અંગે પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ વખતે સોમાં આશા ભોંસલે સ્પેશલ (Asha Bhosle Special) ગેસ્ટ બનીને આવી હતી. જ્યા સ્પર્ધકોએ તેમનાં જ ગીતો ગાઇને પર્ફોર્મન્સ આપી હતી. આશીષે આ એપિસોડમાં 'અભી ના જાઓ છોડકે..' અને 'દિલ લેના ખેલ હૈ દિલદાર કા..' ગીતો ગાયા હતાં. આશા ભોંસલેએ તેની ગાયકીનાં દિલ ખોલીને વખાણ કર્યા હતાં.
આ બાદ અનુ મલિકે એવિક્શન અંગે કહ્યું કે, આ વખતે નિર્ણય સંપૂર્ણપણે જનતાનાં હાથમાં છે. અનુ મલિકે આ જાહેરાત શોનાં તમામ ટોપ 7 સ્પર્ધકોને સ્ટેજ પર બોલાવીને કરી હતી. જે બાદ શોનાં જજ અનુમલિક (Anu Malik) એ સૌથી વધુ વોટ મેળવનારા સ્પર્ધક્સનાં નામની જાહેરાત કરી અને અંતમાં જણાવ્યું કે, આ શોમાંથી આશીષનો સફર પૂર્ણ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર