સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો કોમેડિયન થયું મોત, ઓડિયન્સ હસતી રહી

News18 Gujarati
Updated: July 21, 2019, 3:46 PM IST
સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો કોમેડિયન થયું મોત, ઓડિયન્સ હસતી રહી
મંજૂનાથની વચ્ચે સ્ટેજ નીચે પડી ગયો અને લોકો હસવાં લાગ્યા. ઓડિયન્સને લાગ્યું આ તેની પરફોર્મન્સનો ભાગ છે

મંજૂનાથની વચ્ચે સ્ટેજ નીચે પડી ગયો અને લોકો હસવાં લાગ્યા. ઓડિયન્સને લાગ્યું આ તેની પરફોર્મન્સનો ભાગ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય મૂળનો કોમેડિયન મંજૂનાથ નાયડૂનું દુબઇનાં એક કાર્યક્રમ દરમિયાન નિધન થઇ ગયું. નાયડૂ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો. પરફોર્મન્સની વચ્ચે તેને હાર્ટ એટેકથી તેનું મોત થઇ ગયું હતું

આ પણ વાંચો-રાણા પીડાઇ રહ્યો છે ગંભીર બીમારીથી, માતાએ કિડની દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી

ખલીજ ટાઇમ્સમાં આવેલી રિપોર્ટ મુજબ, 36 વર્ષનાં મંજૂનાથ ગત શુક્રવાર શેડ્યૂલ મુજબ દુબઇની હોટલ અલ બરશા સ્ટેજ પર પરફોર્મ કરવાં પહોંચે છે. આ પરફોર્મન્સ બે કલાકની હતી. અને પૂર્ણ થવાને આરે હતી. ત્યારે હાર્ટ એટેકથી તેનું નિધન થઇ ગયું હતું. તે પહેલાં તો સીટ પર બેસી ગયો પણ થોડી જ ક્ષણમાં તે જમીન પર પડી ગયો.મંજૂનાથ સ્ટેજ નીચે પડ્યો તો લોકો હસવા લાગ્યા. ઓડિયન્સને લાગ્યું કે, તેની પરફોર્મન્સનો હિસ્સો છે. પણ જ્યારે મોડા સુધી મંજૂનાથની કોઇ મૂવમેન્ટ ન થઇ તે બાદ માલૂમ થયુ કે તે હવે આ દુનિયામાં નથી રહ્યો. મંજૂનાથનાં નિધનથી તેનાં નજીકનાં અને ઓડિયન્સ જે ત્યાં હાજર હતાં તે તમામ ફેન્સ આઘાતમાં છે. તેમનું કહેવું છે કે, કોઇ નજીકનું આ રીતે જવું આઘાતનજ છે.

આ પણ વાંચો-ઇશા ગુપ્તા પર માનહાનિનો કેસ દાખલ, સેક્સુઅલ હેરેસમેન્ટનો મામલોમંજૂનાથની નજીક મિરાદાદનાં ખલીજ ટાઇમ્સ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, શોની અંતિમ મોમેન્ટમાં મંજૂનાથ કહાની સંભળાવી રહ્યો હતો. જે તેનાં પિતા અને પરિવાર સાથે જોડાયેલી હતી. દરેક કોઇ ખુબ ખુશ હતાં. ત્યારે મંજૂનાથે એન્ઝાઇટીની પરેશાની અંગે જણાવ્યું, તેનાં થોડા જ સમય બાદ તે સ્ટેજ પરથી પડી ગયો. અને દરેક કોઇ સ્ટેજ તરફ દોડ્યાં. તેણે અમારા હાથમાં અંતિમ શ્વાસ લીધા. મેડિકલ ટ્રીટમેન્ટ તેને 20 મિનિટની અંદર મળી ગઇ હતી. પણ અમે તેને બચાવી ન શક્યા.
First published: July 21, 2019
વધુ વાંચો
अगली ख़बर