Home /News /entertainment /Indian Food: આ હોલીવુડ સેલિબ્રીટીસને લાગ્યો ભારતીય ફુડ ચસ્કો, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

Indian Food: આ હોલીવુડ સેલિબ્રીટીસને લાગ્યો ભારતીય ફુડ ચસ્કો, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

હોલિવુડ સ્ટાર્સનો ઈન્ડીયન ફૂડ પ્રેમ

મોટાભાગે જોયુ છે કે વિદેશી લોકોને આપણું ફુડ વધારે સ્પાઈસી લાગતું હોય છે અને તે ખાઈ શકતા નથી. પણ આજે અમે આપને ઈન્ડિયન ફુડના ફેન ગણાતા હોલીવુડ સેલિબ્રીટી વિશે જણાવીશું

  ઘરની રસોઈથી લઈને સ્ટ્રીટ ફુડ અને રેસ્ટોરન્ટના ફુડ સુધી આપણા દેશમાં સ્વાદની કોઈ કમી નથી. આખા દિવસમાં ભલેને આપણે ગમે તેટલા ફોરેન ક્યુઝીન ખાધા હોય, પણ જ્યાં સુધી આપણને આપણું ભારતીય ભોજન ના મળે ત્યા સુધી સંતોષ તો થતો જ નથી.

  આપણે તો આપણું ઈન્ડિયન ફુડ ખૂબ ખુશી ખુશી ખાઈએ છીએ પણ આપણે મોટાભાગે જોયુ છે કે વિદેશી લોકોને આપણું ફુડ વધારે સ્પાઈસી લાગતું હોય છે અને તે ખાઈ શકતા નથી. પણ આજે અમે આપને ઈન્ડિયન ફુડના ફેન ગણાતા હોલીવુડ સેલિબ્રીટી વિશે જણાવીશું. ભારતીય ફૂડ ખૂબ ગમતું હોવાનો એકરાર હોલીવુડ સેલિબ્રીટીઓએ જ કર્યો છે. તેઓ ભલે આપણા સમોસા અને ભજીયાને તેમની રીતે નવું નામ આપતા હોય, પણ હોલીવુડ હસ્તીઓ આપણા દેશી ઈન્ડિયન ફુડ માટે પોતાનો પ્રેમ જોહેર કર્યા વિના રહી નથી શકતા.

  ટોમ ક્રુઝ

  ટોમ ક્રુઝ હોલીવુડની જાણીતી હસ્તી છે. ભારતમાં પણ તેમના ઘણા ફેન્સ છે. જેઓ તમની ફિલ્મોને ખુબ પસંદ કરે છે. તાજેતરમાં જ આ ફેમસ હોલીવુડ સેલિબ્રીટી મિશન ઈમ્પોસિબલ 7ના શુટિંગ શેડ્યુલથી બ્રેક લઈ યૂકેમાં આશા ભોંસલેના રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોચ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, ટોમ ક્રુઝે ચિકન ટીક્કા મસાલા ઓર્ડર કર્યું હતું અને તે ટોમને ખૂબ પસંદ આવતા 2 વખત ઓર્ડર કરવામાં આવ્યું હતું.

  વીલ સ્મિથ

  મેન ઈન બ્લેક, અલ્લાઉદ્દીન અને સ્યુસાઈડ સ્કવોડ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા હોલીવુડ સેલિબ્રીટી વીલ સ્મિથ ઈન્ડિયન ફુડના પ્રશંસક છે. વીલ સ્મિથ એ પણ કહી ચુક્યા છે આજ સુધી તેમણે જે પણ ખાધું છે તે બધામાં ઈન્ડિયન ફુડ સૌથી સારું છે. તેમને તેમની મનપસંદ ઈન્ડિયન ડિશ અંગે પૂછવામાં આવ્યું તો તેના જવાબમાં તેમણે 6 પ્રકારની અલગ અલગ નાન અને ચિકન ટિક્કા માસાલાનું નામ લીધું હતું.

  રિચર્ડ ગેરી

  ઈન્ડિયન ફુડ લવર્સમાં રિચર્ડ ગેરીનું નામ પણ શામેલ છે. રિચર્ડ ગેરી પોતાના શૂટિંગના શિડ્યુલ માટે ઉદયપુર આવ્યા હતા, ત્યારે તેમણે ઈન્ડિન ફુડની મિજબાની માણી હતી. તેમનાં ભાવતા ઈન્ડિયન ફુડમાં પાયા અને ઈરાની સૂપ શામેલ છે. ઉદયપુરમાં શુટિંગ સમયે તેમણે ઘણો સમય ઈન્ડિયન લોકન ક્યુઝીન ખાઈને પસાર કર્યો હતો.

  બિલ ગેટ્સ

  વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં શામેલ બિલ ગેટ્સ પણ ઈન્ડિયન ફુડના ફેન છે. બિલ ગેટ્સને ઈન્ડિયન ફુડ એટલું પસંદ છે કે, તે અવારનવાર પોતાના લંચમાં ઈન્ડિયન ફુડ જ ખાતા હોય છે. આ વાત બિલ ગેટ્સે પોતાના એક બ્લોગમાં કહી હતી. આ બ્લોગમાં જ બિલ ગેટ્સે કહ્યું હતું કે હું જ્યારે પણ ભારતના પ્રવાસ પર હોઉં છું, ત્યારે હું હંમેશા જરૂર કરતા વધારે જ ખાઈ લવ છે. બિલ ગેટ્સને મટન કરી અને ચિકનની કેટલીક ડિશ ખૂબ પસંદ છે.

  જુલીઆ રોબર્ટ્સ

  જુલીઆ પોતાના શો ઈટ પ્રે લવ (Eat Pray Love)ના શુટિંગ માટે ભારત આવી ત્યારે જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. આ વખતે જુલીઆ રોટલી, આલુ ગોબી અને રાઈસ ખાતી નજરે પડી હતી અને એ પણ ફોર્ક-નાઈફ વગર. આ શુટિંગ શિડ્યુલ બાદ તેણે કહ્યું હતું કે, ઈન્ડિયન ફુડ ખૂબ સરસ છે. આ એટલું ટેસ્ટી છે કે તેને તમે વારંવાર ખાવાનું પસંદ કરશો. આ ફુડ એટલું સ્પાઈસી હતું કે, આખા ડિનર દરમિયાન મને પરસેવો થતો હતો.

  લેડી ગાગા

  ફેમસ હોલીવુડ પોપ સિંગર લેડી ગાગા પણ ઈન્ડિયન ફુડની ફેન છે. તેણે એક વખત કહ્યું હતું કે, તેને ભારતીય ફુડ એટલું ભાવે છે કે તે આ દરરોજ ખાઈ શકે છે. લેડી ગાગાને ચિકન લબાબદાર ખૂબ પસંદ છે. તે કહે છે કે, મોકો મળે ત્યારે તે ઈન્ડિયન કરી ખાય જ છે. પોતાની ડાયટ પૂરી થયા બાદ લેડી ગાગાએ એક જ દિવસમાં 3 વખત સ્પાઈસી ઈન્ડિયન કરી ખાધી હતી.

  મડોના

  પોપ સુપરસ્ટાર મડોનાને ઈડલી ખૂબ પસંદ છે. તે કહે છે કે, ઈન્ડિયન ફુડની સુગંધ તેને ખૂબ ગમે છે. એક ઈન્ટરવ્યૂમાં તણે કહ્યું હતું કે, ભારત આવ્યા બાદ તેને ખબર પડી કે કઈ રીતે ઈડલી વેઈટલોસમાં મદદ કરી શકે છે. આ સાથે જ ડાયટમાં કાર્બસની કમી પૂરી કરવા પણ ખાઈ શકાય છે. તેનું કહેવું છે કે તેને ઈન્ડિયન કરીમાં તાજા કોથમીરની સુગંઘ ખૂબ ગમે છે.

  બ્રાડ પિટ

  બ્રાડ પિટ અને એન્જ્લિના જોલીને પણ ભારતીય ફુડ ખુબ પસંદ છે. ચિકન મસાલા અને ગાર્લિક નાન બ્રાડ પિટના ફોવરીટ ઈન્ડિયન ફુડ છે. આ કપલ એક પાર્ટી દરમ્યાન ઈન્ડિન ફુડ કાઉન્ટર પર સ્પોટ થયાં હતાં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે આ વાત કરી હતી કે તેને અને એન્જ્લીના જોલીને ભારતીય ફુડ પસંદ છે, તેમના બાળકો પણ ઈન્ડિયન ફુડ પસંદ કરે છે.

  શકીરા

  રિપોર્ટસ અનુસાર Hips Don't Lie સ્ટાર શકીરાને ઈન્ડિયન ફુડ ખૂબ પસંદ છે. શકીરાને ચીકન ટિક્કા, અફઘાની ચીકન, મટન મસાલા, રસમલાઈ અને ગાજરનો હલવો ખૂબ પસંદ છે.

  આર્નોલ્ડ શ્વાઝનેગર

  ટર્મિનેટર એક્ટર આર્નોલ્ડને પણ ઈન્ડિયન ફુડ પસંદ છે. પોતાના ભારત પ્રવાસ દરમિયાન આર્નોલ્ડે પ્રથમ વખત ઈન્ડિયન ફુડ ટેસ્ટ કર્યું અને તે ફુડના ફેન થઈ ગયા હતા. આર્નોલ્ડને કબાબ અને નાન બુખારા ખૂબ પસંદ છે. પોતાના ભારત પ્રવાસ દરમ્યાન તેમણે આ મોટી નાન સાથે ફોટો પોસ્ટ કર્યો હતો.

  મેટ ડેમન

  ભારતીય વાનગીઓના પરફેક્ટ સ્પાઈસીસ અને તેની સુગંધથી મેટ ડેમન ખૂબ ઈમ્પ્રેસ થાય છે. જ્યારે તેમને તેમની ફેવરિટ ડિશ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સ્ટફ્ટ નાન અને ચિકન ટિક્કાનું નામ આપ્યું.

  આ પણ વાંચોBollywood: બોલિવૂડના એવા 10 એક્ટર્સ જેમણે શૂન્યમાંથી સર્જન કરી લોકોના દિલમાં બનાવી છે જગ્યા

  મેન્ડી મૂરી

  હોલીવુડના બીજા સ્ટાર્સ કોઇને કોઈ ક્યૂઝિનના ફેન છે. પણ મેન્ડ મૂરી દેસી ફુડની ફેન છે. તેને લીટ્ટી ચોખા અને કબાબ ખૂબ પસંદ છે. સાથે જ મેન્ડી મસાલા ચાયની પણ પ્રશંસક છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Interesting story, Hollywood News, Hollywood stars

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन