Home /News /entertainment /Avatar : The Way of Waterને લઇને ભારતીય ફેન્સમાં જોરદાર ક્રેઝ, તાબડતોબ વેચાઇ ગઇ આટલા હજાર ટિકિટ!
Avatar : The Way of Waterને લઇને ભારતીય ફેન્સમાં જોરદાર ક્રેઝ, તાબડતોબ વેચાઇ ગઇ આટલા હજાર ટિકિટ!
ફિલ્મનો બીજો પાર્ટ આવતા મહિને રિલીઝ થવા જઈ રહ્યો છે
Avatar 2 Advance Booking: જેમ્સ કેમરૂનની ફિલ્મ 'અવતાર 2: ધ વે ઓફ વોટર'ને લઈને ભારતીય દર્શકોમાં ઘણો ક્રેઝ છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને 3 દિવસમાં 15000 ટિકિટ વેચાઈ ગઈ છે.
જેમ્સ કેમરૂનની (James Cameron)ફિલ્મોને લઈને દર્શકોમાં એક અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હોલીવુડની સાથે સાથે ભારતના દર્શકો પણ તેની ફિલ્મોની રાહ જુએ છે. ભારતીય દર્શકો ઘણા સમયથી 'અવતારઃ ધ વે ઓફ વોટર'ની (Avatar: The Way of Water) રાહ જોઈ રહ્યા હતા. આખરે 13 વર્ષની રાહ જોયા બાદ ફિલ્મનો બીજો પાર્ટ આવતા મહિને રિલીઝ થવા જઈ રહ્યો છે.
લોકોમાં ફિલ્મને લઈને ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 3 દિવસમાં એડવાન્સ બુકિંગમાં 15,000 ટિકિટો વેચાઈ ગઈ છે.
ઓસ્કાર વિજેતા ફિલ્મ 'અવતાર'ના બીજા ભાગની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 16 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે અને તેના માટે લોકોની આતુરતા વધી રહી છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું એડવાન્સ બુકિંગ રેકોર્ડ બનાવી રહ્યું છે. 3 દિવસમાં 45 સ્ક્રીન્સ માટે ફિલ્મની 15,000 ટિકિટ બુક કરવામાં આવી છે. એટલે કે આ ફિલ્મને ભારતમાં પણ બમ્પર ઓપનિંગ મળવાનો અંદાજ છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સ્ક્રીન્સ પણ વધશે.
ફિલ્મ એક્સપર્ટ્સના મતે મેગા બજેટ ફિલ્મ 'અવતાર'એ દર્શકોના દિલમાં આ ફિલ્મ માટે એક ખાસ સ્થાન બનાવ્યું હતું. આવી સ્થિતિમાં ફિલ્મના બીજા પાર્ટને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. ફેન્સ પાન્ડોરાની દુનિયા જોવા માટે ઉત્સુક છે અને તેમના કૅલેન્ડરમાં 16 ડિસેમ્બરને માર્ક કરી ચુક્યા છે.
જણાવી દઇએ કે જેમ્સની ફિલ્મોનો જાદુ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર પણ ખાસ જોવા મળે છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ ફિલ્મ સારો બિઝનેસ કરશે અને અન્ય ફિલ્મોનો જોરદાર ટક્કર આપશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર