Home /News /entertainment /IHS Markitનો દાવો, ભારતીય અર્થતંત્ર વર્ષ 2030 સુધીમાં જાપાનને પાછળ છોડી દેશે

IHS Markitનો દાવો, ભારતીય અર્થતંત્ર વર્ષ 2030 સુધીમાં જાપાનને પાછળ છોડી દેશે

ભારતીય અર્થતંત્ર વર્ષ 2030 સુધીમાં જાપાનને પાછળ છોડી દેશે

ભારત હાલમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને યુકે પછી વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પરંતુ ભારત 2030 સુધીમાં જાપાનને પાછળ છોડી એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે

  નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર (indian economy) અંગે સકારાત્મક સંકેતો છે. IHS માર્કિટ (IHS Markit) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત 2030 સુધીમાં જાપાનને પાછળ છોડી એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આ સમય સુધીમાં, ભારતનું જીડીપી કદ જર્મની અને બ્રિટન કરતાં વધી જશે અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

  ભારત હાલમાં વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે

  IHS માર્કિટ દ્વારા શુક્રવારે જારી કરાયેલા અહેવાલમાં આ દાયકો ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ સારો રહેવાની અપેક્ષા છે. ભારત હાલમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને યુકે પછી વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

  ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે

  આ અહેવાલ મુજબ, બજાર મૂલ્ય પર ભારતનો જીડીપી 2021માં $2,700 બિલિયનથી વધીને 2030 સુધીમાં $8,400 બિલિયન થવાનો અંદાજ છે. આ ઝડપી વૃદ્ધિ સાથે, ભારતીય જીડીપીનું કદ 2030 સુધીમાં જાપાનને પાછળ છોડી દેશે, જેનાથી ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીન પછી બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે.

  આ સાથે ભારતની જીડીપી તે સમય સુધીમાં કદના સંદર્ભમાં જર્મની, ફ્રાન્સ અને બ્રિટનને પાછળ છોડી દેશે. એકંદરે, ભારત આગામી દાયકામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેવાની સંભાવના છે, એમ માર્કેટ રિપોર્ટ કહે છે.

  મધ્યમ વર્ગ શક્તિ આપી રહ્યો છે

  આ ઉચ્ચ વૃદ્ધિ દરને લાંબા ગાળાના દૃષ્ટિકોણમાં સંખ્યાબંધ મુખ્ય પરિબળો દ્વારા સમર્થન મળવાની અપેક્ષા છે. ઝડપથી વિકસતા મધ્યમ વર્ગનું કદ ભારતમાં ઉપભોક્તા ખર્ચમાં વધારો કરી રહ્યું છે, જે 2030 સુધીમાં દેશના ઉપભોક્તા ખર્ચને બમણો કરીને $3 બિલિયન થવાની ધારણા છે. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 8.2 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે વર્ષ 2020-21માં તેમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Business news, Business news in gujarati, Indian economy

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन