Home /News /entertainment /

India's Got Talentના નિર્માતા સોહન ચૌહાણનું મોત, તળાવમાં મળી લાશ

India's Got Talentના નિર્માતા સોહન ચૌહાણનું મોત, તળાવમાં મળી લાશ

સોહન ચૌહાણ (ફાઇલ તસવીર)

સોહન ચૌહાણના લગ્નને હજુ 6 મહિના જ થયા હતા, મોત સમયે પત્ની દિલ્હીમાં હતી

    ન્યૂઝ18 ગુજરાતી : ટીવી ઇન્ડસ્ટ્રીના મોટા-મોટા રિયાલિટી શોના પ્રોડ્યૂસર સોહન ચોહાણનું સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું છે. તેમનું શબ મુંબઈની આરે કોલોની સ્થિત રોયલ પામ્સ તળાવમાંથી મળી છે. તેમના મોતની અચાનક આવેલી ખબરથી સમગ્ર ટેલીવિઝન ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, રવિવાર 16 જૂને સોહનનું શબ તળાવમાંથી મળી આવ્યું. ત્યારબાદ તેમના શબને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધાર્થ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. સોહનના મોતના કારણો વિશે હજુ સુધી જાણી શકાયું નથી. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના સમયે સોહન ઘરમાં એકલો હતો.

    અહેવાલોનું માનીએ તો જે સમય મોહનનું મોત થયું તે ઘરમાં એકલો જ રહેતો હતો, તેની પત્ની દિલ્હીમાં હતી. પોલીસને મળેલી જાણકારી મુજબ, સોહન ચૌહાણના લગ્નને હજુ કુલ 6 મહિના જ થયા હતા. મળતી માહિતી મુજબ સોહનને છેલ્લી વાર તેની નોકરાણીએ 15 જૂને ઘરમાં જોયો હતો. બીજી તરફ, સોશિયલ મીડિયા પર તે 13 જૂન સુધી એક્ટિવ રહ્યો. તેના સોશિયલ એકાઉન્ટને જોઈએ તો સોહનની છેલ્લી પોસ્ટ 'સા રે ગા મા પા' ફિનાલેને લઈને કરી હતી. આ ઉપરાંત તેમણે કવિતાઓ સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ પણ કરી હતી.


    ઉલ્લેખનીય છે કે, સોહન ચૌહાણ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 7 અને માસ્ટર શેફ ઈન્ડિયા સીઝન 6 જેવી લીડિંગ રિઅલિટી શોઝના પ્રોડ્યૂસર રહી ચૂક્યા છે. તેની સાથે જ તેઓ ટીવી ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે. બીજી તરફ, સોહન ચૌહાણની સંદિગ્ધ મોતની શોધખોળ કરી રહી છે. પોલીસ મુજબ હાલ આ મામલાને આત્મહત્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


    નોંધનીય છે કે, થોડાક દિવસો પહેલા ટેલીવિઝન સાથે જોડાયેલી અનેક હસ્તીઓના નિધનના સમાચાર આવી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા ગિરીશ કર્નાડે દુનિયાને અલવિદા કહી. આ ઉપરાંત, ફેમસ એક્ટર અને કોમેડિયન દિન્યાર કોન્ટ્રાક્ટર, અમિતાભ બચ્ચનના નજીકના શીતલ જૈન અને ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં ગૃહમંત્રી રાજનાથસિંહનો રોલ કરનારાં નવતેજ હુંડલનું નામ સામેલ છે.

    આ પણ વાંચો, બોયફ્રેન્ડે લગ્નની ના પાડી તો યુવતીએ ઉતરાવ્યું હેલ્મેટ અને ફેંકી દીધું એસિડ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Indias Got Talent, Mumbai Police, Producer, Sohan Chauhan, મુંબઇ, મોત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन